August 21, 2010

શિવજી અનેક નામ, અગણિત કામ

શ્રાવણ માસ આપણને શિવજીની નજીક લઈ જઈને પોતાની પવિત્રતાના પુરાવા આપે છે. શિવજીનું નામ પડતાં જ સમસ્ત સૃષ્ટિને આપોઆપ કલ્યાણનો અહેસાસ થવા લાગે છે. શિવ સર્વત્ર વ્યાપ્ત છે. ભોળાનાથે જુદાં-જુદાં સ્વરૃપ થકી મનુષ્યના કલ્યાણના અનેક કાર્યો હાથ ધરેલાં છે. શિવનાં અનેક રૃપો થકી તેમની આગવી ઓળખ પ્રસ્થાપિત થાય છે. શિવજીના અલગ અલગ રૃપની સાથે તેમનાં નામ પણ અનેક છે. અનેક નામધારી શિવજીના ભાગે અગણિત કામ બોલે છે. પવિત્ર શ્રાવણ માસમાં નિરામય, નિરાકાર શિવની આરાધના કરીને તેમની કૃપા મેળવી શકાય છે.

સૃષ્ટિની રચના કરવી, સૃષ્ટિનું ભરણ-પોષણ કરવું, સૃષ્ટિનો વિનાશ કરવો, સૃષ્ટિમાં પરિવર્તનશીલતા જાળવી રાખવી અને સૃષ્ટિથી મુક્તિ પ્રદાન કરવી. એવું કહેવામાં આવે છે કે સૃષ્ટિના સંચાલન માટે શિવજીએ આઠ સ્વરૃપ ધારણ કર્યાં છે. ચરાચર વિશ્વને પૃથ્વીરૃપ ધારણ કરતા શર્વ અથવા સર્વ છે. સૃષ્ટિને સંજીવન પ્રદાન કરનારા જળમય રૃપમાં પણ તેઓ છે. પૃથ્વીની અંદર અને બહાર રહીને સૃષ્ટિને સ્પંદિત કરનારું તેમનું રૃપ ઉગ્ર છે. બધાંને અવકાશ આપનાર, નૃપોના સમૂહના ભેદક સર્વવ્યાપી તેમનું આકાશાત્મક રૃપ ભીમ કહેવાય છે.

