August 19, 2010

કેન્સરનો ઈલાજ આયુર્વેદથી શકય છે

ડો. નંદલાલ તિવાડી પોતે બનાવેલી કેન્સરની ઔષધિને દેશ-વિદેશમાં સરળતાથી પહોંચાડવા માટે બીજા તબીબો અને હોસ્પિટલોની સાથે મળીને ‘જીવન કેન્સર ચિકિત્સા કેન્દ્ર’ની શાખાઓ ટૂંક સમયમાં સ્થાપી રહ્યા છે.

કેન્સર જેવા અસાઘ્ય રોગમાં જડીબુટ્ટીઓ કેવી રીતે ફાયદાકારક સાબિત થઇ શકે?

દુનિયાભરમાં આજે આતંક બની ચૂકેલા કેન્સરને હું શરદી-તાવ કરતાં પણ સહેલી બીમારી માનું છું. શરત એટલી જ કે લોકો સુધી એની સમયસર જાણકારી પહોંચી જવી જૉઈએ. જે આઠ જડીબુટ્ટીઓનાં મિશ્રણથી મેં આ દવા તૈયાર કરી છે એ સામાન્ય નથી. આ જડીબુટ્ટીઓમાં કેન્સર સામે લડવાની અને એને માત આપવાની ક્ષમતા છે. મેં આ દવાના પ્રયોગ બ્રેન કેન્સર, બ્લડ કેન્સર, નોર બ્રેસ્ટ કેન્સર, કોલોન અને રેકટલ કેન્સર, એબ્ડોમેન કેન્સર, યુરીનરી બ્લેડર એન્ડ ગોલ બ્લેડર ટયુમર, લંગ કેન્સર, સ્કીન કેન્સરના દર્દીઓ પર કર્યા છે.

મારી દવાથી આ બધા દર્દીઓને સાજા કર્યાનો દાવો તો હું નથી કરતો પરંતુ અત્યાર સુધી મને ૩૦ થી ૪૦ ટકા સફળતા મળી છે અને ધીમે ધીમે આ ટકાવારી વધતી જાય છે. જે જડીબુટ્ટીઓની શોધ મેં આજથી ૩૦ વર્ષ પહેલાં કરેલી એના પર અમેરિકા જેવા દેશોના સંશોધકો આજે અખતરા કરી રહ્યા છે. આ સંશોધન આઠેઆઠ જડીબુટ્ટી પર અલગ અલગ કરવામાં આવ્યું અને પરિણામમાં જણાયું કે બધી જ કેન્સર-વિરોધી છે. દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં કેન્સરના દર્દીઓને આ દવાથી ફાયદો થયો છે. સારવાર માટે હું ઘણી વાર ઇંગ્લેન્ડ, જર્મની, બેલ્જિયમ, આફ્રિકા વગેરે દેશોનો પ્રવાસ કરી ચૂકયો છું.

મુંબઇની તાતા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ અને બીજી ભારતીય હોસ્પિટલો ઉપરાંત અમેરિકા અને બ્રિટનનાં કેટલાક તબીબી કેન્દ્રોએ પણ પોતાના થોડા દર્દીઓને અહીં મોકલ્યા છે. હું આને મારી બહુ મોટી સિદ્ધિ માનું છું. લંડનની એક સામાજિક સંસ્થાએ મારા આ કાર્ય પર એક ફિલ્મ પણ બનાવી છે અને એશિયા ટીવીએ અડધા કલાકની મારી મુલાકાત પણ પ્રસારિત કરી હતી.

તમે તૈયાર કરેલી દવામાં કેન્સર જેવા ભયંકર રોગ સામે લડવાની ક્ષમતા છે એની તમને પહેલવહેલી જાણ કયારે થઈ?

