August 20, 2010

સફળતા માટે સમર્પણભાવ જરૂરી

અન્ના ચેપમેન, જેમની ઉંમર અંદાજે ૨૮-૩૦ વર્ષની હશે,ને હાલમાં જ જાસૂસીના આરોપસર અમેરિકામાંથી દેશનિકાલ કરી દીધી. અન્નાની તસવીરો ટેબ્લોઈડના પહેલા પાના પર છવાયેલી રહી અમેરિકાની એફબીઆઈએ તેમની જાસૂસીના આરોપસર ધરપકડ કરી. સ્પષ્ટ છે કે એફબીઆઈએ તેમની તમામ ગતિવિધિઓ વિશે કડકાઈથી પૂછપરછ કરી હશે.

હવે તેમના વતન રશિયા પરત ફર્યા બાદ તેમના માટે ક્યા પ્રકારની કેરિયરની શક્યતા બચી હશે? ખાસ કરીને જ્યારે ત્યાંના લોકોનું સરેરાશ આયુષ્ય વધારે (અંદાજે ૯૦ વર્ષ) છે ? તેનો જવાબ હું આપું છું. વોલ્ગોગ્રાદ તેમનું ગૃહનગર છે, જ્યાં તે પેદા થઈ અને ઉછરી છે. ત્યાં તે પહેલેથી જ લોકલ હીરો બની ગઈ છે. એક પોલિટિકલ પાર્ટી ઇચ્છે છે કે તેમને ‘ઓનર્ડ સિટઝિન’નો ખિતાબ મળે. એક સ્થાનિક અખબારે તેમના નામ પર એક ગીત-લેખન સ્પર્ધા યોજી અને વિજેતા ગીતની પહેલી પંક્તિ હતી, ‘તુમ જેલ કી સખ્તિઓં સે નહીં તૂટી ઓર તુમને હમારા કોઈ ભેદ નહીં બતાયા.’ હવે લબિરલ ડેમોક્રેટિક પાર્ટી તેમને એક પાલૉમેન્ટ સીટ આપવા વિચારી રહી છે.

લોકોની ભાવનાઓ સમજીને મોટા ભાગના સભાસદ અન્નાનું સમર્થન કરી રહ્યા છે. પાર્ટીનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે, તેણે મોટા ભાગના હોદ્દા પર પોતાના કારનામાથી કુખ્યાત હોય એવાને જ બેસાડ્યા છે. ડ્યૂમાની સીટ પર હાલ આન્દ્રેડ લુગોવોઈ કાબજિ છે, જેમના પર બ્રિટનમાં એલેકઝાન્ડર લિત્વિનેન્કોને ઝેર આપીને મારવાનો આરોપ છે. રશિયાની પાલૉમેન્ટમાં દાખલ થવા માટે રાજકારણની અનુભવહીનતા તેમના માટે કોઈ અવરોધ નથી. અત્યાર સુધી અન્નાએ આમાંથી કશા પ્રત્યે રસ દેખાડ્યો નથી, જ્યારે રાજકીય પાર્ટીઓ રોજેરોજ અખબારોમાં વકતવ્ય આપી રહી છે.

વાસ્તવમાં અન્નાની ઇચ્છા લંડન પરત જવાની છે, જ્યાંની નાગરિકતા તેમણે લીધેલી છે. પરંતુ બ્રિટને અન્નાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતાં તેમની નાગરિકતા રદ કરી શકે છે. તમે વિચારી રહ્યા હશો કે, અહીંયા આ બધી વાતો શા માટે ? આવું એટલા માટે, કારણ કોઈ પણ સારું કામ જો સો ટકા સમર્પણ અને એકાગ્રતાથી કરાય તો તેનાં પરિણામ પણ ફળદાયી અને સુખદ હોય છે, પછી તે કામ જાસૂસીનું જ કેમ ન હોય.

ફંડા એ છે કે, સારા કામનો કોઈ વિકલ્પ નથી, પરંતુ મહત્વની વાત એ છે કે, તેને પૂરી લગન અને મહેનતથી કરવામાં આવે.

No comments:

Post a Comment