August 20, 2010

બિનપરંપરાગત અભ્યાસક્રમો ફાયદારૂપ છે

આપણે ત્યાં સેંકડો હોંશિયાર કારીગરો છે જે એવા સ્ટફ ટોય બનાવી શકે છે, જે દેખાવમાં બિલકુલ અસલી લાગે. જો તમે જનાવરોને તેમના મૂળ રંગ જેવા જ પેઈન્ટ કરી શકો કે એવું સ્ટ્રકચર તૈયાર કરો જેને જોઈને લોકો તમારી પ્રશંસા કરે તો માની લેજો કે તમે સ્ટફિંગના કામમાં પ્રવીણ છો.તમારે ટેક્સિડર્મીમાં હાથ અજમાવવો જોઈએ.

ટેક્સિડર્મી એવું ક્ષેત્ર છે, જેના અંતર્ગત કોઈ એનિમલ બોડીનું સ્ટફિંગ કરીને તેને એવી રીતે તૈયાર કરવામાં આવે છે, જેથી તે બિલકુલ અસલી લાગે અને તેને પ્રદર્શન માટે સાચવી શકાય. સમગ્ર દેશમાં સંગ્રહાલયો અને નેચર ઇન્ફર્મેશન સેન્ટરોની વધતી સંખ્યા સાથે ટેક્સિડર્મીની કલા ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. આપણા દેશમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા વ્યવસાયી ટેક્સિડર્મસ્ટિ છે. પરંતુ વિવિધ રાજ્ય સરકારો અને પશુ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જનાવરોની બોડી સાચવવા માટે તેની માગ સતત વધી રહી છે.

જોકે ટેક્સિડર્મીમાં કારકિર્દી બનાવવા માત્ર કોર્સ કરવો પૂરતો નથી. તમને પ્રાણીમાં રસ હોવો જોઈએ. આ ઉપરાંત તમે સર્જનશીલ અને તીક્ષ્ણ પ્રેક્ષક પણ હોવા જોઈએ. દેશના વિવિધ ભાગમાં આવેલી વેટરનરી કોલેજોમાં તેને લગતા ડિપ્લોમા કોર્સ અને પાંચ વર્ષીય અન્ડરગ્રેજ્યુએટ કોર્સ ઉપલબ્ધ છે. આ કોર્સમાં પેઇન્ટિંગ, પ્રતિકૃતિ બનાવવી, કારપેન્ટરી વગેરે જેવી પાયાની વાતો શીખવવામાં આવે છે. ટેક્સિડર્મીમાં મહારત હાંસલ કરવા આ વાતોનું જ્ઞાન હોવું જરૂરી છે. ટેક્સિડર્મી જેવા અનેક કોર્સ છે જેમાં લોકોની જરૂર છે.

ફોરેન્સિક સાયન્સનો કોર્સ કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ ઓળખવાને લગતો છે. ડર્મેટોપેથોલોજીમાં સ્કિન, ઉંમર વગેરે બાબતો પર પ્રકાશ પાડવામાં આવે છે. વેટરનરી પેથોલોજીમાં જનાવરોની પ્રજાતિ ઓળખવામાં આવે છે. પરંતુ મોટા ભાગના વિદ્યાર્થી રેગ્યુલર કોર્સીસ તરફ જ આકષૉતા હોય છે, જેમાં લાખો વિદ્યાર્થીઓ જોડાય છે.

આ બિનપરંપરાગત કોર્સીસ કર્યા બાદ તમારો શરૂઆતનો પગાર પ્રતિ માસ ૩૦ હજાર જેટલો હોઈ શકે છે. જોકે આવડતના આધારે તમે વધારે પગાર મેળવી શકો છો. આવા વિશેષ કોર્સીસ કરનારા લોકોને વિદેશમાં સરળતાથી નોકરી મળી શકે છે. આપણે ત્યાં વિવિધ યુનિવર્સિટીઓમાં આવા બિનપરંપરાગત કોર્સ ચલાવાય છે.

ફંડા એ છે કે, જો તમે ઘેટાંચાલનો હિસ્સો બનવાને બદલે નવા માર્ગે ચાલવામાં વિશ્વાસ ધરાવો છો તો તમારા માટે બિનપરંપરાગત કોર્સીસ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. બિનપરંપરાગત કોર્સીસમાં રોકાણનું પ્રતફિળ તમને સારું મળી શકે છે.

No comments:

Post a Comment