August 20, 2010

સમયનો સર્જનાત્મક સદુપયોગ કરો

શૌર્ય સલૂજાની દસ વર્ષીય બહેને તેમને પોતાની પૂરી જાણકારી સાથે ફેસબુક પ્રોફાઈલ તૈયાર કરવા કહ્યું. ફેસબુક એકાઉન્ટ માટે જરૂરી તમામ માહિતી તેણે આપી. તેણે તેના ભાઈને જે જાણકારી આપી તે વિશ્વનીય હતી અને જેનાથી સાઈબર વિશ્વ સમક્ષ તેના પરિવારનો ખુલાસો થઈ જતો. મોટા ભાઈ તરીકે શૌર્ય એ વાત સમજી ગયા કે, તેમની નાની બહેન બહારની દુનિયાથી પૂરી રીતે અજાણ છે.

શૌર્યે તેનું ફેસબુક એકાઉન્ટ તૈયાર તો કરી દીધું પરંતુ તે પહેલાં તેને સમજાવી કે, પોતાના પરિવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં કેટલું જોખમ રહેલું છે. તેમની બહેનને આ વાત સમજાવ્યા બાદ તેમના દિમાગમાં અચાનક એક વિચાર સ્ફૂર્યો. તેમણે પંજાબ કોલેજ ઓફ એન્જિનિયરિંગનો સંપર્ક કર્યો, જ્યાં સાઈબર સિકયુરિટી રિસર્ચ સેન્ટર છે. ત્યાં પહોંચીને તેમણે કોલેજના અધિકારીઓને કહ્યું કે, તે હાઈસ્કૂલ અને કોલેજ સ્તર પર સાઈબર સુરક્ષા વિશે ભણાવવા માગે છે. તેમની આ પ્રપોઝલને તરત સ્વીકારી લેવાઈ અને ત્રણ અઠવાડિયાં ઇન્ટર્નશિપની પરમશિન આપી દેવાઈ.

ત્યાં શૌર્યે ખૂબ રિસર્ચ કર્યા બાદ પેપર રજુ કરતાં જણાવ્યું કે, આજની જરૂરિયાતના હિસાબે હાલના અભ્યાસક્રમમાં હજુ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. કોલેજના અધિકારીઓ તેમના આ કામથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે શૌર્યને એક સર્ટિફિકેટ આપ્યું સાથે સાથે તેમના સમર્પણની પણ પ્રશંસા કરી. તમે કદાચ વિચારતા હશો કે, એમાં શું મોટી વાત છે. કોઈ પણ વ્યક્તિ, થોડી ઇન્ટેલજિન્ટ હોય તો શૌર્યની જેમ આ કામ કરી શકે છે.

જોકે શૌર્યની બાબતે એ વાત વિશેષ છે કારણ કે તે ૧૨મા ધોરણનો વિદ્યાર્થી છે અને ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે! બાળકો પોતાની નેટવર્કિંગ પ્રોફાઈલમાં ઘણી બધી જાણકારી આપતાં હોય છે. તેમને ખબર નથી હોતી કે, પોતાને ફિશિંગ મેસેજીસ જેવા ખતરાથી કેવી રીતે બચાવી શકાય, કેવી રીતે પોતાના લોકલ એરિયા નેટવર્ક (એલએએન)ની આસપાસ ફાયરબોલનું નિર્માણ કરી શકાય.

ઇન્ફોસીસ પોતાની સામાજિક જવાબદારી અંતર્ગત શૌર્ય સાથે મળીને એક કન્ટેન્ટ તૈયાર કરી રહ્યું છે, જેથી દેશમાં સારા સાઈબર નાગરિક તૈયાર થઈ શકે, જ્યાં કમ્પ્યૂટર બહુ ઝડપથી ઘૂસ મારી રહ્યું છે. ફંડા એ છે કે, જો તમે તમારા સમયનો ઉપયોગ સર્જનાત્મક રીતે કરશો તો ઓછી ઉંમરે નવી શોધના જનક બની શકશો. જેનાથી સમાજને પણ એક નવી દિશા મળશે

No comments:

Post a Comment