August 20, 2010

કાર્યો સુપેરે કરતાં રહો સફળતા મળશે જ


જીવન એ એક સફર છે અને તમારે એ સફરનો એની અખિલાઇમાં અનુભવ કરવાનો છે. એક એવી રેખા હોય છે જે આપણા સફળતાના ખ્યાલને, નિષ્ફળતાથી સ્પષ્ટ રીતે અલગ તારવતી હોય છે.

વિઝન, સામ પિત્રોડા

આગળના સપ્તાહે આપણે જોઈ ગયા કે કામ કરતાં-કરતાં તમારે તમારી જાતનું એટલે કે ‘સ્વ’ની ઓળખ જાળવી રાખવાની છે. તમારી પોતાની જાત (‘સ્વ’) પછી આવે છે કુટુંબ. પત્ની, બાળકો, ભાઇઓ-બહેનો, માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી-આ બધી જ અલગ અલગ વ્યક્તિઓમાંથી તમને ઊર્જા (ઉષ્મા) પ્રાપ્ત થાય છે. યુવાનોમાંથી તમને ઊર્જા પ્રાપ્ત જાય છે અને વડીલોમાંથી ડહાપણ અને તમને એ સુવિદિત છે કે દિવસ દરમિયાન કિઠન પરિશ્રમ બાદ, તમારા કાકાને ઘેર, અગાઉથી તેમને જણાવ્યા સિવાય પહોંચી જઇ, તમારી રોજની મનપસંદ જગ્યાએ, પગ ઊંચે ટેકવી, તમે આરામથી બેસી શકો છો. થોડા હળવા થવા માટે તમારી પાસે જવાનું કોઇ સ્થળ છે અને મળવા માટે ત્યાં આપ્તજનો પણ છે.

તમારો દિવસ ઉદ્રિગ્ન હોય તો પણ, એ લોકો તમને આવકારશે. તમે તેમના સુખદુ:ખના ભાગીદાર પણ બની શકો છો. માનવસમાજ (સમુદાય)ની આ તો મજા છે અને માણસ સામાજિક પ્રાણી છે. કુટુંબ એ દિવસ દરમિયાનના તમારા આનંદ અને વિષાદનું પુન: ચેતનવંતો કરતું ઉગમબિંદુ છે. મારે મન, તમારા કુટુંબ સાથે ગાળેલા સમયના કલાકો કરતાં તેની ગુણવત્તા વધુ મહત્વની છે (કેટલો સમય વિતાવ્યો એ કરતાં કેવી રીતે વિતાવ્યો એ મહત્વનું છે) હું મારા કુટુંબ સાથે ઘણી વખત લાંબો સમય વ્યતીત કરી શકતો નથી. પરંતુ એ સમયની ગુણવત્તા હંમેશાં ઉત્કૃષ્ટ હોય છે. હું જ્યાં હોઉં ત્યાં હંમેશાં મારા કુટુંબના સતત સંપર્કમાં રહેવા પ્રયાસ કરું છું- પછી તે થોડી ક્ષણો માટે હોય તો પણ.

મારા સારા મિત્રો, એ મારા જીવનનું એક મહત્વનું અંગ છે. હું એમ માનું છું કે, જો તમારે સારા મિત્રો ન હોય તો તમારા જીવનની પુન:સમીક્ષા કરવી જોઇએ. એનો અર્થ એ નહીં કે સરખી વિચારસરણી ધરાવતા હોય એવા જ મિત્રો, પરંતુ બધા જ પ્રકારના મિત્રો. મારા કેટલાક મિત્રો એવા છે કે જે ઘણી બધી બાબતે મારાથી તદ્દન ભિન્ન છે. હું પોતે ધાર્મિક નથી, છતાં ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતું મોટું મિત્રવૃંદ પણ છે અને વળી શ્રેષ્ઠ કોટિના વિદ્વાનોનું પણ મિત્રવૃંદ છે-ઘણી વખત તેમની વાતચીતના સ્તર સાથે હું અનુબંધ પણ જાળવી ન શકું એવું. મારા એક મિત્ર રામકૃષ્ણ મશિનની પ્રવૃત્તિઓમાં ગળાડૂબ છે.

