August 21, 2010

આપણા મગજની ભૂગોળ

આપણું ડાબું મગજ તર્કબદ્ધ વિચારો, વિશ્લેષણ, આંકડા અને શબ્દોને સંભાળવાનું કામ કરે છે, જ્યારે જમણું મગજ ઇન્દ્રિય-સંબંધિત સંવેદનોને સમજવામાં તથા દ્રશ્યો અને સંકેતો વિચારવામાં પ્રવૃત્ત થાય છે.

મગજની ભૂગોળ સમજી લેવી જરૂરી છે, કેમકે યાદદાસ્ત મજબૂત કરવામાં એનાથી મદદ મળે છે. કરોડરજ્જુના એકદમ ટોચના ભાગમાં બ્રેઇન સ્ટેમહોય છે, જે તમારા મગજનો સૌથી જૂનો હિસ્સો છે. એક સમયે આપણે ક્રૂર સજીવો હતા એ સમયની એટલે કે આપણી ઉત્ક્રાંતિ પ્રક્રિયાની એ નિશાની છે.

આપણે જીવતાં રહેવા માટે શ્વાસ લેવો, હૃદયે ધડકવું, ઊંઘ લેવી, અમુક કલાકો પછી ઊઠી જવું વગેરે મૂળભૂત કામો બ્રેઇન સ્ટેમને યાદ રહે છે. બ્રેઇન સ્ટેમની બરાબર પાછળ હોય છે સેરેબેલમજે માહિતી-સૂચનાને માંસપેશીઓ અને સાંધાઓ દ્વારા સંચાલિત કરે છે.

કાર, બાઇક કે કમ્પ્યુટર ચલાવવાનું કે ટાઇપિંગ જેવું કામ તમને સારી રીતે આવડી જાય પછી એ લગભગ ઓટોમેટિક બની જાય છે અને એ પ્રોસિજરિયલ મેમરી તરીકે ઓળખાય છે. એ સેરેબેલમમાં સંગ્રહ પામે છે. કેટલાક આ ખાસિયતને કારણે એને મસલ મેમરી પણ કહે છે. એટલે જ તમે કોઇની સાથે વાત કરતાં કરતાં કાર ડ્રાઈવ કરી શકો છો.

બ્રેઇન સ્ટેમની ઉપર લિમ્બિક સિસ્ટમ હોય છે, જેને મેમેલિયન બ્રેઇન પણ કહેવાય છે. અહીં ભાવનાઓ-સંવેદનાઓ રહેછે. ડર, દુ:ખ, ક્રોધ આનંદ વગેરે લાગણીઓ અસ્તિત્વ જાળવી રાખવા માટે ઉપયોગી છે.

અહીં જ મગજનો એક બીજો હિસ્સો પણ છે, જે ઇન્દ્રિય એટલે કે જોવું, સાંભળવું, સૂંઘવું, સ્વાદ લેવો અને સ્પર્શ કરવો- એની વ્યાખ્યા કરે છે. અસ્તિત્વ જાળવી રાખવા આ ઇન્દ્રિયબોધ અત્યંત જરૂરી છે. એટલે ઇન્દ્રિયો અને લાગણીઓ ખૂબ ઘનિષ્ટ રીતે જોડાયેલાં રહે એ મહત્વનું બની જાય છે.

આ જોડીને કારણે જ આપણી ઇન્દ્રિયો મજબૂત સ્મૃતિ માટે પણ કામની છે. જેટલું દ્રઢ અને વૈવિઘ્યસભર તમારા અનુભવનું સંવેદન હશે એટલી જ સારી સ્મૃતિ હશે. એટલે કે ઇન્દ્રિયોનો વધુ ઉપયોગ તમને બહેતર અવલોકન કરવા અને બહેતર રીતે વાત સાંભળવાની સાથેસાથે જ વર્ગમાં ભણાવાયેલા કે મીટિંગમાં કહેવાયેલા શબ્દો યાદ કરવામાં મદદ કરશે.

લિમ્બિક સિસ્ટમનો સૌથી વધુ મહત્વનો હિસ્સો છે, હિપ્પોકેમ્પસ. જળઘોડાના આકારને કારણે આ અંગને ગ્રીક શબ્દ સી હોર્સપરથી નામ મળ્યું. આપણી પાસે બે હિપ્પોકેમ્પસ હોય છે. એમાંનું નાનું ઢગલાબંધ કામ કરે છે. કેટલીક એકદમ પાયાની અને અસ્તિત્વને જાળવી રાખનારી સ્મૃતિઓ પણ હોય છે.

એક જમાનામાં આદિમાનવ શિકાર કર્યા પછી ઘર (એટલે કે ગુફા) શોધવામાં એનો ઉપયોગ કરતો હતો અને આજે આપણે એનો ઉપયોગ કાર ક્યાં પાર્ક કરી છે એ યાદ કરવા માટે કરીએ છીએ. હિપ્પોકેમ્પસ તાર્કિક અપેક્ષાઓનું કામ પણ સંભાળે છે. એટલે કે સામાન્ય સ્થિતિમાં તમારે કેવી અપેક્ષા રાખવી જોઇએ તે સમજવામાં અને તમને નવી ઘટના પ્રતિ જાગૃત કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે.

અનપેક્ષિત ઘટનાનો સ્વીકાર આપણે જૂની રીતે જ કરીએ તો એનો અર્થ એ કે આપણે મગજના અદ્ભુત હિસ્સાઓ સેરેબેલમ અને સેરેબ્રમને ઉપયોગમાં લઇ રહ્યા છીએ. સેરેબ્રમ આપણા આપણ મગજના બેતૃતીયાંશ હિસ્સામાં રહે છે, ‘વ્હાઇટ મેટરઆપણી લિમ્બિક સિસ્ટમ અને હિપ્પોકેમ્પસમાં રહે છે.

સેરેબ્રમ બે હિસ્સામાં વહેંચાયેલું હોય છે, જેને બોલચાલની ભાષામાં ડાબું મગજ અને જમણું મગજ કહેવાય છે. આ બન્નેને જોડવાનું કામ કોર્પસ કેલોસમ કરે છે. આ જ કડીમાં લગભગ ૩૦ કરોડ જ્ઞાનતંતુના રેષા હોય છે. એની બદૌલત આપણે દેખાતું કે કોઇ દ્રશ્યનું મૌખિક વર્ણન કરી શકીએ છીએ.

No comments:

Post a Comment