August 19, 2010

કામ અને આરામ

કંઇ ન કરવા અને આરામથી બેસવા માટે તમે ઊંચા, ખૂબ ઊંચા આસન પર બેઠેલા હોવા જોઈએ.

જંગલમાં એક સમડી કોઈ ઊંચા ઝાડની ડાળ પર સુસ્ત થઈને બેઠી હતી, એવામાં કયાંકથી એક સસલું દોડતું દોડતું આવ્યું અને થાકીને એ જ ઝાડ નીચે અટકયું. એણે ઉપર નજર કરી અને જોયું કે પેલી સમડી ટેસથી આરામ ફરમાવતી બેઠી છે.

સસલું વિચારવા લાગ્યું: જો તો, તે કેવી મજા કરે છે, કેવી આરામમાં છે, કેટલી નસીબદાર છે. કંઇ કરવું જ પડતું નથી એને તો! સમડી કંઇ ન કરીને પણ આરામ કરી શકે છે, તો હું કેમ એમ ન કરી શકું?

સસલાએ જરા અવાજ મોટો કરીને સમડીને પૂછ્યું: ‘એય સમડી, શું હું પણ તારી જેમ કંઇ ન કર્યા વગર આરામ ફરમાવતો બેસી શકું?’ સમડીએ જવાબમાં કહ્યું, ‘હા હા, કેમ નહીં?’

ખુશ થઇને સસલું નિશ્વિતપણે ઝાડ નીચે બેસી ગયું. થોડી વારમાં એને ઊંઘ આવી ગઈ.એ જ વખતે અચાનક એક શિયાળ ત્યાં આવી ચડ્યું. સસલાના રૂપમાં એને શિકાર દેખાયો. સસલું ઊંઘતું હતું એટલે એને આસાનીથી મારી શકાય એમ હતું. શિયાળ ખુશ થઇ ગયું. એણે સસલા પર ઝપટ મારી અને જરાય સમય બગાડ્યા વગર એને ઓહિયા કરી ગયું.

No comments:

Post a Comment