August 21, 2010

જનોઇ શા માટે ધારણ કરાય છે ?

જનોઈનું મહત્ત્વનું અંગ ગાયત્રી મંત્રની દીક્ષા છે. એ જ મંત્ર સર્વોત્તમ પ્રાર્થના છે. સમસ્ત સૃષ્ટિના આત્મા અને ચાલક એવા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૃપ ભગવાન સૂર્યનારાયણનો પાવનકારી પ્રકાશ આપણી બુદ્ધિને વિચારોને પ્રેરે એ જ આ મંત્રનો અર્થ અને ઉદ્દેશ છે.

આપણા પૂર્વજોએ પ્રત્યેક વ્યવહારને સંસ્કારનું સ્વરૃપ આપેલું છે. જનોઈ કે ઉપનયન કે યજ્ઞાોપવીત એ સંસ્કાર છે. આનો અર્થ યજ્ઞા+ઉપવીત = યજ્ઞાને પ્રાપ્ત કરાવનાર કે બ્રહ્મતત્ત્વનો બોધ કરાવનાર છે, આને ઉપનયન સંસ્કાર પણ કહે છે. યજ્ઞાોપવીતને "બ્રહ્મસૂત્ર" પણ કહેવાય છે. આ યજ્ઞાોપવીત શબ્દનો અપભ્રંશ ‘જનોઈ’ કરી નાખ્યો છે. ‘બ્રહ્મસૂત્ર’ એટલે બ્રહ્મતત્ત્વ અને વેદજ્ઞાાનની સૂચના આપે છે તે.

યજ્ઞાોપવીત (જનોઈ) બનાવવાની વિશેષ વિધિ હોય છે. શુદ્ધ દેહ અને શુદ્ધ વસ્ત્રના થઈ ગાયત્રી મંત્ર ધીમે ધીમે રટતા રટતા શુદ્ધ કપાસમાંથી તંતુ (તાર) વણવામાં આવે છે. તે તારને જમણા હાથના ચાર આંગળા પર ૯૬ વાર વીંટવાના હોય છે. ત્યારપછી તેને ત્રણ ગણા કરીને વળ ચઢાવવામાં આવે છે. પછી તેની યજ્ઞાોપવીત બનાવાય છે. તેમાં ‘ત્રણ તાર’ એ ગાયત્રી મંત્રના ‘ત્રણ વાદ’ (ચરણ) છે. ત્રણ નાની ગ્રંથિ એ ત્રણ ‘વ્યાહુતિ’ છે અને એક મોટી ગ્રંથિ એ‘પ્રણવત’ એ ઓમકાર છે. આવી રીતે આ ‘યજ્ઞાોપવીત’ (જનોઈ) એ વેદમાતા ગાયત્રીની ર્મૂિત (સ્થૂળસ્વરૃપ) છે.

વેદકાળમાં ર્મૂિતપૂજા અને મંદિરો ન હતાં તેથી દેહને દેવાલય અને યજ્ઞાોપવીતને ગાયત્રીની ર્મૂિત માનીને તે દેહમંદિરના શિખર પરની ધજારૃપે સાડા ત્રણ આંટાની ઓમકાર રૃપિણી શિખા (ચોટલી) રાખવામાં આવતી. આ યજ્ઞાોપવીત અને શિખાશી વૈદિક નિત્ય નૈમિત્તિક ધર્મકાર્યો કરવામાં આવતાં.

આર્ય સંસ્કૃતિનો આ મહામંત્ર છે કે તે પ્રકાશથી પૂજાય છે. જ્ઞાાનની ઉપાસના છે અને વેદશાસ્ત્રનો સાર છે. તેનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, બ્રહ્મતેજનો લાભ થાય છે. જનોઈનું મહત્ત્વનું અંગ ગાયત્રી મંત્રની દીક્ષા છે. એ જ મંત્ર સર્વોત્તમ પ્રાર્થના છે. સમસ્ત સૃષ્ટિના આત્મા અને ચાલક એવા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૃપ ભગવાન સૂર્યનારાયણનો પાવનકારી પ્રકાશ આપણી બુદ્ધિને વિચારોને પ્રેરે એ જ આ મંત્રનો અર્થ અને ઉદ્દેશ છે.

જનોઈના નવ તાંતણા બહુ પવિત્ર છે, કેમ કે પ્રથમ તંતુ ઉપર ઓમકાર બીજા ઉપર અગ્નિ,ત્રીજા ઉપર નાગ, ચોથા ઉપર સોમ પછી પિતૃઓ, પ્રજાપતિ, વાયુ, યમ અને છેલ્લા નવમા ઉપર વિશ્વ દેવતાઓ બિરાજમાન છે. આમ શરીર ઉપર નવ દેવતાઓનું શાસન ચાલે છે. આમ માનવીને સતત પ્રભુનું સાંનિધ્ય મળે છે.

સંસ્કાર વિધિ પ્રમાણે જે દ્વિજે યજ્ઞાોપવીત ધારણ કર્યું હોય અને જ્યારે નવું યજ્ઞાોપવીત ધારણ કરવાનું હોય ત્યારે નીચે જણાવ્યા મુજબનું નવું યજ્ઞાોપવીત ધારણ કરવું. અને ગ્રહણની સમાપ્તિ, સૂતક ઉતાર્યા બાદ તથા ચાર માસે અથવા જનોઈ આકસ્મિક રીતે તૂટી જાય ત્યારે કે એવે બીજે પ્રસંગે નવી જનોઈ ધારણ કરવી. જ્યાં પવિત્રતા નથી ત્યાં તેજસ્વિતા ક્યાંથી આવે?માટે યજ્ઞાોપવીતનો અર્થ શું છે તે સમજવો જોઈએ.