મારી પાસે સૌથી પહેલાં જીભના કેન્સરનો એક દર્દી આવેલો. એ સ્વાભાવિક રીતે જ બેહદ દુ:ખી હતો. મેં એને આ દવા આપી. થોડા દિવસોમાં જ એ પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ છવાયેલો હતો. એણે જીભ બતાવતાં કહ્યું કે હું સારો થઈ ગયો છું. આ સફળતાથી હું ખૂબ ઉત્સાહિત થયો અને મહારાષ્ટ્રમાં એક વર્ષ સુધી બધા દર્દીઓને મફત દવા આપી. ટૂંક સમયમાં જ મને ખબર પડી ગઇ કે કેટલાક લોકો આ મફતમાં મળેલી દવાનો ગેરલાભ લઇ રહ્યા છે એટલે ધીરે ધીરે મેં દવાની કિંમત લેવાની શરૂ કરી.

એ જ દિવસોમાં કેન્સરથી પીડાતા પોસ્ટમાસ્ટર શિંદે મારી પાસે આવ્યા. એમની સ્થિતિ એવી હતી કે બચવું લગભગ અશકય હતું. એમના કુટુંબીઓના કહેવાથી મેં જૉખમ લીધું અને દવા આપી. થોડા જ દિવસોમાં શિંદે એકદમ સ્વસ્થ થઇ ગયા અને કામે ચડી ગયા. એમના સાજા થવાથી કુટુંબની દશા સાવ બદલાઇ ગઇ. એમનાં ચાર સંતાન છે, જે આજે ડોકટર-પ્રોફેસર એવાં પ્રતિષ્ઠિત વ્યવસાય-સ્થાન પર છે. આમ, આ દવાથી એક હસતો-રમતો પરિવાર બરબાદ થતાં બચી ગયો. આ રીતે મારી પાસે ધીરે ધીરે કેન્સરના દર્દીઓ આવવા લાગ્યા.

તમે તૈયાર કરેલી દવા માનવીય ઉપયોગ માટે સુરક્ષિત અને કિફાયતી છે?

દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સિઝના ફાર્માકોલોજી વિભાગ દ્વારા કરાયેલાં પરીક્ષણોમાં એ માનવ ઉપયોગ માટે સુરક્ષિત તથા ઝેરીપણાં અને આડઅસર વગરની જાહેર કરાઈ છે. આ દવાની ૧૮૦ દેશમાં પેટન્ટ અને કોપીરાઇટ કરાવાયાં છે. આ દવા સંપૂર્ણ સુરક્ષિત છે. વિદેશોમાં પણ આ દવાના ઉપયોગ પહેલાં ખૂબ બારીકાઇથી એનો અભ્યાસ, એનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે અને એ પછી જ એને દર્દીઓ માટે ઉપયોગી માનવામાં આવી છે.

આ ઉપરાંત આ દવા કિફાયતી હોવાથી બધા વર્ગના લોકો સુધી પહોંચી શકી છે. એલોપથીમાં કેમોથેરપી ખૂબ મોંઘી પડે છે અને દર્દીએ અસહ્ય યાતનામાંથી પસાર પણ થવું પડે છે. આમ એલોપથીની સરખામણીમાં આ દવાની કિંમત ઘણી ઓછી છે, એટલે એ આમઆદમીની પહોંચમાં છે.

આ દવા લેતી વખતે દર્દીએ ખાસ કરીને કઇ કઇ વાતોનું ઘ્યાન રાખવાનું હોય છે?

આ ઇલાજ સુરક્ષિત અને કિફાયતી હોવાની સાથે સાથે એ સગવડભર્યોપણ છે. ઇલાજ દરમિયાન દર્દીએ હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર નથી. ઘરના લોકો રિપોર્ટ બતાવીને દવા લઇ જઇ શકે છે. રિપોર્ટ જૉઇને મને લાગે કે એનું સાજા થવું શકય નથી, તો હું દવા આપવાની તરત ના પાડી દઉં છું. જૉ એનું પાચન શૂન્ય થઇ ગયું હોય તો ઇલાજમાં થોડી મુશ્કેલી પડી શકે છે. ઇલાજ દરમિયાન દર્દી અને એના કુટુંબીઓએ ધીરજથી કામ લેવું પડે, કેમકે આ દવા ઓછામાં ઓછા બે મહિનામાં પોતાનો પ્રભાવ બતાવે છે.

