August 18, 2010

કોર્પોરેટ રાજકારણ


કેટલાક કર્મચારીઓ કોર્પોરેટ રાજકારણનો દુરુપયોગ કરે છે. તેથી જ CEO માટે એ જરૂરી બની રહે છે કે આવા તત્વોને તેઓ જાણતા હોય અને તેમના પર કોર્પોરેટ નેતાનો સંપૂર્ણ કાબૂ હોય.

સત્તા કેન્દ્રનો કાર્યક્રમ કોર્પોરેટ કાર્યક્રમ સાથે શકય એટલો વધારે જોડાણ ધરાવતો હોય એ આવશ્યક છે. જો એમ ન કરી શકાય તો તમારે તેનો મુકાબલો કરવાનો થાય. કેટલાક કર્મચારીઓ કોર્પોરેટ રાજકારણનો દુરુપયોગ કરે છે. તેમની સાથે મુકત પ્રત્યાયન-સંપર્ક કરવો જોઈએ. જો તેઓ સતત નકારાત્મક વલણ દાખવે તો તેનો સામનો કરવો જોઈએ અને કહી દેવું જોઈએ કે જુઓ, તમારી આ વર્તણૂક આપણી કંપનીને મદદકર્તા નથી. તમે આ રીતે એકમેકની સામે પડો, એ પહેલાં આપણે સાથે બેસીને ગોષ્ઠિ કરવી જોઈએ. તમે શું મેળવવા માગો છો? એ તમને કઈ રીતે મદદરૂપ થશે?’

કંપનીમાં એ મોટી સમસ્યાનું રૂપ ધારણ કરે એ પહેલાં તમારે એને નિપટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને ગોપનીય રાખવું કે તેનાથી દૂર ભાગવું કે તેની અવગણના કરવી એ એનો ઉપાય નથી.

જો તમે એક CEO કે સંચાલક તરીકે, તમારી કંપની કે તમારા જૂથ-સમૂહમાં ચાલતા રાજકારણને અવગણશો તો જૂથના એક નબળા સભ્ય તરીકેની તમારી છાપ પડશે. પરિણામે સત્તા જ્યાં કેન્દ્રિત થવી જોઈએ ત્યાંથી દૂર તેના અંકુરો ફૂટશે. સંસ્થામાં અમુક નિયત સમયે શું મહત્વનું છે એના આધારે સત્તાના અખાડાઓ ઊભા થતાં હોય છે.

દા.ત. જ્યારે તમે કોઈ ચીજવસ્તુ વિકસાવી રહ્યા હો ત્યારે ટેક્નોલોજી મહત્વની બની જાય છે, આ સંજોગોમાં સત્તા કેન્દ્રો ટેક્નોલોજીમાં સક્રિય લોકોમાંથી ઉદભવે છે અને એક વખત એ ચીજવસ્તુ તૈયાર થઈ જાય, સત્તા કેન્દ્રો માર્કેટિંગ, ગ્રાહકસેવા અને ગુણવત્તા જેવા વિભાગો તરફ ગતિ કરી જાય છે અને જેમ જેમ કંપની વિકાસ પામતી જાય તેમ તેમ સત્તા કેન્દ્રો બદલાતા જ જાય છે.

પૂર્ણવિકસિત એવી કંપનીમાં ઓપરેશન્સવિભાગમાં સત્તા કેન્દ્રો સ્થિર થયેલાં જોવા મળે છે. કંપની વધુ સમૃધ્ધ બની રહી છે કે નહીં એના આધારે એ બદલાતાં રહે છે અને જેમ ઉપર નોંધ્યું તેમ સત્તા કેન્દ્રો કંપનીની બહાર પણ સ્થળાંતર કરી જઈ શકે છે.

જો કોઈ કંપની બરાબર કામગીરી ન કરતી હોય. વેચાઈ રહી હોય અથવા તેનું અન્ય કંપનીમાં વિલિનીકરણ થતું હોય તો જાત જાતની અફવાઓ શરૂ થઈ જાય, બધા જ પ્રકારનું રાજકારણ દેખા દેવા માંડે અને લોકો હેબતાઈ જાય અને આ રીતે લોકોનો ક્ષીણ થતો જતો જુસ્સો-ધૈર્ય કંપનીની આબરૂને પણ ઘટાડી દે.

