October 13, 2010

મુકેશ અંબાણી ૨૦૧૪માં વિશ્વમાં સૌથી ધનવાન હશે

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૬૨ બિલિયન ડોલર હશે

વર્ષ ૨૦૨૦ સુધીમાં બનનારી કેટલીક મહત્વની ઘટનાઓની ફોર્બ્સે આગાહી કરી

પ્રતિષ્ઠિત ફોબ્ર્સ મેગેઝિનના તાજેતરના અંકમાં કરાયેલી એક આગાહી અનુસાર ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વર્ષ ૨૦૧૪માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હશે. આ આગાહી અનુસાર વર્તમાનમાં ૨૯ બિલિયન અમેરિકી ડોલર(અંદાજે ૨.૮૬ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી વર્ષ ૨૦૧૪માં વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ મેક્સિકન બિઝનેસમેન કાર્લોસ સ્લિમને પછાડીને ટોચનું સ્થાન મેળવશે.

ફોર્બ્સેની આગાહી અનુસાર વર્ષ ૨૦૧૪માં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૬૨ બિલિયન અમેરિકી ડોલર( અંદાજે ૨.૮૬ લાખ કરોડ રૂપિયા) હશે. જ્યારે મેક્સિકન રાજકારણ અને નાણાકીય અવ્યવસ્થાના કારણે કાર્લોસની સંપત્તિમાં ઘટાડો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૫૩ વર્ષના મુકેશ અંબાણી, વિશ્વના ટોચના અબજોપતિઓની ફોબ્ર્સની વર્તમાન યાદીમાં ચોથા સ્થાન પર છે.

આ ઉપરાંત ફોર્બ્સે આગામી ૧૦ વર્ષમાં શું બની શકે છે તેવી ઘટનાઓની યાદી પણ બહાર પાડી છે. આ ઘટનાઓ રાજકીય, ઊર્જા, મેડિસિન, ફાઈનાન્સ, સમાજ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં બનનારી છે. પ્રકાશને વર્ષ ૨૦૧૦ સુધીમાં બનનારી કેટલીક નોંધપાત્ર ઘટનાઓની આગાહી કરવા માટે તેના સ્ટાફ અને કન્ટ્રીબ્યૂટર્સને કહ્યું હતું. ‘વોટ હેપન્સ નેકસ્ટ- અવર લુક અહેડ’ના શીર્ષક હેઠળના આ વિશેષ અહેવાલ અંગે ફોર્બ્સે જણાવ્યું હતું કે શક્ય એટલી સાચી વિગતો, મૂર્તકલ્પના અને સત્યને ધ્યાનમાં લઇને આગામી દાયકાનું ‘વિઝન’ રજુ કરાયું છે.

ફાઈનાન્સ અને કોમર્સના ક્ષેત્રમાં કરાયેલી અન્ય એક આગાહી અનુસાર છેતરપિંડીના કેસમાં સજા ભોગવી રહેલાં બનૉર્ડ મેડોફનું વર્ષ ૨૦૧૧માં જેલમાં જ અવસાન થશે. પોન્ઝી-સ્કીમમાં છેતરપિંડી બદલ દોષિત ઠરેલા મેડોફ પોતાની કોટડીમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવશે.

ફોબ્ર્સની અન્ય આગાહી અનુસાર વર્ષ ૨૦૧૨માં સોશિયલ નેટવકિઁગ સાઇટ ફેસબુક નાસ્ડેકમાં પ્રવેશ મેળવશે. તેના આઇપીઓનું મૂલ્ય ૪૦ બિલિયન અમેરિકી ડોલર(અંદાજે ૧.૮૫ લાખ કરોડ રૂપિયા) હશે અને તેના સ્થાપક માકઉ ઝૂકેરબર્ગ ૧૦ બિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતાં ટોચનાં ૨૦ ધનવાનોની યાદીમાં હશે.

તે પછી વર્ષ ૨૦૨૦ સુધીમાં વોલમાર્ટના કર્મચારીઓની સંખ્યા ૫૦ લાખ હશે અને તેનું વેચાણ એક ટ્રિલયન ડોલરથી પણ વધુ હશે. આ કંપની ભારત અને બ્રાઝિલમાં પણ સીમાચિહ્નનરૂપ સફળતા મેળવશે. વર્ષ ૨૦૧૭માં હાર્વર્ડની આવક વધીને ૫૦ બિલિયન અમેરિકી ડોલર થઇ જશે અને તે ચીનના ટોચના વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વિનામૂલ્ય ટ્યૂશનની ઓફર કરશે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૮માં અમેરિકી રોજગારી ક્ષેત્રમાં સુધારો થશે અને બેરોજગારી દરમાં સાત ટકાનો ઘટાડો નોંધાશે.

અન્ય મહત્વની આગાહી

૨૦૧૨માં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેશબુક આઇપીઓ લાવશે તેનું મૂલ્ય ૪૦ અબજ ડોલર હશે. તેના સ્થાપક માર્ક જુકરબર્ગ વિશ્વની ટોચની ૨૦ વ્યક્તિઓમાં સામેલ થઈ જશે.
૨૦૧૬માં ક્લિન્ટન દંપત્તીની પુત્ર ચેલ્સી ન્યૂયોર્ક ખાતેથી સેનેટર તરીકે ચૂંટાશે. ગર્ભવતી હોય ત્યારે સેનેટર બનનાર તે પ્રથમ વ્યક્તિ હશે.

૨૦૨૦માં ચીન તિબેટમાં બ્રહ્નપુત્ર નદી પર વિશાળ હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમનું નિર્માણ કરશે. ભારત અને પાકિસ્તાન સાથે મળીને ચીનને સૈન્ય કામગીરી કરવાની ધમકી આપશે.
૨૦૧૧માં ટેરાફ્યુગિયા ટ્રાન્ઝિસન ફ્લાઇંગ કારનું વેચાણ શરૂ કરશે. તેની કિંમત ૨ લાખ ડોલર હશે.

૨૦૨૦માં ચંદ્ર પર ખાનગી અંતરિક્ષ યાન ઉતરશે. તેમાં આઠ અવકાશયાત્રી હશે. આ યાત્રાની ટિકિટનું ભાડું વ્યક્તિદીઠ ૨૦ કરોડ ડોલર હશે. ૨૦૧૪માં વિશ્વની સૌથી મોટી દવા કંપની ફાઈઝરનું નાની પાંચ કંપનીઓમાં વિભાજન થશે.

૨૦૧૬માં ઓસ્ટ્રેલિયામાં બે મહિલાઓ સિન્થેટિક શુક્રાણુ વડે ગર્ભ ધારણ કરશે, જે સ્ટેમ સેલ દ્વારા તૈયાર કરાયા હશે. આથી ગર્ભધારણ માટે પુરુષની જરૂર પડશે નહીં. ૨૦૧૧માં વિશ્વનું સાત અબજમું બાળક જન્મ લેશે. યુએનના મહામંત્રી બાન કી મૂન આ બાળકનું સ્વાગત કરવા કાહીરા જશે.

૨૦૧૯માં ફ્રાન્સ ન્યુક્લિયર ફ્યુઝનનું પરિક્ષણ કરશે.

૨૦૧૭માં ઇથેનોલની કિંમત ગેસોલિન કરતા ઓછી હશે.

No comments:

Post a Comment