આ દરમિયાન રોગીએ કહેવાયેલા સમયે નિયમિતતાથી દવા લેવી જૉઇએ. બે મહિનામાં જ દર્દીને ફાયદો દેખાવા લાગે છે. ઇલાજ દરમિયાન દર્દીને ખટાશની અને માંસાહારની મનાઇ હોય છે અને ઉકાળીને ઠંડું કરેલું પાણી જ પીવાની સલાહ અપાય છે. રોગી દવા લીધા પછી થોડું દૂધ લઇ શકે છે. આ દવાનો સૌથી વધુ મોટો ફાયદો એ છે કે બીજા ઇલાજની સાથે સાથે પણ એનું સેવન થઇ શકે છે. બ્લડ કેન્સરમાં સાફસફાઇનું ખાસ ઘ્યાન રખાવું જૉઇએ. સિનેમા, રેલવેના ટોઈલેટનો ઉપયોગ ટાળવો જૉઇએ, કેમકે એમાં વધુ બીમારીઓ હોવાની શંકા રહે છે.

વર્તમાન સમયમાં કેન્સરની સારવારનાં કયાં કયાં સાધનો ઉપલબ્ધ છે?

આજે વિશ્વમાં કેન્સરના ઉપચાર માટે રેડિયોથેરપી, કેમોથેરપી, ઓપરેશન છે. એનાથી દર્દીને તત્કાળ થોડા સમય માટે તો રાહત મળી જાય છે, પરંતુ સમય જતાં સમસ્યા પાછી ઊભી થવા લાગે છે, જયારે મેં તૈયાર કરેલી દવાના પ્રભાવથી માત્ર તત્કાળ રાહત જ નથી મળતી, બલકે એ રોગને જડમૂળથી ખતમ કરે છે.

કેન્સર હોવાનું એના પહેલા જ ચરણમાં જાણવું શકય છે?

કેન્સરની પહેલા ચરણની જાણ થવી લગભગ અસંભવ છે. બીજા ચરણમાં પણ ઘણી મોડી આ રોગ હોવાની ખબર પડે છે. મારી પાસે આવતા કેન્સરના દર્દીઓમાંના મોટા ભાગનાનો રોગ એના અંતિમ સ્ટેજમાં હોય છે. આવા લોકોને કાં તો હોસ્પિટલોએ જ વધુ સારવાર આપવાની ના પાડી દીધી હોય છે અથવા તેઓ પોતે રોગમાં કોઇ રાહત ન મળતાં ખૂબ હતાશ થઇ ચૂકયા હોય છે. મારે માટે એમની સારવાર તબીબી અને માનસિક રીતે બહુ મોટો પડકાર હોય છે. મેં કેટલાય એવા દર્દીઓનો પણ ઉપચાર કર્યોછે, જેઓ જીવવાની તમામ આશા ગુમાવી ચૂકયા હતા.

તમારી જડીબુટ્ટી આધારિત સારવાર પદ્ધતિ કેન્સરમાંથી રોગીને સાજૉ કરવા ઉપરાંત કેમોથેરપી અને રેડિયોથેરપીની જબરજસ્ત અવળી અસરોને ઓછી કરવામાં સહાયક બને છે?

કેટલાય કેન્સર વિશેષજ્ઞો(ઓન્કોલોજિસ્ટ્સ)એ આ હર્બલ થેરપીનો ઉપયોગ કેમોથેરપી અને રેડિયોથેરપીની આડઅસરો હળવી કરવા માટે કર્યોછે. કેનેડાના ડો સુનીલ ચાકૂ કહે છે, ‘મેં કેમોથેરપીની સાથેસાથે આ હર્બલ દવાનો પ્રયોગ કર્યો. મને આશ્ચર્ય થયું કે કેન્સર મટાડવામાં મદદરૂપ થવાની સાથેસાથે આ હર્બલ દવાએ કેમોથેરપીની આડઅસરો ઘણી ઓછી કરી.’ નેપાળની સરકારી હોસ્પિટલમાં કેન્સર વિશેષજ્ઞ ડો. સુરેશ રેગમીએ કેમોથેરપીની સાથે સાથે આ જડીબુટ્ટી આધારિત ઉપચારનો પણ કેટલાક દર્દીઓ પર પ્રયોગ કર્યો. એમણે કહ્યું છે, ‘આ દવાની સાથે કેમોથેરપી આપવાથી દર્દીઓ પર એની કોઇ અવળી અસર ન પડી, બલકે એમની લાઇફસ્ટાઇલ બહેતર થઇ. મારે માટે તે ખૂબ સુખદ અનુભવ હતો.’ ડો. રેગમી હવે પોતાના મોટાભાગના દર્દીઓ પર પ્રાકòતિક જડીબુટ્ટી આધારિત આ થેરપીનો પ્રયોગ કરી રહ્યા છે.

