August 20, 2010

સમય સાથે ચાલો તો જ સફળ થવાય

બજાજ કંપનીના માલિક રાહુલ બજાજ આખરે પોતાનાં ટુ વ્હીલર સાથે બ્રાન્ડ તરીકે જોડાયેલા પોતાના પારિવારિક નામ એટલે કે બજાજને અલગ કરવા સંમત થઈ ગયા છે.

‘હમારા બજાજ‘નું સ્લોગન આપણા દેશમાં વર્ષો સુધી ગુંજતું રહ્યું અને અનેક વડીલ નાગરિકોને આજે પણ યાદ હશે કે, તે બજાજ કંપનીનું એક સ્કૂટર લેવા પાંચ હજાર રૂપિયા બુકિંગ એમાઉન્ટ આપતા હતા અને સ્કૂટર મેળવવા મહિનાઓ અને કેટલાક કિસ્સામાં તો વર્ષો સુધી રાહ જોવી પડતી હતી !

તે સમયે લોકો બહુ ઉત્સાહથી પોતાના પાડોશી, સગાં-સંબંધીઓને પોતાનું બજાજ સ્કૂટર બતાવતા હતા. સમય સાથે એક કંપની તરીકે બજાજે પોતાના બ્રાન્ડ નેમની સીમા વિસ્તારી વીજળીનાં ઉપકરણ અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો. આજે તેમને લાગે છે કે, ખાસ કરીને ટુ વ્હીલર અને તે પણ મોટરસાઇકલ માટે એક બ્રાન્ડ તરીકે તેની મહત્તા ઓછી થઈ ગઈ છે.

મોટરસાઇકલની શ્રેણીમાં તેના પલ્સર, બોક્સર અને ડિસ્કવર જેવી પ્રોડકટને બજાજ નામક જુની બ્રાન્ડ કરતાં વધારે લોકપ્રિયતા મળી છે. કંપની સાથે જોડાયેલા અનેક લોકો અને ખાસ કરીને એમડી રાજીવ બજાજને લાગે છે કે, આ નવી બ્રાન્ડમાં કરાયેલા રોકાણનું રિટર્ન પણ બજાજ કરતાં વધુ છે.

રાજીવનું માનવું છે કે, બીજાં નામો માટે ગ્રાહક વધારે પૈસા આપવા તૈયાર છે અને આ જ કારણે આ દિશામાં પગલું ભરવામાં આવ્યું છે. તેમનું સ્પષ્ટપણે માનવું છે કે, બજાજ નામ હવે ‘ગેરેજપ્ત જેવું થઈ ગયું છે. બીજી તરફ મારુતિ સુઝુકીના વરિષ્ઠ અધિકારીઓ કંપનીના માર્કેટ શેરની સતત થઈ રહેલી પડતી રોકવાનો માર્ગ શોધવા પોતાની સાઉથ દિલ્હી સ્થિત ઓફિસમાં મિટિંગો યોજી રહ્યા છે.

અનેક વર્ષો બાદ દેશમાં આ સૌથી મોટી કાર બનાવતી કંપનીના માર્કેટ શેર ટાટા નેનો, ફોર્ડ ફિગો, જીએમ બીટ અને હ્યૂન્ડાઇ આઇ-૨૦ જેવી કાર આવવાથી ૪૭ ટકા નીચે આવી ગયો છે.

જોકે કાર સેગમેન્ટમાં નવી નવી આવેલી બ્રાન્ડ્સને મારુતિ સુઝૂકી સુધી પહોંચવા માટે હજુ લાંબું અંતર કાપવું પડશે, પરંતુ કોઈ એ કહી નહીં શકે કે, તેનું મેનેજમેન્ટ બ્રાન્ડ નેમ ડ્રોપ કરીને કોઈ ફંકી પ્રકારનું નામ લઈને આવશે કે કેમ, જે યુવા પેઢીના ટેસ્ટના હિસાબે સૂટ કરતું હોય. એ તો સમય જ કહેશે કે, તેમનું હવે પછીનું પગલું શું હશે.

ફંડા એ છે કે, વ્યવસાય સફળતાપૂર્વક ચલાવવા માટે તેમાં સમયની જરૂરિયાત મુજબ ફેરફાર કરવા જરૂરી છે. જ્યાં સુધી વાત ફાયદાકારક વ્યવસાયની છે તો તેમાં ભાવનાઓ માટે કોઈ જગ્યા નથી હોતી.

No comments:

Post a Comment