August 20, 2010

દિપ્તી દેસાઈ ગાયક કલાકાર


સંગીત એ જ મારૂં જીવન છે

ખૂબ નાની ઉંમરમાં ગાયન ક્ષેત્રે નામના પ્રાપ્તકરનાર ગુજરાતી ફિલ્મની પાર્શ્વગાયિકા, સુફી સંગીત, ભક્તિ સંગીત અને ગઝલના ક્ષેત્રે પણ નામના પ્રાપ્તકરનાર સૂરીલા ગીતોની કોકીલ કંઠી ગાયિકા દિપ્તી દેસાઇનું ભાવનગરના કલાક્ષેત્રે એક અલગ તરી આવતું નામ છે. સંગીતમાં કોઈ શોર્ટકટ નહીં... સતત રિયાઝ, મહેનત હૃદયની આ ગાયિકા એમ માને છે કે, ‘મારો જન્મ જ સંગીત માટે થયો છે જો સંગીત ન હોય તો આ દુનિયા મારા માટે શૂન્યઅવકાશ સમાન હોત.’

નામ : દિપ્તી સુરેન્દ્રભાઈ દેસાઈ.

અભ્યાસ : બી.કોમ. અને સંગીત વિશારદ્દ.

કૌટુંબિક વિગત : પિતા સુરેન્દ્રભાઈ દેસાઇ (જે સ્વર્ગસ્થ છે), માતા માલિનીબેન સુરેન્દ્રભાઈ દેસાઈ, ત્રણ બહેનો, એક ભાઈ છે.

કલા : ગાયિકા, સ્વરકાર.

સિદ્ધિઓ : ૧૯૯૩માં બૃ.ગુ.સં. સમિતિની સં.વિશારદ્દની પરીક્ષામાં ૧૧ ગોલ્ડમેડલ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી. ૧૯૯૮માં શેખાદમ, આબુવાલા ગઝલ સ્પર્ધામાં ભારતમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાતી છોકરી. ૧૯૯૭થી સોલો સ્વતંત્ર ગાયિકા તરીકે ૫૦૦થી વધુ દેશ-વિદેશમાં કાર્યક્રમો. ૫૦થી વધુ ગુજરાતી-હિન્દી આલ્બમોમાં ઓડિયો-વિડીયોમાં અવાજ. ગુજરાતી ચલચિત્ર ‘દીકરી વ્હાલનો દરિયો’માં પાર્શ્વગાયિકા.

યાદગાર ક્ષણ : જે જગ્યાએ હનુમાન જયંતિમાં ભારતના શાસ્ત્રીય સંગીતના બીજેન્દ્ર પંડિતો ગાતા હોય છે તે તલગાજરડામાં હનુમાનની ગોદમાં બેસીને મને પૂ.બાપુને ત્યાં નાની ઉંમરે શાસ્ત્રીય સંગીત ગાવાની તક મળી તે કદી ભૂલાય તેવી નથી. શેખાદમ આબુવાલા ઉર્દૂ ગઝલ સ્પર્ધામાં ભારતમાં પાકિસ્તાની જજિસની સામે ગાઇને પ્રથમ આવી તે ક્ષણ...

જીવનનો દુ:ખદ પ્રસંગ : ૨૦૦૪માં મારા પિતાનું અવસાન થયું અને ૨૦૦૭માં મારા કાકાનું અવસાન થયું.

સફળતાનું સૂત્ર : લક્ષ્ય પ્રાપ્તિ માટે સતત મહેનત એ જ મારૂં સૂત્ર.

જીવનની ફિલોસોફી : ભૂતકાળને ભૂલીને ઉજળા ભવિષ્યને માટે વર્તમાનમાં જીવવું.

જીવનમંત્ર : પ્રેમ, શ્રધ્ધા અને વિશ્વાસ.

સંદેશો : સંગીતમાં કોઈ શોર્ટકટ નથી, સતત રિયાઝ અને મહેનત જરૂરી જ છે

No comments:

Post a Comment