August 20, 2010

પરિવારને કેટલો ચાહો છો તમે


કુટુંબના સભ્યોની જરૂરિયાતો પર તમે સૌથી પહેલાં ઘ્યાન આપો છો કે તમે તમારી દુનિયામાં જ મસ્ત હો છો? આ ક્વિઝ દ્વારા જાણો કે તમે કેટલા કુટુંબવત્સલ છો.

૧. લાંબી રજા સાથે ગાળવા સગાંસંબધી તમને આમંત્રિત કરે છે. તમે —

અ. તરત સહમત થઇ જાઓ છો.બ. ન જવા માટેનું બહાનું વિચારો છો.ક. અંદરથી ચીડાવ છો, છતાંય જવા માટેની તૈયારી શરૂ કરો છો. પ્રોગ્રામ સફળ થાય એનો પ્રયત્ન પણ કરો છો.

૨. તમારી પરિણીત બહેનને કોઇક કારણસર થોડા દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તમે —

અ. એના સંતાનની સારસંભાળ લેવાની જવાબદારી ઉપાડશો.બ. એને રોજ મળવા જશો.ક. ‘ગેટ વેલ સૂન’નું કાર્ડ મોકલી આપશો.

૩. તમારો બર્થડે છે અને તમે સગાંસંબંધીના બાળકને પાર્ટી આપવા માગો છો. તમે —

અ. તમને બેયને પસંદ હોય તેવી ફિલ્મ જોવા જાઓ છો.બ. એને પૂછો છો કે એની શું ઇચ્છા છે.ક. એને તમારી સાથે બગીચામાં મદદ કરવાનું સૂચન કરો છો.

૪. તમારા વહાલાં કાકીને ડોકટરે વજન ઓછું કરવા કહ્યું છે. તમે —

અ. દર વખતની જેમ ચોકલેટ લઇને જાવ છો અને કહો છો ડોક્ટરને કંઇ ગતાગમ પડતી નથી.બ. ચોકલેટને બદલે ફૂલ લઇને જાઓ છો.ક. કશું જ લઇ જતાં નથી અને કહો છો કે આ જ એમના સ્વાસ્થ્ય માટે સારું છે.

૫. સગાંવહાલાંમાં યોજાતા લગ્નપ્રસંગો —

અ. અત્યંત નીરસ હોય છે.બ. સગાંસંબધીઓને મળવાનો ઉત્તમ અવસર હોય છે.ક. ઠીક હવે. તમને લાગે છે ત્યાં જઇને તમારે ભાષણ કયાં આપવાનું છે?

૬. દીકરી તમારા હસબન્ડ સાથે કપડાં બાબતે રકઝક કરી રહી છે. તમે —

અ. પતિનો પક્ષ લો છો અને દીકરીને પપ્પાનું માન જાળવવા કહો છો.બ. પતિને યાદ કરાવો છો કે તેઓ પણ યુવાનીમાં કેવા ફેશનેબલ કપડાં પહેરતા હતા!ક. ધીમે રહીને ત્યાંથી ખસી જાવ છો અને બંનેને પોતાની રીતે મામલો ઉકેલવા દો છો.

૭. તમારા એક સંબધીએ પાછલી ઉધારી પણ નથી ચૂકવી. એ ફરી તમારી પાસે થોડા પૈસા ઉધાર માગે છે. તમે —

અ. ફરી પૈસા આપશો, પણ ચોખ્ખા શબ્દોમાં કહી દેશો કે બધું ઉધાર ચૂકવી દેવું પડશે, નહીં તો ફરી ક્યારેય મદદ નહીં કરું. બ. આ પૈસો પણ ગયા ખાતે માની ફરી ઉધાર આપવા રાજી થઇ જાઓ છો.ક. ધરાર ના પાડી દો છો અને એને પોતાના પગ પર ઊભા રહેવાની સલાહ આપો છો.

૮. તમે તમારાં નાનકડાં ભત્રીજા- ભત્રીજીને મળો છો. તમે —

અ. એમને કહો છો કે તું તો ભારે સ્માર્ટ થઈ ગયો (કે થઈ ગઈ) છો. બ. એમને પૂછો છો કે ભણવાનું કેવું ચાલે છે. ક. તમે સ્કૂલમાં ભણવામાં કેવા હતા એ વિશે એમને જણાવો છો.

૯. કુટુંબમાં તમારાથી નાના એવા એક સભ્યને કોઇ સમસ્યા નડી રહી છે. એ —

અ. તરત તમારી પાસે સલાહ લેવા દોડી આવે છે.બ. તમને નથી જણાવતો.ક. સૌથી છેલ્લે તમારી મદદ માગે છે.

૧૦. તમને અચાનક અમુક રૂપિયા મળે છે. તમે —

અ. કોઇને જણાવતા નથી.બ. ઘરમાં સૌને જણાવી દો છો.ક. કોઇને કશું કહેતા નથી, પણ દરેકના જન્મદિવસે કંઇ વધારાનો ખર્ચ કરો છો

No comments:

Post a Comment