મારા કેટલાક મિત્રો છે, જેઓ સ્પોર્ટ્સમેન છે અને કેટલાક તબીબો છે અને મને આ બધામાંથી કાંઇક ને કાંઇક શીખવા મળ્યું છે. મારા એક મનોચિકિત્સક મિત્રે મને આંતરવૈયિકતક સંબંધો અંગેના અતિ મૂલ્યવાન પાઠો શીખવ્યા. આપ જે છો, એ જેને ગમતું હોય એવા મિત્રો હોવા, એ બહુ અગત્યનું છે, એવા મિત્રો જેની સાથે તમે હસીમજાક કરી શકો અને આંસુ પણ સારી શકો. કેટલીક વખત આપણા સંબંધો અને આપણાં કામોની સંભાળ લેવામાં આપણે આપણી જાતની કાળજી લેવાનું વીસરી જઇએ છીએ. પરંતુ તમારા સ્વાસ્થ્યની કાળજી લેવાનું કદી ન ભૂલવું એ ખૂબ અગત્યનું છે.

નિરામય રહેવું ત્યાંથી તો સુખની શરૂઆત થાય છે. પોતે જાતે (‘સ્વ’), કુટુંબ અને મિત્રો-આ ત્રણે તમારા જીવનમાં સંતુલન જાળવવામાં અને જે બાબતો ખરેખર મહત્વની છે, તે પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત અગત્યનું છે. આપણે હમણાં જ (તાજી) હાંસલ કરેલી સફળતાઓ કે મળેલી નિષ્ફળતાઓ, ઘણી વખત આપણને સંપૂર્ણપણે શોષી લે છે. મારા પિતાજીએ મને કહેલું કે જીવન એ એક સફર છે અને તમારે એ સફરનો એની અખિલાઇમાં અનુભવ કરવાનો છે.

એક એવી રેખા હોય છે જે આપણા સફળતાના ખ્યાલને, નિષ્ફળતાથી સ્પષ્ટ રીતે અલગ તારવતી હોય છે અને આ રેખા બિલકુલ મનસ્વી રીતે દોરાતી હોય છે. આપણાં કાર્યોનું શું ફળ નીપજશે એ વિશેની ચિંતા સેવ્યા કરતાં, કાર્યો સુપેરે કરતાં રહેવા ઉપર અને સુખને ટકાવી રાખવા ઉપર આપણે એકાગ્ર થવું જોઇએ. નિ:શંક, સાચી સફળતા સાંપડે જ.

‘સ્વ’ વિશે આટલી વાત કર્યા પછી હવે આપણે કંપની સંચાલનના અનિવાર્ય પરબિળ એવા નેતૃત્વ પરિવર્તન વિશે વાત કરીશું.

આજના આ સાંપ્રતકાળમાં, કંપનીઓ તેમના ઉચ્ચસ્તરીય સંચાલનમાં પરિવર્તન લાવતી જોવા મળે છે. નેતૃત્વમાં થતા આ પરિવર્તનને સમજવું જરૂરી છે, નવા ઔદ્યોગિક સાહસની સર્જન પ્રક્રિયા પરત્વેના નવા સૂત્રધાર (નેતા)ની દ્રષ્ટિના સંદર્ભમાં જ માત્ર નહીં, પરંતુ લોકો નેતાને કઇ રીતે મૂલવે છે, તેમની કામગીરી શું છે, તેમનું ભાવિ કેવું હશે, એ સઘળાના સંદર્ભમાં.

જે કોર્પોરેટ કર્મચારીઓ, કોર્પોરેશનના હેતુઓ બરાબર સમજે છે તેઓ સામાન્યપણે એ સ્વીકારે છે કે જો કંપનીની કામગીરી કથળતી હોય તો પરિવર્તન અનિવાર્ય છે.

