August 20, 2010

લક્ષ્ય નક્કી કરતાં પહેલાં તેના ફાયદા જણાવો

કંપનીમાં કર્મચારી કે કર્મચારીઓના ગ્રૂપનું મૂલ્યાંકન કરવું એ બહુ સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા જે રીતે વ્યક્તિત્વ વિષયકને બદલે વસ્તુ વિષયક થઈ રહી છે, તેની સાથે સાથે તેનું આઉટસોર્સિંગ પણ થવા લાગ્યું છે. સંસ્થાઓ એચઆરને લગતી ગતિવિધિઓની ઊંડી જાણકારી દર્શાવવા માટે કોઈ કર્મચારી દ્વારા કરવામાં આવેલા દરેક રોજિંદા કામમાં વેટેજનું સ્તર લગાવી દે છે.

દાખલા તરીકે તેને પોતાના મેનેજરને સેલ્સના ડેઇલી રિપોર્ટ આપવા બદલ ૧૦ પોઇન્ટ આપવામાં આવશે, જ્યારે વેચાણના ફીડબેક રિપોર્ટ માટે ૨૦ પોઇન્ટ અપાશે. આ સ્થિતિમાં કર્મચારી ગ્રાહકના ફીડબેક પર વધારે ધ્યાન આપવા લાગે છે. હવે સવાલ એ છે કે, તમારા માટે શું વધારે મહત્વનું છે- સેલ્સ ચાર્ટ કે ગ્રાહકના ફીડબેક. કોઈ સંસ્થા માટે વ્યવસાયમાં સફળ થવા માટે બંને જરૂરી છે.

આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે, એક રિપોર્ટ માટે બીજા કરતાં બમણા પોઇન્ટ શા માટે આપવામાં આવે છે? માર્ક એફોર્ન પોતાના નવા પુસ્તક ‘વન પેજ ટેલન્ટ મેનેજમન્ટ’માં કહે છે કે, તમામ સંસ્થા એપ્રેઝલ પ્રણાલીને જેટલી સરળ અને સહજ રાખે તેટલું સારું છે. તે કહે છે કે, કર્મચારીઓ માટે લક્ષ્ય નક્કી કરતાં પહેલાં તેમને એ જણાવો કે તેનાથી ભવિષ્યમાં તેમને શો ફાયદો થશે. તે જણાવવું મેનેજમેન્ટનું કામ છે કે, તે કંપનીને ક્યાં લઈ જવા માગે છે. એકવાર તે નક્કી થઈ જાય તો લક્ષ્યને નિધૉરિત વિભાગોના હેડમાં વહેંચી દો અને જણાવો કે, તેમણે નક્કી કરેલા સમયમાં જ અપેક્ષિત પરિણામ આપવું પડશે. હવે વિભાગ હેડને એ નક્કી કરવા દો કે તે આ જવાબદારી કોને સોંપવા માગે છે અને કામ પૂરું થયા બાદ તેમને શો ફાયદો થશે.

જો તમે ઇચ્છતા હો કે કંપની ઝડપથી આગળ વધે તો જરૂરી છે કે, મેનેજમેન્ટ સમયાંતરે ટેલન્ટ પાઇપલાઇનની સાફસફાઈ કરતું રહે. અહીં સાફસફાઈનો અર્થ છે કે, યોગ્ય વ્યક્તિઓને ઓળખીને ભવિષ્યના વિકાસના સંદર્ભે તેમનામાં રોકાણ કરે, તેમનામાં નેતૃત્વનો વિકાસ કરે. પરંતુ આ તમામ ઉપલબ્ધિઓ માટે એફોર્ન સૂચન આપે છે કે, એપ્રેઝલ પ્રણાલીને બહુ સહજ રાખવામાં આવે. ઔપચારિકતાનાં અનેક પાનાઓ રંગવાને બદલે એક પાનામાં કર્મચારીઓને મળનારા ફાયદાનો સ્પષ્ટ ઉલ્લેખ હોય. તેનાથી કર્મચારી વધારે જોશ અને મહેનતથી પોતાનું કામ કરશે.

ફંડા એ છે કે, કર્મચારીઓ માટે લક્ષ્ય નક્કી કરતાં પહેલાં જો તેમને તેનાથી થતા ફાયદા અંગે જણાવી દેવાય તો તે વધારે જોશ અને ઝનૂન સાથે કામ કરશે

No comments:

Post a Comment