August 20, 2010

જેટલો ઓછો ભાવ, એટલો વધારે ફાયદો

છ મહિના અગાઉ જિલેટ બ્લેડ ગ્રૂપના એક ખૂબ વરિષ્ઠ અધિકારી પૂર્વ ભારતમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં ગયા અને પૂછ્યું કે, તે રોજ શેવ કરવા માટે કઈ બ્લેડનો ઉપયોગ કરે છે ? પરિવારની મુખ્ય વ્યક્તિનો જવાબ હતો કે, તે વર્ષોથી જિલેટ બ્લેડ વાપરે છે. અધિકારી બહુ ખુશ થયા.

જોકે તેમણે પરિવારને પોતાની ઓળખ ન જણાવી પરંતુ ચાની ચુસકીઓ લેતી વખતે તે અધિકારીને લાગ્યું કે, કદાચ તેમનો ગ્રાહક સાચું નથી બોલી રહ્યો. આથી તેમણે વિચાયું કે, ટોઇલેટમાં જઈને એ વાતની તપાસ કરી લે કે કઈ બ્લેડ ઉપયોગમાં લેવાય છે. અધિકારીની શંકા ખોટી નહોતી. જ્યારે તેમણે ટોઇલેટમાં રેઝર જોયું તો તે એક સામાન્ય રેઝર હતું. પૂછપરછમાં તેમને જાણવા મળ્યું કે, તે બ્રાન્ડ વાપરવાની તેમની ઇચ્છા હતી, પણ તે તેમના ખિસ્સાને પરવડતું નહોતું. કોણ જાણે છે કે આ મહિનાથી જિલેટ બ્લેડની કિંમતોમાં ઘટાડા પાછળ કદાચ આ ઘટના જવાબદાર હોય. ગયા મહિના સુધી આઠ બ્લેડ્સના એક સેટની કિંમત ૮૬૯ રૂપિયા હતી, તે આજે ૫૦૦ રૂપિયામાં વેચાઈ રહી છે.

એસી નેલ્સન કંપની દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર બિગ બજાર જેવા મોડર્ન રિટેલ સ્ટોર્સ આજે મોટા ભાગે કિંમતો વધારતા નથી પણ ઘટાડતા હોય છે. રિટેલની તાકાત એ વાતમાં છે કે, તમે કેટલા પ્રમાણમાં અને કેટલી સસ્તી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવો છો. બિગ બજારનું જ ઉદાહરણ લો, જે જે શહેરમાં તેના સ્ટોર્સ છે, ત્યાં કુલ વેચાણમાં ૩૩ ટકા હિસ્સો તેનો છે. તે પણ રિલાયન્સ અને બિરલાના મોર એન્ડ સ્પેન્સર જેવા પ્રતસ્પિધીઁઓ સામે ઝઝૂમીને. વસ્તુઓને સસ્તામાં વેચવાના આ પગલાંથી અનેક શહેરમાં કરિયાણા સ્ટોર્સ કિંમત ન ઘટાડવાના પોતાના જક્કી વલણને કારણે ખરાબ રીતે પ્રભાવિત છે.

કિંમત ઘટાડી પ્રોડક્ટને સસ્તામાં વેચવાનો અર્થ એ નથી કે, ઊતરતી કક્ષાનો માલ વેચવો. મેનેજમેન્ટ ગુરુ સ્વર્ગીય સીકે પ્રહ્લાદે કહ્યું હતું કે, બિઝનેસ પિરામિડના મૂળમાં હોય છે. સેગમન્ટનો સૌથી નીચેના ભાગનો આધાર પહોળો હોય છે અને તે અનેક પ્રકારની પ્રોડક્ટ ખરીદવા માગે છે, પરંતુ કિંમતને કારણે તે ચિંતિત હોય છે. જ્યારે તમે કિંમત થોડી ઘટાડી દો છો તો આ લોકો પણ થોડો વધારે ખર્ચ કરીને પોતાની ઇચ્છા પૂરી કરવા માગે છે.

ફંડા એ છે કે, જો તમે વાસ્તવમાં વધારે નફો રળવા માગતા હો તો પ્રોડક્ટની કિંમત શક્ય હોય તેટલી ઓછી રાખો, જેથી વધારે ને વધારે લોકો ખરીદી માટે પ્રેરિત થાય

No comments:

Post a Comment