August 21, 2010

એક ફેન્ટ્સી જો રિયાલિટી બને!

ધારો કે સપનાંની સંતાકૂકડી શરૂ થાય કે એ બધી જ ડ્રીમ-કેપ્ચરર કે ડ્રીમ-ગ્રેબરના હાઇ-ફાઇ કેમેરામાં ઝિલાઇ જાય. બીજે દિવસે એ સપનાંની ડિજિટલ કોપી લઇ આપણાં કમ્પ્યુટર કે લેપટોપ પર આપણે જોઇ શકીએ... તો?!

સપનાંની ફિલમ ઊતરાવો જી રે...એક ફેન્ટ્સી જો રિયાલિટી બને!

થોડા સમય પહેલાં ટી. વી. ઉપર એક શ્રેણી રજૂ થઇ હતી - રાઝ પીછલે જનમ કા’. પાસ્ટ લાઇફ રિગ્રેશન(પી.એલ.આર.) નામની પદ્ધતિ હેઠળ વ્યક્તિને હિપ્નોટાઇઝ કરી તેને છેક પાછલી જિંદગીમાં લઇ જવામાં આવે અને તેને પજવતા સવાલના જવાબ મેળવવામાં આવે. એક વ્યક્તિને દરિયો, નદી ને પાણીનો ભયંકર ડર લાગતો હતો. પી.એલ.આર.ની મદદથી તેણે જાણ્યું કે પાછલી જિંદગીમાં તેનું મૃત્યુ ડૂબી જવાથી થયું હતું.

હિપ્નોટાઇઝ્ડ અવસ્થામાં એણે પોતાનું એ મોત જોયું અને ડૂબી રહ્યાની ગુંગળામણ પણ તેના ચહેરા અને સમગ્ર અંગ પર વર્તાતી હતી. શો પર આવેલા એક અન્ય પાર્ટિસિપન્ટને અવારનવાર શરીરમાં લાય બળતી હોય તેવી બળતરા થતી હતી. તેણે પાછલા જન્મમાં પોતાનું મૃત્યુ આગમાં જલી જવાથી થયેલું તે જોયું!

પણ એ પાછલા જન્મની વાતોને પુરવાર કરવાનો તો કોઇ રસ્તો નહોતો, માત્ર એકાદ કિસ્સામાં પાછલા જન્મની વાતોનો વાસ્તવિકતા સાથે મેળવી શકાય તેમ હતું, બાકી તો કોઇ બારમી સદીમાં, કોઇ સત્તરમી કે અઢારમી સદીમાં પોતાની પાછલી જિંદગી જોતા હતા.

વચલાં સેંકડો વર્ષોમાં જિવાયેલી જિંદગીનું શું? અને તે શો પર આવનાર એક પણ વ્યક્તિ પાછલા જન્મમાં કૂતરો, બિલાડો, વાઘ, ઝાડ કે કબૂતર યા પોપટ નહોતી! દરેક જણ માણસ જ હતો! ટૂંકમાં અકળ લાગતા સવાલનો જવાબ શોધવાનો દાવો કરતો એ રિયાલિટી શો વાસ્તવમાં તદ્દન સામાન્ય જણાતા પ્રશ્નોના ઉત્તર માટે માણસની પાછલી જિંદગીમાં ખાંખાખોળા કરતો નાટકીય શો બની રહ્યો હતો.

પરંતુ એ જોઇ મારા કૂતુહલ-કોર્નરમાં ખાસ્સી ચહલપહલ જરૂર મચી ગઇ હતી. મનમાં અનેક પ્રશ્નો ઊઠ્યા ને તરંગો સળવળ્યાં. પેલા સ્ટ્રેચર જેવી સાંકડી પથારી પર સૂતેલી અને બંધ આંખે પોતાની પાછલી જિંદગીનું વર્ણન કરનાર વ્યક્તિ જે પ્રશ્નોના જવાબ આપતી હતી તે તેના મનના વિચાર જ ન હોઇ શકે?

