August 20, 2010

હરીફો સાથે સ્પર્ધા પણ કાયદેસર કરો

આપણા દેશનાં મધ્યમ શહેરોની ઘણી કંપનીઓ અપાકર્ષણ જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. તે અંતરિયાળ વિસ્તારોમાંથી વીણી વીણીને નવી પ્રતિભાઓ લાવે છે, તેમની તાલીમ પર ભારે ખર્ચ કરે છે અને અચાનક એક સવારે કર્મચારી તેમની પાસે આવે છે અને કહે છે કે, તે કંપની છોડી રહ્યો છે અને તે પણ તે જ દિવસે. જો કર્મચારીનો તેની નિયુક્તિ કરનાર સાથે કોઈ કરાર થયો હોય તો તે આ સમજુતી અનુસાર એકાદ મહિનાનો પગાર પણ જતો કરવા તૈયાર હોય છે. કંપનીઓને આ ગંભીર સમસ્યાનું કોઈ સમાધાન નથી સાંપડી રહ્યું.

પરંતુ પૂણે નજીક હિંજેવાડીની આઈટી કંપનીઓએ દર્શાવ્યું છે કે, પ્રતિસ્પર્ધી કંપનીઓ વચ્ચે પણ શાંતિ જળવાઈ શકે છે. ગયા અઠવાડિયે ૨૮ કંપનીઓએ સાથે મળીને એ વાત પર લાંબા સમય સુધી માથાકૂટ કરી કે, કોઈ કંપની અન્ય કંપનીના કર્મચારીને નહીં લે. તેમની પહેલી મીટિંગની શરૂઆતના બે કલાકની મહેનત બાદ પણ કોઈ પરિણામ ન આવ્યું. આખરે એ નક્કી થયું કે, તેમની વચ્ચે ‘બીજાના કર્મચારીઓને ન તોડવા’ની સમજુતી નહીં થઈ શકે! તો પછી તેનો વિકલ્પ શું હોઈ શકે છે ? આખરે તેમણે નિર્ણય કર્યો કે, તે પ્રતિસ્પર્ધી કંપનીઓના કર્મચારીઓને ત્યારે જ લેશે, જ્યારે તે પોતાની પૂર્વ કંપની સાથે કરાયેલા એગ્રીમેન્ટ અનુસાર નોટિસ પિરિયડમાં સેવા આપ્યા બાદ તેમની પાસે આવશે.

તેનાથી પૂર્વ કંપનીને નવી વ્યક્તિ શોધવાનો અને તાલીમ આપવા માટેનો સમય મળી રહે. આ વિસ્તારની ૨૮ મોટી કંપનીઓએ એ વાત પર સંમતી દર્શાવી કે, પ્રતિસ્પર્ધી કંપનીનો કોઈ પણ કર્મચારી પોતાની પૂર્વ કંપની પાસેથી કાર્યમુક્તિ પત્ર મેળવ્યા વિના તેમને જોઈન ન કરી શકે અને તેનાથી પ્રતસ્પિર્ધાની આખી રમતમાં સુધારો આવી જશે!

પૂણેના આઈટી સેક્ટરમાં ૨.૫ લાખથી વધારે કર્મચારી કામ કરે છે અને તેમાંથી એક લાખથી વધારે કર્મચારીઓ આ ૨૮ કંપનીમાં છે. કર્મચારીઓ દ્વારા અચાનક કંપની બદલવાથી ગયા વર્ષે આ કંપનીઓને ૮૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ જોતાં કંપનીઓ એક ‘નીતિસંહિતા’ તૈયાર કરી રહી છે, જેમાં આ કંપનીઓના એચઆર લીડર્સની સહી હશે. જો આ શાંતિ સમજુતી સફળ થશે તો અન્ય આઈટી હબમાં પણ લોકો તેને અપનાવશે.

ફંડા એ છે કે, પ્રતિસ્પર્ધી કંપનીઓ વચ્ચે પણ કેટલાક કાયદા, કેટલાક નિયમો હોવા જરૂરી છે. તેનાથી એક સ્વસ્થ પ્રતસ્પિર્ધા કેટલાક સિદ્ધાંતો સાથે આકાર લઈ શકશે.

No comments:

Post a Comment