August 20, 2010

કાર્યને તમારા વ્યક્તિત્વનો હિસ્સો બનાવો

પેપ્સિકો ઇન્કના સહ-સંસ્થાપક ડોનાલ્ડ કેન્ડાલે એક વખત કહ્યું હતું કે, ‘ડિકશનરી કે શબ્દકોશ એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં વર્ક કરતાં પહેલાં સક્સેસ આવે છે.’ હું નથી જાણતો કે દુનિયામાં કેટલા લોકો આ વાતનું અનુસરણ કરે છે, પરંતુ અમેરિકામાં તેના પર અમલ થઈ રહ્યો છે.

હું હાલમાં જ અમેરિકા ગયો હતો. ત્યાં મેં જોયું કે, ૨૦ ટકાથી વધારે અખબાર સ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓ દ્વારા વેચવામાં આવે છે, જે પોતાની સાઇકલો દ્વારા તેને ઘેર-ઘેર પહોંચાડે છે. આ પ્રકારનાં કામોનું પોતાનું મહત્વ છે. તેનાથી આ યુવાઓને નાની ઉંમરે જ વયસ્કો સાથે કેવી રીતે વાતચીત કરવી તે શીખવા મળે છે, આત્મનિર્ભરતાની શીખ મળે છે, કારણ તે જાતે કંઈક કામ કરતાં હોય છે, કંઈક એવું કામ જે તેમણે પોતાના સાથીઓના દબાણને કારણે પસંદ નથી કર્યું.

અમેરિકામાં મોટી સંખ્યામાં બાળકો કામ કરી રહ્યાં છે. જોકે કોઈ પણ વલણમાં અમેરિકામાં નાની ઉંમરે કામ કરવાની પ્રવૃત્તિને ચરિત્રનિર્માણને લગતો ઉધ્યમ ગણવામાં આવે છે, તેમનામાં આત્મનિર્ભરતાનો વિકાસ થાય છે આગળ વધીને મોટી સફળતા હાંસલ કરી શકે. નાની ઉંમરે કામ કરવાના અનેક ફાયદા હોય છે. તમે કામને લગતા નિયમ-કાયદાને સમજો છો. તમને એ પણ ખબર હોય છે કે, કામકાજના સમય અને મહેનતાણા વિશે સામેની વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ, જેથી વધારે વેતન મળે. આ દરેક બાબતોનું વ્યક્તિની સફળતામાં મહત્વનું યોગદાન હોય છે.

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે જતા મોટા ભાગના ભારતીય ત્યાં કોઈ કારના ડ્રાઇવર, પશુ-વાડાના કલીનર, લા¸નનું ઘાસ કાપવાથી માંડીને રેસ્ટોરાંમાં વેઇટર જેવાં કામ પણ કરે છે. તેનાથી તેમને ત્યાંની સંસ્કૃતિ, રીતભાત અને વ્યક્તિગત સ્તર પર ગ્રાહકોની જરૂરિયાત સમજવામાં મદદ મળે છે. આપણે ત્યાં એવાં બાળકોને જ કામ માટે પ્રેરિત કરાય છે, જેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય છે.

જ્યારે અમેરિકામાં અમીર લોકો પણ પોતાનાં સંતાનોને કોઈ ને કોઈ કામ માટે પ્રેરિત કરે છે. મારા કહેવાનો આશય એ છે કે, શું આપણે બાળકો પાસે એટલાં માટે કામ ન કરાવી શકીએ કે, તેઓ કંઈક વધારે શીખે અને વધારે સ્માર્ટ બને ?
ફંડા એ છે કે, જો આપણે કામને વ્યક્તિત્વ વિકાસનો હિસ્સો બનાવી દઈએ તો આપણાં બાળકો નાની ઉંમરમાં જ વ્યવહારિક જીવનને લગતું ખૂબ જ્ઞાન હાંસલ કરી શકે છે

No comments:

Post a Comment