August 20, 2010

માનવતાને સંસ્કૃતિની જેમ વિકસિત કરો

વર્ષ ૨૦૦૫માં ૨૬ જુલાઈએ મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. વરસાદે જાણે આખા શહેરને ડુબાડી દેવાનું નક્કી કરી દીધું હોય તેમ વરસ્યો હતો ! લોકલ સહિત લાંબા અંતરની ગાડીઓ જ્યાં ત્યાં ઊભી થઈ ગઈ હતી. પાણી ભરાઈ જવાથી રસ્તા વચ્ચે વાહનો ફસાઈ ગયાં હતાં. વરસાદને કારણે વીજળી પણ નહોતી અને ચારેતરફ અંધારું છવાયું હતું.

સેંકડો જીવન દાવ પર લાગેલાં હતાં. એવું લાગી રહ્યું હતું કે, મુંબઈ આફતનો સામનો નહીં કરી શકે. તેમ છતાં મહાનગર સાથે જોડાયેલી જિજીવિષાની અદમ્ય લાલસાએ પોતાનો રંગ બતાવ્યો.

માનવતા આ સંઘર્ષ સાથે બાથ ભીડવા ઊભી થઈ ગઈ. સંકટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મુંબઈવાસીઓ પોતપોતાનાં ઘરમાંથી નીકળી પડ્યા. જ્યાં ત્યાં ફસાયેલા લોકોને ભોજન પૂરું પાડ્યું. અજાણ્યા લોકોને આશરો આપવા માટે કેટલાક લોકોએ પોતાના ઘરના દરવાજા ખુલ્લા કરી દીધા. દરેક પ્રકારે અજાણી વ્યક્તિ બીજાને મદદ કરવાની કોશિશ કરી રહી હતી. મુંબઈ અઘરામાં અઘરા સંઘર્ષમાંથી બહાર નીકળી જ જાય છે. તેના માટે માનવીય જિજીવિષાને શ્રેય આપવાની સાથે સાથે સમગ્ર માનવતાનો આભાર માનવો જોઈએ, જે વિષમ પરિસ્થિતિઓમાં સાહસ અને આશાનો સાથે નથી છોડતા.

મુંબઈમાં વરસાદના રૂપે આવેલી આફતને પાંચ વર્ષ થઈ ચૂક્યાં છે. આ સંદર્ભમાં મુંબઈ કે કોઈ અન્ય શહેર શીખ મેળવી શકે છે. પ્રાકૃતિક આપદાના કોઈ દિવસે લોકો જે એકતા અને સહિષ્ણુતાનો ભાવ દર્શાવે છે, તે જ ભાવ રોજિંદા જીવનમાં અમલમાં લાવવામાં આવે તો રહેવા માટે એક ઉત્તમ જગ્યાનું નિર્માણ થઈ શકે ! આખરે માનવતારૂપી આ ભાવને જગાડવા માટે કોઈ આપદાની જરૂર શા માટે પડે છે ? તેનાથી મને આભાસ થાય છે કે, આપણા દરેકના બે ચહેરા છે. એક ચહેરો માનવીય દુ:ખથી પોતાને અપ્રભાવિત રાખે છે. બીજો ચહેરો લોકોનાં દુ:ખ પ્રત્યે ખૂબ કરુણ અને પરોપકારનો ભાવ રાખે છે.

જરા વિચારો કે, આપણામાંથી કેટલા લોકો એવા છે, જે માર્ગ અકસ્માતમાં ઇજા પામેલા કોઈ માણસને હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાની કાર રોકે છે ? ફંડા એ છે કે, એવા સેંકડો લોકો છે, જે આપણા નાના નાના પ્રયાસોથી નવું જીવન મેળવી શકે છે. મુંબઈના લોકોએ જે ભાવના પૂર આવ્યું ત્યારે દર્શાવી હતી, તે આપણે રોજિંદા જીવનમાં બતાવવી જોઈએ

No comments:

Post a Comment