August 20, 2010

સારી સેવા આપવા સ્ટાફને ખુશ રાખો

જોતમે દસ દિવસના વેકેશન પર જઈ રહ્યા છો તો તમને સ્ટેશન કે એરપોર્ટ સુધી મૂકવા આવતો કોઈ બકવાસ ટેક્સી ડ્રાઇવર, એરપોર્ટ પર હાજર સુરક્ષાકર્મી કે મુસાફરી દરમિયાન બાજુમાં બેઠેલો કોઈ ગંદો મુસાફર કે હોટલમાં મળેલું ખરાબ ખાવાનું સહિત કંઈ પણ તમારા વેકેશનની મજા બગાડી શકે છે. પરંતુ જો તમે ઇચ્છો છો કે તમારા ગ્રાહક દસ દિવસની રજાઓ બાદ ખુશનુમા યાદગીરી સાથે ઘરે પરત ફરે તો તે ખુશમિજાજી કર્મચારીઓના ટીમવર્ક દ્વારા જ થઈ શકે છે.

વર્જિન એરવેઝના ચેરમેન રિચર્ડ બ્રોન્સને આવા જ કિસ્સાનો ઉલ્લેખ કર્યો. વર્જિન એટલાિન્ટકની ઉચ્ચ શ્રેણીમાં મુસાફરી કરનાર એક ગ્રાહકને ન્યૂયોર્ક સિટી હોટલથી એરપોર્ટ જવાનું હતું, પરંતુ તેને લેવા લિમોઝિન ગાડી સમયસર ન પહોંચી શકી. થોડી રાહ જોયા બાદ તેણે એક ઘોડાગાડી પકડીને એરપોર્ટ જવા નિકળ્યા. તે સમયે ટ્રાફિક ઘણો હતો અને તે મુસાફર આખરે હાંફતાં-હાંફતાં એરપોર્ટ પહોંચ્યો. એરવેઝની એક મહિલા ક્રૂ મેમ્બરે તેની સ્થિતિ સમજીને તેને શાંત કરતાં આ દોડધામ બદલ માફી માગી.

એ મહિલાકર્મીએ મુસાફરને આશ્વસ્ત કર્યો કે તેની ફ્લાઇટ મિસ નહીં થાય અને તેણે તેને ૭૦ ડોલર પણ પરત કર્યા, જે તેણે ઘોડાગાડીવાળાને આપ્યા હતા. ત્યારબાદ મુસાફરને ફ્લાઇટ સુધી પહોંચાડવામાં મદદ કરી, જેનાથી ગ્રાહકને પણ સંતોષ થયો. ત્યારબાદ તે ક્રૂ કર્મચારી તેના બોસ પાસે ગઈ અને આખી વાત કહી. તે સાંભળીને બોસે તેની પીઠ થપથપાવી, પણ જ્યારે તેણે ૭૦ ડોલર માગ્યા તો અભિનંદન આપવાને બદલે બોસે ટેક્સીની રિસીપ્ટ માગી.

મહિલાકર્મીએ કહ્યું કે, ‘ગ્રાહક ગુસ્સામાં હતો અને રિસીપ્ટ માગી શકાય તેમ નહોતું.’ બોસે કહ્યું કે, ‘રિસીપ્ટ વિના તેનું પેમેન્ટ કેવી રીતે કરી શકાય.’ જ્યારે આ વાત એરપોર્ટ મેનેજર સુધી પહોંચી તો તેણે આરામથી તે મૂંઝવણ દૂર કરી દીધી. ધીમે ધીમે આ વાત રિચર્ડ બ્રોન્સનના કાને પહોંચી અને એકવાર તેઓ એરપોર્ટ પર ગયા ત્યારે તે મહિલા કર્મચારીને મળવાની ઇચ્છા દર્શાવી. જ્યારે મહિલાએ તેમને પૂછ્યું કે, તે તેમની શું મદદ કરી શકે છે તો રિચર્ડનું કહેવું હતું કે, ‘મારી પાસે ટેક્સીની રિસીપ્ટ નથી, આથી તમે મારી મદદ નહીં કરી શકો.’ તે મહિલાએ હળવા હાસ્ય સાથે આખી વાત કહી.

ફંડા એ છે કે, તમારો પ્રસન્નચિત સ્ટાફ ગ્રાહકોને પણ ખુશી આપી શકે છે, જેનાથી તે ભવિષ્યમાં પણ તમારી સાથે જોડાયેલા રહેશે. આથી તમારા સ્ટાફને સારા કામ માટે પ્રોત્સાહિત કરતા રહો

No comments:

Post a Comment