(અનુવાદ : પ્રો.એ.સી.બ્રહ્નભટ્ટ)

કોઇ નવા સીઇઓની દ્રષ્ટિ (અભિગમ)ને સમજવા તેઓ કેવા પ્રકારના પ્રાધિકારી છે-તેની /તેણીની પૂર્વપીઠિકા, તેની/તેણીની કાર્યપદ્ધતિ, અનુભવ અને આજ સુધીની કારકિર્દી-કેવાં છે એ સમજવું જરૂરી છે. આવા અગ્ર હરોળના પ્રાધિકારીઓના ત્રણ પ્રકાર છે-વિશ્લેષણાત્મક, કોર્પોરેટ અને ઔદ્યોગિકી સાહસિકી. નવા વરાયેલ સીઇઓ આમાંથી ક્યા પ્રકારના છે એ સમજવું અત્યંત મહત્વનું છે.

શું એ વિશ્લેષણાત્મક અભિગમ ધરાવે છે? - સતત બદલાતી હકીકતો, આંકડા અને ઉદ્યોગનાં વલણો ઉપર આધાર રાખત કોઇ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેવા છે શું? કે શું તેઓ કોર્પોરેટ પ્રકારના છે-જે સ્ટાફને નજીક લાવે, જુથકાર્યને પ્રોત્સાહન આપે, તેમની સ્થિતિ-હોદ્દો બરાબર જાળવી રાખે અને સંસ્થાકીય માળખા સંબંધે વધુ સક્રિય રહે એવા હોય? અથવા તો એ ઔદ્યોગિકી સાહસિકી પ્રકારના છે- ગતિશીલ. અન્યને ખૂબ પ્રેરણાદાયક બની રહે એવા છતાં કોઇ સુસ્પષ્ટ અભિગમ ધરાવતા ન હોય અને ઘણી વખત લક્ષ્યો અને પદ્ધતિઓના સંદર્ભે ઉતાવિળયા હોય.

આવા નવા નેતાની ઉંમરને લેવાનું પણ ઘણું મહત્વનું છે. એ શું યુવાન છે અને કાંઇક કરી દેખાડવા માગે છે? અથવા તો એ નીવડેલી કારકિર્દી ધરાવતા એવા વધુ પ્રગલ્ભ છે અને કોઇકને ક્યાંક કરી દેખાડવાની એમને જરૂર નથી? વળી તમે એ પણ જાણો કે તેઓ આ હોદ્દા પર ખરેખર કેવી રીતે આવ્યા? શું કોઇ મોટી વગ ધરાવતા એવા બોર્ડના સભ્યે તેમને પસંદ કર્યા? કે પ્રાધિકારીની પ્રતિભાશોધ દ્વારા પસંદગી પામ્યાં? કે પછી તેઓ વ્યૂહાત્મક વિલીનીકરણ (જોડાણ) કે અધગિ્રહણના ભાગરૂપે આવ્યા? પરિવર્તન પ્રત્યેનો તેમનો અભિગમ જાણવા આ વ્યક્તિને સમજવી ખૂબ જરૂરી છે.

તમારું સ્થાન મુકરર કરો :

એક નવા સીઇઓ તરીકે કે પ્રાધિકારી તરીકે તમારે પરિવર્તનને કેમ આવકારવું (એ પ્રત્યે કેવો અભિગમ દાખવવો) એ ખૂબ કાળજીપૂર્વક વિચારવાનું છે. તમારી સંસ્થા-કંપનીના લોકોને ધ્યાનપૂર્વક સાંભળવા. એ માટે ગમે તેટલો સમય ફાળવવો પડે તો પણ ફાળવો. અર્થાત્ તમામ મુખ્ય કાર્યાન્વિત સમૂહો-માર્કેટિંગ, વિકાસ, વ્યૂહરચના, ગ્રાહકો, ગુણવત્તા ઇત્યાદિને લગતાં -સાથે વિમર્શ કરવો.

