August 20, 2010

તમારા કર્મચારી દ્વારા પહોંચો ગ્રાહક સુધી

તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે, પુરુષના પેટ દ્વારા તેના દિલ સુધી પહોંચી શકાય છે. આપણા દેશની મોટા ભાગની મહિલાઓ સફળતાપૂર્વક આવું કરી રહી છે. આ જ કારણે અહીંયા પશ્ચિમી દેશની સરખામણીએ છુટાછેડાના કિસ્સા ઓછા છે, જ્યાં લોકો મોટા ભાગે બહારનું ખાવાનું ખાય છે. વિનીત નાયર બેંગલુરુમાં એચસીએલ ટેક્નોલોજીસના સીઇઓ છે. પોતાના શેરધારકો અને ગ્રાહકોને સંતુષ્ટ કરવા માટે તેમની નીતિ બિલકુલ સ્પષ્ટ છે. વિનીત પોતાના કર્મચારીઓ દ્વારા આવું કરે છે. તે પોતાની વાત સમજાવતાં કહે છે કે, દરેક કંપનીને એ પૂછવું જોઈએ કે, તેમનો કેવા પ્રકારનો વ્યવસાય છે અને કંપનીએ ગ્રાહકોના સંતોષ માટે શું કરવું જોઈએ.

વાસ્તવમાં દરેક કંપની કોઈ ને કોઈ પ્રોડકટનું ઉત્પાદન કરતી હોય છે. સવાલ એ છે કે, શું તે ગ્રાહકો દ્વારા ખર્ચાયેલા નાણાંનું ઉચિત મૂલ્ય આપે છે. જો કંપની માનતી હોય કે, કોઈ પણ પ્રોડકટ મૂલ્ય વિના વેચી ન શકાય તો પ્રશ્ન એ છે કે, પ્રોડકટ માટે મૂલ્ય કોણ નક્કી કરે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, એ કર્મચારીઓ જ છે, જે ગ્રાહકો માટે મૂલ્ય નિર્મિત કરે છે. મેનેજમેન્ટે સમગ્ર સંચાલન પ્રક્રિયામાં બસ એક કામ કરવું જોઈએ અને તે છે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનું. આ ઉપરાંત તેમના ઉત્સાહને ચરમ પર રાખવાની કોશિશ કરવી જોઈએ. મૂલ્યનિર્માણ અને ફાયદો કમાવવાનું બાકીનું કામ કર્મચારીઓ જાતે કરી લેશે.

પ્રોત્સાહન સાથે જોડાયેલું કામ એચઆર વિભાગનું છે તેવું ન માનવું જોઈએ. તેને કંપનીની વિકાસ સંબંધિત નીતિનો ભાગ માનવો જોઈએ. વિનીતને લાગે છે કે, કર્મચારીઓ દ્વારા જ ગ્રાહકોની સંતુષ્ટિ અને શેરધારકોના લાભનો માર્ગ બનાવી શકાય છે. આ ઉપરાંત એક કંપનીએ એ પણ જોતા રહેવું જોઈએ કે, કર્મચારી કેટલા સંતુષ્ટ છે? તમારી સાથે કામ કરનારા કર્મચારી જેટલા વધારે સંતુષ્ટ હશે, તેમની પ્રોડિકટવિટી એટલી વધારે હશે. તેનું ઉત્તમ ઉદાહરણ એ છે કે, બીજા સામે કોઈ કર્મચારીઓને બોલાવો અને તેને ખખડાવો. પછીના એક અઠવાડિયા સુધી તેની પ્રોડક્ટિવિટી પર ધ્યાન રાખો-એ બિલુકલ નીચલા સ્તરની હશે. જો આ જ વ્યક્તિને ગ્રાહકની ફરિયાદ દૂર કરવા માટે તેની પાસે જવું પડે તો તમે કલ્પના જ કરી શકો છો કે પરિણામ શું આવી શકે છે.

ફંડા એ છે કે, જો તમે ગ્રાહકોને સંતુષ્ટ કરવા અને શેરધારકોને નફો કમાઈ આપવા પ્રત્યે ગંભીર છો તો તમારા કર્મચારી તેનું સૌથી સારું માધ્યમ બની શકે છે

No comments:

Post a Comment