August 20, 2010

શ્રાવ્યને બદલે ર્દશ્યનું માધ્યમ અસરકારક

જોતમે વિમાનમાં મુસાફરી કરો છો તો જોયું હશે કે, જ્યારે એરહોસ્ટેસ મુસાફરોને મોબાઈલ સ્વિચ ઓફ કરવા માટે કહેતી હોય છે ત્યારે લોકો પોતાનો મોબાઈલ ખિસ્સામાં છુપાવીને આડું-અવળું જોવા લાગે છે. જોકે વિમાનને એવી રીતે ડિઝાઇન કરાય છે, જેમાં ઇલેકટ્રોનિક ઉપકરણોથી ખાસ ફરક ન પડે, પરંતુ અનેક કિસ્સામાં વિમાનની નેવિગેશન સિસ્ટમમાં ગરબડ થઈ છે. મોટા ભાગના કિસ્સામાં વિમાનના લેન્ડિંગ બાદ તપાસમાં આ પ્રકારની ગરબડને ઉડાન દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ સાથે જોડવામાં આવે છે.

જોકે વૈજ્ઞાનિક રીતે આ સાબિત કરવું સરળ નથી કે સેલફોન ગેઝેટ જ નેવિગેશનમાં ખામી માટે જવાબદાર છે. ખાસ કરીને સેલફોન, લેપટોપ, કમ્પ્યૂટર્સમાં એક કમ્યુનિકેશન એન્જિન હોય છે, જે રેડિયો ફ્રિકવન્સી સિગ્નલ પકડવાની સાથે સાથે તેને સિગ્નલ મોકલે પણ છે. એવી જ રીતે આઇપોડ્સમાં વાઈ-ફાઈ સિસ્ટમ હોય છે, તેવી જ રીતે કેટલાકમાં બ્લ્યૂટૂથની ક્ષમતા હોય છે. વિમાનમાં સિગ્નલ માટે કે રસ્તો શોધવા માટે ઉપયોગમાં લેવાતાં નેવિગેશન ઉપકરણ ખૂબ સંવેદનશીલ હોય છે, કારણ આકાશમાં આગળ વધવા માટે કોઈ સ્પષ્ટ માર્ગ નથી હોતો.

સેલફોન જેવાં ઉપકરણોની રેડિયો ફ્રિકવન્સીથી વિમાન પોતાના રસ્તેથી ભટકી શકે છે અને ક્યારેક તેનો પ્રભાવ ઘાતક સાબિત થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન વિભાગે વર્ષ ૨૦૦૩માં જ એક સરકયુલર બહાર પાડીને કહ્યું હતું કે, મોબાઈલ ફોનનો ઉપયોગ ત્યારે જ કરી શકાય, જ્યારે વિમાન જમીન પર હોય અને તેના દરવાજા ખુલ્લા હોય. વિમાનમાં ઇંધણ ભરાવતી વખતે પણ સેલફોનનો ઉપયોગ ન કરી શકાય.

પેટ્રોલપંપો પર પણ પેટ્રોલ ભરાવતી વખતે મોબાઈલ ફોન બંધ રાખવા કહેવામાં આવે છે. જોકે દુભૉગ્યે અત્યાર સુધી આફ્રિકાના મહાદ્વીપની એક એરલાઈન્સને બાદ કરીને કોઈએ પણ વિમાનમાં મોબાઈલ બંધ રાખવાનાં કારણો દર્શાવતા ઓડિયો-વિÍયૂઅલ તૈયાર નથી કર્યા.

આ એરલાઈન્સને લાગ્યું કે, દરેક ઉંમરના લોકોમાં ‘સાંભળ્યું-ન સાંભળ્યું કરવાની વૃત્તિ’ હોય છે અને આ જ કારણ છે કે, તેમણે એક વિÍયૂઅલ ફિલ્મ તૈયાર કરી, જેથી મુસાફરો પર કહેવાયેલી વાતો કરતાં વધારે પ્રભાવ પાડી શકાય.ફંડા એ છે કે, જો તમે ઇચ્છતા હો કે તમને સાંભળતા લોકો, પછી ભલેને તે ગમે તે ઉંમરના હોય, પર તમારી વાતનો પ્રભાવ પડે તો શ્રાવ્યની સાથે ર્દશ્ય માધ્યમનો પણ ઉપયોગ કરો.

No comments:

Post a Comment