તમારી કંપની કેવી રીતે મુશ્કેલીમાં ફસાઇ અને પુન: તેને પાટા ઉપર ચડાવવા માટે શું જરૂરી છે. એ વિશે એ દરેકનો ભિન્ન ભિન્ન મત હોય છે. આપણે ક્યાં ખોટા પડ્યા? એ માટે કોને દોષી ઠેરવવા? શરૂઆતમાં શું થઇ શક્યું હોત? આ બધા વિશે સૌને સાંભળવાથી હવે શું કરવું જરૂરી છે એ વિશે તમે તમારો પોતાનો અભિપ્રાય બાંધી શકશો.

જો તમે ધ્યાનપૂર્વક ન સાંભળો અને ઉતાવળે તમારા અભિપ્રાયો બાંધો તો તમે એ ઘોંઘાટમાંથી આવતા કેટલાક મહત્વના સંકેતોને સમજવાનું ચૂકી જશો. શરૂઆતમાં તમારા નવા સ્ટાફની સંવેદનાઓએ ઘણી બધી ભૂલભરેલી (ભ્રાંતિજનક) છાપ ઉપજાવી હશે. પાછળથી જે વિશે દિલગીરી વ્યક્ત કરે એવી તરેહ તરેહની વાતો લોકો ફેલાવે અને અસંગત મુદ્દાઓ અંગે ફરિયાદ કરે. આ બધા વચ્ચેથી તમારે કામ લેવાનું છે અને અત્યંત મહત્વના મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. શું જરૂરી છે એ એક વખત તમે નક્કી કરી લો. ત્યાર બાદ તે અંગે નિસ્બત ધરાવતા હિતધારકો સામેલ થાય એ જરૂરી છે. આમ નહીં કરો તો બહુ ઓછા લોકો તમને સહકાર આપશે. ખૂબ ત્વરિત ગતિએ પરિવર્તન અથવા સાવ મંથર ગતિએ પરિવર્તન આ બંને વચ્ચે સંતુલન કરવાની હંમેશાં આવશ્યકતા હોય છે.

એક વખત તમે તેમને સાંભળ્યા, તેનું વિશ્લેષણ કર્યું, તેમની સાથે મસલત કરી અને નિર્ણય પર આવ્યા, બસ પછી કંપની સાથે નિસ્બત ધરાવતા તમામ લોકો સાથે સ્પષ્ટતાપૂર્વક પ્રત્યાયન કરવા હવે તમે સજ્જ છો. હવે એક મહત્વની મિટિંગ બોલાવવાનો આ યોગ્ય સમય છે, જ્યાં હવે શું કરવાના છો એ વિશે વિશ્વાસપૂર્વક તમે જાહેરાત કરી શકો. એ જાહેરાતમાં લાંબાગાળાનાં આયોજનો ઉપર ભાર ન મૂકતા એના બદલે આવતા ૧૦૦ દિવસોમાં હાથ ધરાનારાં કાર્યો ઉપર ભાર મૂકો. એ વિશ્વાસનું વાતાવરણ સર્જશે અને દહેશતને સાવ ઘટાડી દેશે.

જે નેતાઓ એક પદ્ધતિસરની, વ્યવસ્થિત વ્યૂહરચનાને અનુસરે છે તેઓ પરિવર્તનને વધુ સહેલાઇથી અમલી બનાવી શકે છે. જેમ ફાવે તેમ કર્મચારીઓની પૂરતા કામના અભાવે છટણી કરવી અથવા રુખસદ આપવી એ કોઇ શાણપણ ભર્યો ઉકેલ નથી. આ રીતે લોકોને પણ એમ લાગશે કે ઉચ્ચસ્તરે વિરાજેલ મહાનુભાવ સમસ્યાઓને સાંભળવામાં અને સમજવામાં અને આપણા વિશાળ હિત માટે કાર્ય કરવામાં રસ ધરાવે છે. કોઇ તરંગ કે વ્યક્તિગત પસંદગીથી કામ લેવાને બદલે એક તર્કસંગત પ્રણાલી પ્રસ્થાપિત થઇ રહી છે એ રીતે એ નિહાળશે

No comments:

Post a Comment