તેને કહેવામાં આવેલી વાતનું વિઝ્યુઅલાઇઝેશન ન હોઇ શકે? એ વ્યક્તિ ખરેખર કે સાચકલાં દ્રશ્ય જોતી હશે? કે એ સપનું હશે? પણ સપનું હોય તો એનું લાઇવ વર્ણન એ શી રીતે કરી શકે?

એ પાછલા જન્મના બનાવનું પિક્ચરાઇઝેશન જોતાં તો તરંગલીલા શરૂ થઇ ગઇ: આપણે સપનાંમાં જે જોઇએ છીએ તે માણસો, દ્રશ્યો ને પ્રસંગો પણ તદ્દન સાચાં જ લાગે છે ને! એની પણ મુવી ઉતારી શકાતી હોય તો? વિજ્ઞાને અકલ્પ્ય પ્રગતિ કરી છે, તો આવી શોધ પણ થાય! એ કેટલું રોમાંચક બને?

એક્સ-રે કે એમ. આર. આઇ. મશીનો દ્વારા શરીરમાં ચાલતી ગતિવિધિઓની ફિલ્મ ઊતરે છે તેમ મનમાં રચાતી સપનાંની લીલાની પણ મુવી ઊતારી શકાય કે સ્ટીલ ફોટોગ્રાફી કરી શકાય તો! ડ્રીમ-કેપ્ચરર કે ડ્રીમ-ગ્રેબર જેવું નામ ધરાવતું કોઇ અત્યાધુનિક મશીન હોય તો સ્કેનિંગ મશીન જેવી તેની ગૂફામાં સૂઇ જવાનું.

સૂતાં પછી મનની આંખો સામે જેવી પેલી સપનાંની સંતાકૂકડી શરૂ થાય કે એ બધી જ પેલા ડ્રીમ-કેપ્ચરર કે ડ્રીમ-ગ્રેબરના હાઇ-ફાઇ કેમેરામાં ઝિલાઇ જાય. બીજે દિવસે એ સપનાંની ડિજિટલ કોપી લઇ આપણાં કમ્પ્યુટર કે લેપટોપ પર આપણે જોઇ શકીએ! કલ્પના તો કરો શાહરુખ તમારી સાથે ગપ્પાં મારતો હોય કે ઐશ્વર્યા તેના પોતાના હાથે બનાવેલી રસોઇ તમને જમાડતી હોય!

સેવન સ્ટાર ક્રુઝમાં તમે બિલ ગેટ્સ સાથે ડિનર લેતાં લેતાં ઇન્ડિયાનું ટુરિઝમ વિકસાવવાની ચર્ચા કરતા હો! ...અને બેંગકોકની નાઇટક્લબમાં અચાનક ટાગોર આવી ચડે અને તમે હાથમાં માઇક લઇ પેલા નાચતાં-ઝૂમતાં ટોળાને સ્ટોપ...કરાવો ને કવિવરની ઓળખાણ કરાવો! ...ઓહ માય ગોડ્! કેટલી અદ્ભૂત હોઇ શકે એ ફિલ્મ!

બેફામ વિષયો ને બેશુમાર વિવિધતાથી છલોછલ એ ફિલ્મો બેહદ મનોરંજક હોઇ શકે! અને વેરાયટીઝ! પૂછો નહીં! પછી તો મિત્રો પોતપોતાની ડીવીડી લઇને ગ્રુપ શો પણ યોજી શકે. અલબત્ત કેટલીક ફિલ્મો એડિટ કરવી પડે, નહીં તો અંગત કે જાહેર જિંદગીમાં પણ ક્યાંક ધિંગાણું જામી પડે! પણ એ તો આગળથી જાહેરાત કરી જ દેવાય ને કે આ તો સપનાંની ફિલ્મ છે ભાઇ; સપનાંમાં ક્યાં કંઇ આપણા હાથની વાત છે...?

