August 20, 2010

કોઈ પણ વ્યક્તિ હીરો બની શકે છે


લગભગ બે સપ્તાહ પહેલાં દેશવાસીઓએ મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં ક્લોરીન ગેસના લીકેજના કારણે મુંબઈ મહાનગરને ભોપાલ ગેસ દુર્ઘટના જેવી સ્થિતિમાંથી પસાર થતું જોયું છે. એ દરમિયાન મેં જોયું કે બે વિદ્યાર્થીઓએ જોરદાર ભાગંભાગ કરીને લગભગ ૬૦૦ માણસોને બચાવ્યા. દીપમ રસ્તોગી અને નાર્સિક ઇમામ કોલેજમાં ભણે છે, અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટની નજીકમાં આવેલી હોસ્ટેલમાં રહે છે.

જે રાત્રે આ લીકેજ થયું ત્યારે તેઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા. તેમને હવામાં કલોરીનની વાસ આવી. બંને તુરંત દોડ્યા અને હોસ્ટેલના દરેક રૂમમાં જઈને વિદ્યાર્થીઓને જગાડ્યા અને તેમને પોતાનું મોઢું ભીના રૂમાલથી ઢાંકી લેવા જણાવ્યું.

એક બાજુ રાજ્ય સરકાર પણ પોતાની કામગીરીમાં વ્યસ્ત હતી તો સામે પક્ષે આ બંને યુવાન સાહસિક નાયક પણ હતા જે તુરંત સક્રિય થઈ ગયા અને તેવા લોકોનો જીવ બચાવ્યો જે કદાચ ઊંઘમાં જ મોતને ભેટી ગયા હોત. તેઓ એક સામાન્ય યુવાનો છે અને આપણા સાચા હીરો અહીં જ વસે છે. હીરો બનવા માટે વધારાના જ્ઞાનની જરૂર નથી, તેની કોઈ પૂર્વ નિર્ધારિત યોગ્યતાઓ નથી, કોઈ કાયદા-નિયમો નથી. આપણા દરેકમાં એક હીરો છુપાયેલો છે.

જરૂર પડે ત્યારે શું કરવું જોઈએ તે તમે સારી પેઠે જાણો છો અને તેનાથી તમારું કે કોઈ બીજાનું ભલું થવાનું છે. તમારા શરીરનું જ એક અંગ તમારી પાસે કોઈ અદ્ભુત કામ કરાવી શકે છે. મને ‘સ્પાઈડરમેન’ ફિલ્મનું એક પાત્ર યાદ આવે છે જે કહે છે કે, આપણા દરેકમાં ક્યાંકને ક્યાંક એક હીરો છુપાયેલો છે જે આપણને ઇમાનદાર બનાવી રાખે છે, આપણને શક્તિ પ્રદાન કરે છે, આદર્શવાદી બનાવે છે અને આપણને એવી સ્થિતિમાં મૂકે છે જ્યાં આપણે પોતાની જાત પર ગર્વ કરતાં કરતાં અંતિમ શ્વાસ લઈ શકીએ. અદ્ભુત કામ અને સકારાત્મક પરિવર્તનનું આ જ રહસ્ય છે.

આપણે એટલા આત્મવિશ્વાસથી ભરપૂર અને સાહસિક બનીએ કે આપણી અંદર છુપાયેલી આ અર્દશ્ય શક્તિઓનો ઉપયોગ કરીને દુનિયાની ભલાઈ માટે તેનો ઉપયોગ કરી શકીએ. અમેરિકન વિચારક રાલ્ફ વાલ્ડો ઇમર્સને કહ્યું હતું કે, હીરો કોઈ સામાન્ય માણસ કરતાં વધુ બહાદુર નથી હોતો, પરંતુ તે પાંચ મિનિટ વધુ બહાદુર હોય છે.

ફંડા એ છે કે, કોઈ પણ વ્યક્તિ હીરો બની શકે છે. તેના કોઈ કાયદા-કાનૂન, પૂર્વ નિધૉરિત યોગ્યતાઓ કે કોઈ વિશેષ શ્રેણી નથી હોતી.

No comments:

Post a Comment