ઓમ યજ્ઞોપવીત ।। યજ્ઞોપવીત પરમ પવિત્ર છે. પૂર્વે પ્રજાપતિ અર્થાત્ વિશ્વકર્માની સાથે યજ્ઞાોપવીત ઉત્પન્ન થયું છે. તે આયુષ્ય, બળ, તેજ તથા સર્વમાં શ્રેષ્ઠતા આપનાર અંતઃકરણને શુદ્ધ કરનાર જ્ઞાાનરૃપ યજ્ઞાોયવીતને હું ધારણ કરું છું. તેના દ્વારા તને યજ્ઞાની પાસે લઈ જાઉં છું. માટે યજ્ઞાોપવીત ધારણ કરવાની આવશ્યકતા ખૂબ જ છે. શિખા અને જનોઈ વગર દ્વિજને એક ઘડી પણ ચાલી શકે તેમ નથી, તે ન હોય તો વૈદિક કર્મ કરવાનો અધિકાર રહેતો નથી. યજ્ઞાોપવીતના પ્રતાપથી તેજસ્વી કર્મોથી જીવન આનંદમય બની તે દીર્ઘકાળ સુધી સમાજને અને રાષ્ટ્રને ઉપકારી બને છે.

આશ્વમ્ય પ્રાણાનામ્ય ।। આગમન પ્રાણાયામ તથા દેશકાલનું ઉચ્ચારણ કરી સંકલ્પ કરવો. અધેયત્યાધિ મમ શ્રોતસ્માર્તકર્મા નુંષ્ઠાન સિદ્ધયર્થ નવીન યજ્ઞાોપવીત ।।

ધારણણં હું કરિષ્યે ।।

એમ બોલી સંકલ્પ કરવો. પછી જનોઈ હાથમાં લઈ તેનું જલથી પ્રક્ષાલન કરી પછી દશ ગાયત્રી મંત્ર વડે જળનું અભિમંત્રણ કરીને જળથી પ્રોક્ષણ કરવું. પછી જનોઈના નવ તંતુને વિશેષ નવા દેવોનું આવાહન કરી પૂજન કરવું. ત્યારબાદ બંને હાથના અંગૂઠા, તર્જની તથા મધ્યમા અને કનિષ્ઠિકાની વચ્ચે જનોઈ રાખી બંને હાથ ઊંચા કરી ઓમ તશ્વક્ષદથદૈવાં એ મંત્ર બોલી જનોઈ શ્રી સૂર્યદેવને દેખાડવી. પછી ગાયત્રી મંત્ર બોલી જનોઈ ધારણ કરવી. ગાયત્રી મંત્રનો દશવાર જાપ કરી જૂની ઉપવીત શિરોમાર્ગથી કાઢી નાખવી પછી જનોઈને જળમાં પધરાવવી.

જનોઈનું મહત્ત્વ

દરેક વ્યક્તિના માથે દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ હોય છે. તે ત્રણ ઋણમાંથી મુક્ત થવાનો હંમેશાં પ્રયત્ન કરવાનો છે અને તેની યાદ તાજી રહે તે માટે જનોઈ ધારણ કરવી. હિન્દુઓનું અદ્વિતીય પ્રાચીન ર્ધાિમક ચિહ્ન જનોઈ છે. જનોઈના ત્રણ તાર ઉપરોક્ત ત્રણ ઋણ દર્શાવે છે. જે તારમાં બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશનો વાસ છે.

જે ત્રણ આશ્રમો બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાન પ્રસ્થાન સુધી ધારણ કરવી. ચોથો આશ્રમ સંન્યાસ આશ્રમ, જેમાં જનોઈના ત્રણ તારની ગાંઠ ઉપરથી ધારણ કરવાનો જીવનનો ઉદ્દેશ દર્શાવે છે.

જનોઈ બદલવી

શ્રાવણ માસની પૂનમ રક્ષાબંધનના દિવસે જનોઈ બદલાવી. કૌટુંબિક સૂતકના પ્રસંગે સૂતક પૂરા થયે જનોઈ બદલવી. કોઈના અગ્નિ સંસ્કારમાં ગયા હોય તો સ્મશાનથી પાછા આવ્યા પછી સ્નાન કરી જનોઈ સૂર્યદેવની સામે રાખી બે હાથ અંગુઠા અને ટચલી આંગળીમાં જનોઈ પરોવી હાથ ઊંચા કરી શ્લોક બોલી ડાબા ખભા ઉપર જનોઈ ધારણ કરવી.

પવિત્રતા

જનોઈને પવિત્ર રાખવા મળ-મૂત્રાદિ ત્યાગ કરતી વખતે ડાબા ખભાથી લઈ જમણા કાન ઉપર ચઢાવવામાં આવે છે, જેથી જનોઈનો નીચેનો છેડો આપણા શરીરની નાભિથી ઉપર રહે અને જનોઈ અપવિત્ર ન થાય

2 comments:

  1. Very Good and Highly informative Article.BPN Vyas

    ReplyDelete
    Replies
    1. Thank you very much Mr. Vyas for your feedback.

      Delete