August 18, 2010

તમારા જીવનનો માર્ગ કેવો કંડારશો ?


પ્લેટો કહેતા, ‘દુ:ખનું સૌથી મોટું કારણ હોય તો તે અજ્ઞાન છે. જો માણસ જાણી લે કે તેને માટે શું સાચું છે તો તે મૂર્ખાઈભર્યું કે ખરાબ વર્તન નહીં કરે.એ રીતે પ્લેટોએ સમ્યગ દર્શનની જ વાત કરી છે.એક દિન મેં હી અમૃત સારા જહર બન જાયેં

એક દિન મેં હી સ્વર્ગ ઉજડા યહ ઘર બન જાયેં

દેવતા બનને બનાને કી કોશિશ જો છોડ

સિર્ફ ઈન્સાન હી ઈન્સાન અગર બન જાયે

કવિ નીરજ (કાવ્ય સંગ્રહ દર્દ દીયા હૈ’)

આપણે કેમ જીવવું?’ ફિલોસોફરો શું કહે છે?


શ્રીકાંત વર્મા એક ધુરંધર હિન્દી કવિ છે. તેમણે ભટકામેધની પ્રસ્તાવનામાં બહુ જ ગહન વાત લખી છે. કવિ નીરજે તેના ઉપલા કાવ્યમાં તો બહુ જ સરળ ફિલસૂફી કહી નાખી. માણસે કેમ જીવવું? જવા દો માથાકૂટ. તમે ઈન્સાન છો. ઈન્સાન બનીને જીવો. સત્ય જીવો. પણ શ્રીકાંત વર્મા જેવા કવિ જે એક વખત સંસદસભ્ય હતા તેમણે લખ્યું છે તે હિન્દીમાં જ વાચવાની મજા આવશે. પણ જલદીથી નહીં વાંચી જતા. હૃદયમાં કટાર નાખીને જાણે લોહીથી લખ્યું હોય તેમ લખ્યું છે:

આજ કલ પ્રેમ યા આસ્થા કે દર્શન નહીં હોતે ચારો ઓર કટુતા હૈ, નિરાશા હૈ, ધ્રૃણા હૈ, મૈં યહ નહીં કહતા કે યહી સબ હૈ, યહ સબ મહજ સ્થિતિયાં હૈ, યથાર્થ હૈ, લેકીન સત્ય નહીં તો સત્ય કયા હૈ, સત્ય સ્વયં મેં એક મૂલ્ય હોતા હૈ, ઈન સબ સ્થિતિયોં કો (નિરાશા ધ્રૃણા અરાજકતા વગેરે) ભેદ કર ઈન કે પાર માનવ કી જીવંત ઐસી ઉરચતર ચિત્તવૃત્તિ કો દેખને વાલી દ્રષ્ટિ હી જીવનદ્રષ્ટિ હોતી હૈ... સમજયા? ફરી વાંચી જાઓ નહીંતર ફરી ચિત્તને એકાગ્ર કરી જલદી સમજાય તેવું મારું ફિલસૂફીનું અર્થઘટન વાચો.

રામાયણ અને મહાભારત અને તેમાંય ખાસ કરીને ભગવદ્ગીતાનો મૂળ સંસ્કતમાંથી અબુલ ફઝલે પર્શિયનમાં અનુવાદ કર્યો છે. ખરેખર આવા એક ડઝન અબુલ-અલ ફઝલ-અલ્લામીઓની ભારત-પાકિસ્તાનને જરૂર છે. આ વિદ્વાને બાઇબલનું પણ પર્શિયનમાં ભાષાંતર કર્યું છે. છેલ્લા શ્વાસ તેણે શહેનશાહ અકબરના આગ્રામાં લીધા. તેમણે આયને અકબરીનામના ગ્રંથમાં હિન્દુ ધર્મ જ નહીં પણ જૈન ધર્મ અને બુદ્ધ ધર્મ વિશે ઈસ્લામી દ્રષ્ટિ શું છે તે લખ્યું છે.

