October 13, 2010

મુકેશ અંબાણીનું અત્યાધુનિક મકાન તૈયાર

મુકેશ અંબાણી ટૂંક સમયમાં પોતાના 27 માળના મકાન 'એન્ટિલિયા'માં ગૃહપ્રવેશ કરશે.

ભારતના સૌથી ધનવાન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીનુ 27 માળ ધરાવતુ મકાન 'એન્ટિલિયા' અંતે તૈયાર થઈ ગયું છે. જેમ કે કહેવામાં આવે છે કે આ મહીનાના અંત સુધીમાં તેઓ પોતાના મકાનમાં પ્રવેશ કરશે.

મુકેશ અંબાણીના આ બહુમાળી, આલીશાન મહેલ જેવા મકાન એન્ટિલિયામાં મોજ-મસ્તી થી લઇને રમત-ગમત અને આરામદાયક તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

તમને એ પણ જણાવી દઈએ કે આ મકાનના સૌથી ઉપલા માળ ઉપર એક નહી, ત્રણ-ત્રણ હેલીપેડ બનાવવામાં આવ્યા છે. તેના પહેલા છ માળમાં તો માત્ર પાર્કિંગ જ બનાવવામાં આવ્યુ છે, જેમાં આશરે પોણા બસ્સો ગાડીઓ આરામથી પાર્ક કરી શકાય છે. આ ગગનચુંબી ઇમારતમાં સ્વીમીંગ પૂલ, હેલ્થ ક્લબ, સલૂન અને એક મિનિ થિયેટર પણ બનાવવામાં આવ્યું છે.

તેના ઉપલા ચાર માળથી અરબ સાગર તેમજ આખા મુંબઈ શહેરનો ખૂબસૂરત નજારો જોઈ સકાય છે. આ બહુમાળી મકાનની સૌથી નિચે રિલાયન્સ માર્ટ ખોલવામાં આવશે. વચ્ચેના માળમાં આખુ એલીવેટેડ ગાર્ડન પણ બનાવવામાં આવ્યુ છે.

એન્ટેલિયા મુંબઈના એસ્ટામૉન્ટ રોડ ઉપર સ્થિત છે. 27 માળની આ બહુમાળી ઇમારતની ઉંચાઈ આશરે 550ફીટ છે, અને તેને તૈયાર કરવામાં સાત વર્ષોનો સમય લાગ્યો છે.

ખાસ વાત તો એ છે કે આ મકાનની આસપાસની તમામ ઇમારતો(ફ્લેટ્સ)કરતા એન્ટિલિયા ખાસ્સુ ઉંચુ છે. અહિયા મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અને તેમના ત્રણ સંતાનો આકાશ, ઈશા અને અનંતની સાથે રહેશે. પત્ની નીતા અંબાણી રિલાયન્સમાં સોશિયલ અને ચેરિટિ સાથે જોડાયેલા કાર્યો ઉપર દેખરેખ રાખે છે.

જાણકારી પ્રમાણે આ મહીનાની 28 તારીખે તેઓ આ મકાનમાં ગૃહપ્રવેશ કરશે.

27 અબજ ડૉલરની મિલકત સાથે મુકેશ અંબાણી સૌથી ઘનવાન ભારતીયોના લિસ્ટમાં સૌથી ઉપર છે, જ્યારે લક્ષ્મી મિત્તલ બીજા સ્થાને. તેમના ભાઇ અનિલ અઁબાણી આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને બનેલા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજના સંસ્થાપક સ્વ.ધીરૂભાઈ અંબાણીના મોટા દિકરા મુકેશ અંબાણી 1981માં રિલાયન્સ ગ્રુપમાં જોડાયા હતા.

No comments:

Post a Comment