તમે જ્યારે બરાબર કામગીરી ન કરતા હો ત્યારે પતનને પણ યોગ્ય રીતે સંચાલિત કરવું જોઈએ નહીં તો પતન પણ પ્રવેગી બનશે. તેથી જ તો CEO માટે એ જરૂરી બની રહે છે કે કોર્પોરેટ રાજકારણ ઉપર તેમનો હંમેશાં સંપૂર્ણ કાબૂ હોય અને તેઓ બરાબર જાણતા હોવા જોઈએ કે કંપનીઓમાં રાજકારણીય તત્વો છે કોણ.

કેટલાક કર્મચારીઓ તેમની કામગીરી કરતાં વિશેષ આંતરિક કાવાદાવામાં પ્રવૃત્ત હોય છે. સંસ્થામાં તેઓ પાસે મહત્વની કામગીરીઓ હોવા છતાં રાજકારણ જાણે તેમના ચારિત્રયમાં વણાઈ ગયેલું હોય છે. નેતૃત્વનું કાર્ય આવા લોકોને પીછાણી તેમની સાથે કામ લેવાનું છે. અન્ય લોકો માટે કોર્પોરેટ રાજકારણ એ ખેદજનક બાબત છે. તેઓ કહેતા હોય છે. આપણે કોર્પોરેટ રાજકારણની રમત શા માટે રમવી જોઈએ.શું આપણે આપણા કામમાં જ રચ્યાપચ્યા ન રહી શકીએ.

દુર્ભાગ્યે એ બાબત શક્ય જ નથી. જૂથની ગતિવિધિઓમાં જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થતાં હોય છે. તેમનાં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ અથવા તેમના અહીં કે તેમના કાર્યક્રમોને કારણે તેમની વચ્ચે સ્વાભાવિક રીતે ઘર્ષણ થાય જ. આ પરિસ્થિતિમાં સંઘર્ષનું સંચાલન કરવું અતિ મહત્વનું બની જાય છે.

જ્યાં સુધી કંપનીમાં જ એક વિધેયાત્મક બળ સર્જવા અને એક બૃહદ કોર્પોરેટ કાર્યક્રમ પ્રાપ્ત કરવા પરત્વે તમારી શક્તિ કામે લગાડી, તમે કોર્પોરેટ રાજકારણનો શ્રેષ્ઠ ઉપયોગ કરો ત્યાં સુધી મારા મત મુજબ એમાં કશું જ ખોટું નથી. સંચાલન માટે આ એક અતિ કપરું કામ છે, પરંતુ એ થઈ શકે એમ છે. હકીકતે એ કરવું જ પડે એમ છે. New Rom� e c Ћ� hţ k'>, બુદ્ધ ધર્મ અને બીજા ધર્મોની ફિલસૂફી ભલે જુદી જુદી લાગે પણ સાર એક છે. વાત એક જ છે. ફિલસૂફી એટલે હિન્દુ ધર્મની દ્રષ્ટિએ જીવન કેવી રીતે જીવવું? તે દેખાડનારી પદ્ધતિ. આ સર્વ જગત પોતાની અંદર સમાયેલું છે. આ જગત એટલે જ માણસ. એટલે સૌએ બીજાની સાથે વર્તવું હોય તો પોતાની સાથે વર્તે તે રીતે જ વર્તવું જોઈએ. ઉપર આપણે ઈન્ડિયા એન્ડ યુરોપનામના જર્મન લેખકના ગ્રંથનો ઉલ્લેખ કર્યોતેમાં જૈન ધર્મના અર્કરૂપ સમ્યગ દર્શનનું મહત્ત્વ લેખકને સૌથી વધુ લાગ્યું.

તમારે સમ્યગ દર્શનને અંગ્રેજીમાં સમજવું હોય તો જેને રાઈટ-વિમેન કહે છે અને સેલ્ફ રિયલાઈઝેશન કહે છે તેનું નામ સમ્યગ દર્શન. સુખી થવા માનવે સાચી દ્રષ્ટિ રાખવી અને રિયલાઈઝેશન એટલે કે આત્મજ્ઞાન કે આત્મદર્શન મેળવવું. આમ જૈન મહારાજ વિધાવિજયજી સાથે જર્મન ફિલસૂફ મળતા થાય છે.