આ ડ્રીમ ફિલ્મિંગના પ્રોજેક્ટને તો ક્યાં...ય સુધી ખેંચી શકાય. જસ્ટ તમારા પૂરતી જ એકાદ અઠવાડિયાનાં સપનાંની ફિલ્મની કલ્પના કરો. જલસો પડી જશે! બીજી પણ એક સગવડ થઇ જાય. આજે તો આપણને રાત્રે જોયેલું સપનું બીજે દિવસે યાદ નથી રહેતું. ઘણી વાર કોઇ સપનાંનું વર્ણન કરવું હોય તો તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયેજેવી સ્થિતિ હોય.

સ્મૃતિને કસીકસીને થાકી જાવ તોય પૂરું યાદ ન આવે. આ ડ્રીમ-ફિલ્મિંગ પ્રોજેક્ટથી તો એ સમસ્યા જ ન રહે. અરે પછી તો રાત્રે બંધ આંખે જોયેલાં સપનાં દિવસેય ખુલ્લી આંખે જોવાની મજા! કેટલું એક્સાઇટિંગ! જો કે આવું કંઇક શક્ય બને તો આપણા ફિલ્મ અને સિરિયલોવાળાને જરા સેટબેક જેવું થાય. તેમને તો રાઇટર્સ, એકટર્સ, ડિરેક્ટર્સ, સેટ્સ, લોકેશન્સ વગેરે વગેરે પાછળ મોટા-મોટા ખર્ચ કરવા પડે.

જ્યારે આ સપનાંની ફિલ્મો તો માત્ર વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટનો ખેલો - પેલા ડ્રીમ - કેપ્ચરર કે ડ્રીમ - ગ્રેબર મશીન વસાવવાનું મૂડીરોકાણ માત્ર! અલબત્ત આવું મશીન કંઇ વ્યક્તિગત ધોરણે સામાન્ય લોકોને થોડું પરવડે? એ તો કોઇ બિઝનેસમેન કે ઉદ્યોગપતિ રોકાણ કરે ને તેનો ઉદ્યોગ ધમધોકાર ચાલે. તેના સ્ટુડિયોમાં સપનાંની ફિલ્મ ઉતારવા માટે લોકોની લાઇન લાગે.

એક-એક રાતનું એડવાન્સ બૂકિંગ થઇ જાય. સોમવારે તમારો વારો હોય, મંગળવારે તમારા મિત્રનો ને બુધવારે મારો કે મારી સખીનો! પણ ધારો કે આપણે ટિકિટ લઇને ડ્રીમ-ફિલ્મિંગ માટે એક રાત બૂક કરી, આપણે ગયા ને પેલા સ્કેનરના ભોંયરામાં સરકયા વેંત જ ઊંઘ આવી ગઇ ને સપનાં આવ્યાં જ નહીં તો? અથવા તો ઊંઘ આવી જ નહીં તો? તો...?

હા, આ બધા વિકલ્પો વિચારીને તે માટેની વૈકિલ્પક ગોઠવણ પણ કરી શકાય... પણ સપનાંની ફિલ્મ ઊતરે એ ખરેખર ભલભલા રિયાલિટી શોને ટક્કર મારે તેવી રોમાંચક હોવાની!

આ ડ્રીમ-ફિલ્મિંગ પ્રોજેક્ટની કલ્પના એક મિત્ર સાથે શેર કરી તો એ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, ‘ફેન્ટસી ફેન્ટસ્ટિક છે. પણ કોને ખબર કાલે આ સ્ટેટસ રહે, ન રહે! આઇ મીન ફેન્ટસી મટીને એ રિયાલિટી પણ બની શકે ને!

એમની વાતમાં દમ છે. આજથી ત્રણેક દાયકા પહેલાં કોઇ સામાન્ય માણસે વિચાર્યું હોત કે દુનિયાના કોઇ પણ ખૂણે રહેલી વ્યક્તિને એ પોતાના ઘરમાં બેઠાં-બેઠાં કે રસ્તે ચાલતાં-ચાલતાં જોઇ શકે ને તેની સાથે વાત પણ

No comments:

Post a Comment