હર્બલ થેરપી થકી કેન્સરના ઉપચારમાં તમારી સફળતાનો દર તમે કેટલો માનો છો?

મારા ૩૦ વર્ષમાં આ ઉપચાર દરમિયાન છેલ્લા સ્ટેજના કેન્સરના દર્દીઓ પરની સફળતા ૩૦થી ૪૦ ટકા રહી, જે મારા ઇલાજથી પૂર્ણપણે ફાયદો પામ્યા છે.

તમારું મિશન શું છે?

મેં શોધેલા કેન્સરના ઇલાજનો લાભ દુનિયાનો પ્રત્યેક કેન્સર-દર્દી ઉઠાવી શકે તથા બધા વર્ગોમાટે આ ઇલાજ સુગમતાથી સુલભ બને, એવી મારી ઇરછા છે. ભારત સહિત બધા દેશોના કેન્સરપીડિતો આ દવાનો લાભ મેળવીને કેન્સર પર વિજય મેળવે. હવે મારી કોશિશ એ છે કે આ રોગનો એટલો ખોફ ન રહે તથા કેન્સરથી હવે કોઇ મોત ન થાય. કેન્સરના આ ઇલાજને લોકો સુધી સહેલાઇથી પહોંચાડવા માટે મેં ‘જીવન કેન્સર ચિકિત્સા કેન્દ્ર’ (JCCK)ની શાખાઓ દેશ-વિદેશમાં સ્થાપવાનો પણ નિર્ણય કર્યોછે, જેથી માત્ર આપણા દેશમાં જ નહીં, વિદેશમાં પણ લોકો કેન્સરથી ન મરે.

આ માટે હું કેટલાય તબીબોને તાલીમ આપી રહ્યો છું. અત્યાર સુધીમાં મેં બ્રિસ્ટલ કેન્સર હોસ્પિટલ (યુકે)ના માજી ડિરેકટર ડો. રોઝી ડેનિયલ, નેપાળના કેન્સર વિશેષજ્ઞ ડો. સુરેશે રેગમી, નેપાળના તબીબી ડિરેકટર ડો. નારાયણ આચાર્ય, કેનેડાના ડો. સુનીલ ચાકૂ આદિને મેં આ સંબંધી પ્રશિક્ષણ આપ્યું છે. બીજા તબીબોને પણ તાલીમ આપી રહ્યો છું, જેથી આ પ્રાણઘાતક મનાતા રોગનો ઇલાજ આમજનતા સુધી પહોંચાડી શકાય. તેનો નાશ કરી શકાય.

જીવન કેન્સર ચિકિત્સા કેન્દ્રની શાખાઓ તમે કયારે, કયાં અને કેવી રીતે ખોલવાના છો?

જીવન કેન્સર ચિકિત્સા કેન્દ્રની શાખાઓ બહુ જલદી દેશનાં બધાં રાજયો, કેન્દ્રશાસિત પ્રદેશો અને વિદેશોમાં પણ ખોલવામાં આવશે, જેને ઇરછુક તબીબો અને સારવાર કેન્દ્રનો સાથ-સહકાર મેળવીને સ્થાપવામાં આવશે.

દર્દીઓ તમારો સંપર્ક કયાં કરી શકે છે?

કેન્સરના દર્દીઓ અમારો નીચેના સરનામે સંપર્ક કરી શકે છે:
જીવન કેન્સર ચિકિત્સા કેન્દ્ર
૨/૧૩, માલવીય નગર, જયપુર, રાજસ્થાન
ફોન: ૦૯૪૬૨૬૫૪૬૬૩/૬૬૬, ૦૧૪૧-૨૫૨૧૨૨૪/૩૮૫
www.cancerkendra.com

No comments:

Post a Comment