આ ઉપરાંત ઈન્ડિયા એન્ડ યુરોપનામના પુસ્તકમાં જર્મન લેખક વિલહેમ ફ્રેડરિક હેગલે ભારતના તમામ ધર્મોની ચર્ચા કરી છે. તેમાં જૈન ધર્મના સમ્યગ દર્શનના સિદ્ધાંતની વાતને ખાસ મહત્ત્વ આપ્યું છે. સમ્યગ દર્શન વળી શું? ડો. ધનવંત શાહ જે સંસ્કૃતના અને જૈન ધર્મના નિષ્ણાત પ્રોફેસર છે તેમણે કહ્યું છે. સમ્યગ દર્શન એટલે સમાન દ્રષ્ટિથી જોવું. ભેદભાવ વગર સાક્ષી ભાવે-તટસ્થ રીતે બધું જોવું. સેક્યુલારિઝમ શબ્દ તો કયાંય ગોથું ખાઈ જાય તેવા ઉરચતમ સમ્યગ દર્શનનું જૈનોમાં મહત્ત્વ છે.

વિધાવિજયજી મહારાજે સમ્યગ દર્શનનો ખૂબ ગહન અર્થ આપ્યો છે. સમ્યગ દર્શન એટલે આત્મદર્શન. એટલે કે આત્મશકિત વધારવાની ક્રિયા. તાંજોરની મહારાજા સરફોજી સરસ્વતી મહાલ લાઈબ્રેરીમાં શ્રીરંગમ શહેર ખાતે વિવિધ ધર્મોની એટલી બધી સંસ્કૃતમાં હસ્તપ્રતો પડેલી છે કે તેને ઉલેખવા કે ઉકેલવાનો કોઈને ટાઈમ નથી. પણ એક અનામી જૈન મહારાજે તેમાં રહેતા તમામ ધર્મનાં પુસ્તકોનો સારાંશ લખ્યો છે.

હિન્દુ ધર્મ, બુદ્ધ ધર્મ અને બીજા ધર્મોની ફિલસૂફી ભલે જુદી જુદી લાગે પણ સાર એક છે. વાત એક જ છે. ફિલસૂફી એટલે હિન્દુ ધર્મની દ્રષ્ટિએ જીવન કેવી રીતે જીવવું? તે દેખાડનારી પદ્ધતિ. આ સર્વ જગત પોતાની અંદર સમાયેલું છે. આ જગત એટલે જ માણસ. એટલે સૌએ બીજાની સાથે વર્તવું હોય તો પોતાની સાથે વર્તે તે રીતે જ વર્તવું જોઈએ. ઉપર આપણે ઈન્ડિયા એન્ડ યુરોપનામના જર્મન લેખકના ગ્રંથનો ઉલ્લેખ કર્યોતેમાં જૈન ધર્મના અર્કરૂપ સમ્યગ દર્શનનું મહત્ત્વ લેખકને સૌથી વધુ લાગ્યું.

તમારે સમ્યગ દર્શનને અંગ્રેજીમાં સમજવું હોય તો જેને રાઈટ-વિમેન કહે છે અને સેલ્ફ રિયલાઈઝેશન કહે છે તેનું નામ સમ્યગ દર્શન. સુખી થવા માનવે સાચી દ્રષ્ટિ રાખવી અને રિયલાઈઝેશન એટલે કે આત્મજ્ઞાન કે આત્મદર્શન મેળવવું. આમ જૈન મહારાજ વિધાવિજયજી સાથે જર્મન ફિલસૂફ મળતા થાય છે.

પર્યુષણ પર્વ હોય કે રમજાન હોય કે હિન્દુઓનો ધાર્મિક મહિનો હોય તે મહિનામાં દરેક ધર્મી માણસે પોતાના ધર્મની ફિલસૂફી શું છે તે જાણવાનો મોકો મેળવવો જોઈએ. કથાકારો માત્ર કથા જ કહી જશે. તમારે થોડો ભેજાનો શીરોકરવો હોય કે મગજનું દહીં કરવું હોય તો માત્ર સમ્યગ દર્શનને સમજી લેવું. નવી પેઢીના યુવાનોને અંગ્રેજીમાં કહ્યું-હાઉ શુડ વી લિવ? આપણે કેમ જીવવું જોઈએ તેની વાત જાતે જ સમજી લેવી. યુવાનોને ફિલસૂફી એટલે શું તે સમજાવવું જોઈએ.

