October 13, 2010

તૈયાર રહો સેમસંગની ધમાકેદાર પ્રસ્તુતી જોવા

બજારમાં ટૂંક સમયમાં સેમસંગ લાવી રહ્યું છે પોતાનું ટેબલેટ કોમ્પ્યૂટર

ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવનારી દક્ષિણ કોરિયન ખ્યાતનામ કંપની સેમસંગ આ જ વર્ષે પોતાનું ટેબલેટ કોમ્પ્યૂટર 'ગેલેક્સી ટેબ'બજારમાં લૉન્ચ કરવા જઈ રહી છે.

ટોક્યોમાં કંપનીએ જણાવ્યૂ કે તેને માટે તેઓએ અમેરિકા, જાપાન અને ઇટાલીયન બજારને મુખ્ય સ્વરૂપે ધ્યાનમાં લીધુ છે.

માનવામાં આવી રહ્યું છે કંપનીના આ નવા ઉપકરણને હ્યલિટ પેકાર્ડ (એચપી) અને ડેલના નવા ઉપકરણો સાથે તગડી ટક્કર મળવાની છે, પરંતુ સેમસંગને વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગ્રાહકોને આકર્ષવામાં તેઓ ખાસ્સી સફળતા પ્રાપ્ત કરવાના છે.

સેમસંગનું ગેલેક્સી ટેબ સાઈઝ પ્રમાણે આઈપેડ કરતા પણ નાનું છે. આને માટે કંપનીએ અમેરિકાની કેટલીય મોબાઇલ સેવા આપનારાઓ અને મીડિયા કંપનીઓ સાથે કરાર કર્યો છે. સાત ઇન્ચની સ્ક્રીન ધરાવતા સેમસંગનું આ ટેબલેટ કોમ્પ્યૂટર ગૂગલના એન્ડ્રોયેડ ઑપરેટિંગ સિસ્ટમ ઉપર આધારિત છે.

No comments:

Post a Comment