August 20, 2010

ખોટી વાત લાંબા ગાળે તો નુકસાન કરે છે

હું એક ૨૨ વર્ષીય યુવકને ઓળખું છું, જે હાલમાં જ એક પ્રતિષ્ઠિત એકાઉન્ટિંગ ફર્મમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાયો છે. ત્યાં કામ કરતાં તેને એક મહિનો પણ નથી થયો કે તે બીમાર પડી ગયો. જેને કારણે એક અઠવાડિયા સુધી તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. સદ્નસીબે તેના ઉચ્ચ અધિકારીઓએ પણ તેને આરામ કરવા જણાવ્યું. ૨૦ દિવસ સુધી આરામ કર્યા બાદ તેણે ઓફિસ જવાનું શરૂ કર્યું. ચાર મહિનામાં આજે તે અનેક લોકોનો લાડકો થઈ ગયો છે.

આવી જ સ્થિતિ આ જ ઉંમરના એક અન્ય યુવક સાથે સર્જાઈ. તેને પણ નોકરીમાં જોડાયાના એક અઠવાડિયામાં બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેના બોસે પણ તેને આરામ કરવાનું કહ્યું. પરંતુ તે યુવક અસલામતીની ભાવનાનો શિકાર થઈ ગયો, કેમકે તે યુવક કાયમી કર્મચારી નહોતો. તબીબોએ તેને બે અઠવાડિયાં આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ તેણે તે સલાહને અવગણીને ઓફિસ જવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ શું થયું? તે ફરીથી બીમાર પડી ગયો અને તેને ત્રણ અઠવાડિયાં સુધી હોસ્પિટલમાં અને ત્યારબાદ બે અઠવાડિયાં ઘરે રહેવું પડ્યું.

આ વખતે તેણે તબીબોની સલાહને ગંભીરતાથી લઈને તેનું બરાબર પાલન કર્યું. પરંતુ ઓછા સમયમાં બે વખત હોસ્પિટલમાં દાખલ થવાને કારણે કંપનીમાં તેની શારીરિક રીતે નબળી વ્યક્તિની છબી બની ગઈ. જે બ્રાન્ચ ઓફિસની લાંબી-લાંબી ટૂરનું દબાણ સહન નહોતી કરી શકતી. તે યુવકને હેડ ઓફિસમાં સવારના ૧૦થી સાંજના ૫ વાગ્યા સુધીની નોકરી સાથે જોડી દેવાયો, જ્યાંથી તે મોટા ભાગે રોજ સાંજે ૭ વાગ્યા બાદ જ પરવારી શકતો હતો.

આ બંનેમાં ફરક એટલો જ છે કે, પહેલા કર્મચારીએ એ ન વિચાયું કે, ઓફિસવાળા તેના વિશે શું વિચારશે અને તેણે સંપૂર્ણ આરામ કર્યો, જ્યારે બીજા કર્મચારીએ અસુરક્ષાની ભાવનાથી ક્ષમતા કરતાં વધારે કામ કર્યું અને કોર્પોરેટ વિશ્વમાં લાંબા ગાળાની દ્રષ્ટિએ તેને નુકસાન થયું. જો બંને કર્મચારીઓથી પીછો છોડાવવાની ઇચ્છા આ ઉચ્ચ અધિકારીઓને હોત તો તે તેમને આરામ કરવાની સલાહ ન આપત. જોકે બંને અલગ-અલગ કંપનીઓ સાથે જોડાયેલા છે.

ફંડા એ છે કે, અસત્યની ગતિ ભલે વધારે હોય, પરંતુ જ્યારે ક્ષમતા અને તાકાતની વાત આવે છે તો સત્ય પાસે તે ઊભું રહી શકતું નથી. બીજા શબ્દોમાં સમજીએ તો અસત્ય લાંબા ગાળાની દ્રષ્ટિએ નુકસાનકારક જ હોય છે

No comments:

Post a Comment