ફિલોસોફી શબ્દમાં બે ગ્રીક શબ્દો વણાઈ ગયા છે. ફિલો એટલે પ્રેમ અને સોફિયા એટલે ડહાપણ. ફિલસૂફીનો સરળ અર્થ આમ છે-ડહાપણ અને પ્રેમનું તત્ત્વ સમજાવતી વિચારધારા. માણસે કેમ ડહાપણથી અને પ્રેમથી જીવવું અને સારી રીતે જીવવું તે ફિલસૂફી શીખવે છે.

પ્લેટોની ફિલસૂફી પ્રમાણે દુ:ખનું સૌથી મોટું કારણ હોય તો તે અજ્ઞાન છે. જે માણસ જાણી લે તેને માટે શું સાચું છે તો તે મૂર્ખાઈભર્યું કે ખરાબ વર્તન નહીં કરે. એ રીતે પ્લેટોએ સમ્યગ દર્શનની જ વાત કરી છે. પ્લેટો કહેતા કે માણસે વિવેકી બનીને જ ધનનું ઉપાર્જન કરવું જોઈએ. જીવનના બે લેવલોનો ઉલ્લેખ કર્યો છે. સેકસ, સ્વાદિષ્ટ ભોજન અને કીર્તિની અબળખા એ નીચલા લેવલનું જીવન છે અને સત્ય શોધવાની વાતને ઉચ્ચ લેવલની ગણી છે.

તેના ધ રિપબ્લિકપુસ્તકમાં મઝેદાર વાત લખી છે. તેમણે સમ્યગ દર્શન ધરાવનારાને દેશનું રાજ સોંપી દેવું-આખી પાર્લામેન્ટની શું જરૂર છે તેવી હિમાયત કરી છે. ભારતની સવા અબજની વસતીના મતદારોએ સમ્યગ દર્શનને આત્મસાત કરનારા ફિલસૂફ કે જૈન મહારાજને રાષ્ટ્રપતિ તરીકે નીમવા પણ તે હાલની જેવા નહીં. તમામ સત્તાવાળા રાષ્ટ્રપતિ જરૂરી છે અમેરિકા જેવા.

પ્લેટોની વાત આમ થોડી જોહુકમી જેવી લાગે. ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલ સુખી જીવન કેમ જીવવું તેના વધુ વિશાળ અર્થમાં માર્ગદર્શન આપે છે. તેમાં માત્ર હેપ્પીનેસકે સુખનો સંકુચિત અર્થ નથી. માનવીએ જીવનમાં તેની જ્ઞાનશકિત વિકસાવવી જોઈએ. આપણી બુદ્ધિ અને મનની અપાર શકિત છે. તેનામાં ગજબની કાર્યદક્ષતા છુપાયેલી છે. એ સૂતેલી શકિતઓને મરતા સુધી સતત વિકસાવવી જોઈએ. અને... તેના સરતાજ સ્વરૂપે સમ્યગ દર્શન એટલે કે રિયલાઈઝેશનની વાત જ એરિસ્ટોટલ કરે છે તે સમજવી.

છેલ્લે ઓગસ્ટીન નામના ૧૮મી સદીના રોમના ફિલસૂફ કહેતા કે મોટા ભાગનાં દુ:ખો માટે આપણે પોતે જ જવાબદાર છીએ. જે સાચો, સાદો અને સસ્તો હાથવગો આનંદ છે એ જ સાચો આનંદ છે. આમ જૈન ધર્મની સમ્યગ દર્શનની ફિલસૂફી કેટલી બધી ગ્લોબલાઈઝેશનથી ભરપૂર છે! ભારત અને જગતમાં સમ્યગ દર્શનનું ગ્લોબલાઈઝેશન હવે જરૂરી છે.

No comments:

Post a Comment