પર્યુષણ પર્વ હોય કે રમજાન હોય કે હિન્દુઓનો ધાર્મિક મહિનો હોય તે મહિનામાં દરેક ધર્મી માણસે પોતાના ધર્મની ફિલસૂફી શું છે તે જાણવાનો મોકો મેળવવો જોઈએ. કથાકારો માત્ર કથા જ કહી જશે. તમારે થોડો ભેજાનો શીરોકરવો હોય કે મગજનું દહીં કરવું હોય તો માત્ર સમ્યગ દર્શનને સમજી લેવું. નવી પેઢીના યુવાનોને અંગ્રેજીમાં કહ્યું-હાઉ શુડ વી લિવ? આપણે કેમ જીવવું જોઈએ તેની વાત જાતે જ સમજી લેવી. યુવાનોને ફિલસૂફી એટલે શું તે સમજાવવું જોઈએ.

ફિલોસોફી શબ્દમાં બે ગ્રીક શબ્દો વણાઈ ગયા છે. ફિલો એટલે પ્રેમ અને સોફિયા એટલે ડહાપણ. ફિલસૂફીનો સરળ અર્થ આમ છે-ડહાપણ અને પ્રેમનું તત્ત્વ સમજાવતી વિચારધારા. માણસે કેમ ડહાપણથી અને પ્રેમથી જીવવું અને સારી રીતે જીવવું તે ફિલસૂફી શીખવે છે.

પ્લેટોની ફિલસૂફી પ્રમાણે દુ:ખનું સૌથી મોટું કારણ હોય તો તે અજ્ઞાન છે. જે માણસ જાણી લે તેને માટે શું સાચું છે તો તે મૂર્ખાઈભર્યું કે ખરાબ વર્તન નહીં કરે. એ રીતે પ્લેટોએ સમ્યગ દર્શનની જ વાત કરી છે. પ્લેટો કહેતા કે માણસે વિવેકી બનીને જ ધનનું ઉપાર્જન કરવું જોઈએ. જીવનના બે લેવલોનો ઉલ્લેખ કર્યો છે. સેકસ, સ્વાદિષ્ટ ભોજન અને કીર્તિની અબળખા એ નીચલા લેવલનું જીવન છે અને સત્ય શોધવાની વાતને ઉચ્ચ લેવલની ગણી છે.

તેના ધ રિપબ્લિકપુસ્તકમાં મઝેદાર વાત લખી છે. તેમણે સમ્યગ દર્શન ધરાવનારાને દેશનું રાજ સોંપી દેવું-આખી પાર્લામેન્ટની શું જરૂર છે તેવી હિમાયત કરી છે. ભારતની સવા અબજની વસતીના મતદારોએ સમ્યગ દર્શનને આત્મસાત કરનારા ફિલસૂફ કે જૈન મહારાજને રાષ્ટ્રપતિ તરીકે નીમવા પણ તે હાલની જેવા નહીં. તમામ સત્તાવાળા રાષ્ટ્રપતિ જરૂરી છે અમેરિકા જેવા.

પ્લેટોની વાત આમ થોડી જોહુકમી જેવી લાગે. ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલ સુખી જીવન કેમ જીવવું તેના વધુ વિશાળ અર્થમાં માર્ગદર્શન આપે છે. તેમાં માત્ર હેપ્પીનેસકે સુખનો સંકુચિત અર્થ નથી. માનવીએ જીવનમાં તેની જ્ઞાનશકિત વિકસાવવી જોઈએ. આપણી બુદ્ધિ અને મનની અપાર શકિત છે. તેનામાં ગજબની કાર્યદક્ષતા છુપાયેલી છે. એ સૂતેલી શકિતઓને મરતા સુધી સતત વિકસાવવી જોઈએ. અને... તેના સરતાજ સ્વરૂપે સમ્યગ દર્શન એટલે કે રિયલાઈઝેશનની વાત જ એરિસ્ટોટલ કરે છે તે સમજવી.

છેલ્લે ઓગસ્ટીન નામના ૧૮મી સદીના રોમના ફિલસૂફ કહેતા કે મોટા ભાગનાં દુ:ખો માટે આપણે પોતે જ જવાબદાર છીએ. જે સાચો, સાદો અને સસ્તો હાથવગો આનંદ છે એ જ સાચો આનંદ છે. આમ જૈન ધર્મની સમ્યગ દર્શનની ફિલસૂફી કેટલી બધી ગ્લોબલાઈઝેશનથી ભરપૂર છે! ભારત અને જગતમાં સમ્યગ દર્શનનું ગ્લોબલાઈઝેશન હવે જરૂરી છે.

No comments:

Post a Comment