શિવનો મહિમા અનંત છે. તેમનાં રૃપ-રંગ અને ગુણ અનન્ય છે. સમગ્ર સૃષ્ટિ શિવમય છે. સૃષ્ટિથી પૂર્વ શિવ છે અને સૃષ્ટિના વિનાશ પછી માત્ર શિવ જ શેષ રહે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી, પરંતુ જ્યારે સૃષ્ટિનો વિસ્તાર કરવાનું શક્ય ન બન્યું ત્યારે બ્રહ્માએ શિવજીનું ધ્યાન ધર્યંુ અને ઘોર તપસ્યા કરી. શિવજી અર્ધનારીશ્વર સ્વરૃપે પ્રગટ થયા. તેમણે પોતાના શરીરના અર્ધ ભાગમાંથી શિવા (શક્તિ અથવા દેવી)ને અલગ કરી દીધો. શિવને પ્રકૃતિ, ગુણમયીમાયા અને ર્નિવકાર બુદ્ધિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને અંબિકા, સર્વલોકેશ્વરી, ત્રિદેવ જનની, નિત્ય તથા મૂળ પ્રકૃતિ પણ કહે છે. સૃષ્ટિની રચના માટે શિવ બે ભાગમાં વિભક્ત થઈ ગયા, કારણ કે બંને વિના સૃષ્ટિની રચના અસંભવ છે. શિવજીએ શિશ પર ગંગા અને લલાટ પર ચંદ્રમા ધારણ કરેલ છે. તેમનાં પાંચ મુખ પૂર્વા, પશ્ચિમા, ઉત્તરા,દક્ષિણા તથા ઉધ્વાજો ક્રમશઃ હરિત, રક્ત, ધૂમ્ર, નીલ અને પીત વર્ણના માનવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસ હાથોમાં અભય શૂલ, વજ્ર, ટંક, પાશ, અંકુશ, ખડગ, ઘંટ, નાદ અને અગ્નિ આયુધ છે. તેમને ત્રણ નેત્ર છે. તેઓ ત્રિશૂળધારી, પ્રસન્નચિત્ત, કપૂર ગૌર અને ભસ્માસક્ત કાલસ્વરૃપ ભગવાન છે. તેમની ભુજાઓમાં તમોગુણ નાશક સર્પ લટકે છે. શિવ પાંચ પ્રકારનાં કાર્ય કરે છે, જે જ્ઞાનમય છે. સૃષ્ટિની રચના કરવી, સૃષ્ટિનું ભરણ-પોષણ કરવું, સૃષ્ટિનો વિનાશ કરવો, સૃષ્ટિમાં પરિવર્તનશીલતા જાળવી રાખવી અને સૃષ્ટિથી મુક્તિ પ્રદાન કરવી. એવું કહેવામાં આવે છે કે સૃષ્ટિના સંચાલન માટે શિવજીએ આઠ સ્વરૃપ ધારણ કર્યાં છે. ચરાચર વિશ્વને પૃથ્વીરૃપ ધારણ કરતા શર્વ અથવા સર્વ છે. સૃષ્ટિને સંજીવન પ્રદાન કરનારા જળમય રૃપમાં પણ તેઓ છે. પૃથ્વીની અંદર અને બહાર રહીને સૃષ્ટિને સ્પંદિત કરનારું તેમનું રૃપ ઉગ્ર છે. બધાંને અવકાશ આપનાર, નૃપોના સમૂહના ભેદક સર્વવ્યાપી તેમનું આકાશાત્મક રૃપ ભીમ કહેવાય છે. સંપૂર્ણ આત્માઓના અધિષ્ઠાતા, સંપૂર્ણ ક્ષેત્રવાસી, પશુઓના પાપને કાપનાર શિવનું એક રૃપ પશુપતિ છે. સૂર્યસ્વરૃપે આકાશમાં વ્યાપ્ત સમગ્ર સૃષ્ટિમાં પ્રકાશ પાથરનારા શિવજીના સ્વરૃપને ઈશાન કહેવામાં આવે છે. રાત્રે ચંદ્રમા સ્વરૃપે પોતાનાં કિરણોથી સૃષ્ટિ પર અમૃતવર્ષા કરતો પ્રકાશ અને તૃપ્તિ પ્રદાન કરનારું તેમનું સ્વરૃપ મહાદેવ છે. શિવનું જીવાત્મા સ્વરૃપ રુદ્ર કહેવાય છે. સૃષ્ટિના આરંભ અને વિનાશ સમયે રુદ્ર જ શેષ રહે છે. સૃષ્ટિ અને પ્રલય, પ્રલય અને સૃષ્ટિના મધ્યે તેઓ નૃત્ય કરે છે. જ્યારે સૂર્ય ડૂબી જાય છે, પ્રકાશ ચાલ્યો જાય છે, છાયા પણ સાથ છોડી દે છે અને જળ નિરવ થઈ જાય છે તે સમયે તેમના નૃત્યનો આરંભ થાય છે. ત્યારે અંધકાર સમાપ્ત થઈ જાય છે અને એવું પણ માનવામાં આવે છે કે તે નૃત્યથી જે આનંદ ઉત્પન્ન થાય છે તે જ ઇશ્વરીય આનંદ છે.

શિવ, મહેશ્વર, રુદ્ર, પિતામહ, વિષ્ણુ, સંસાર વૈદ્ય, સર્વજ્ઞા અને પરમાત્મા તેમનાં આઠ નામ છે. ત્રેવીસ તત્ત્વોની બહાર પ્રકૃતિ, પ્રકૃતિની બહાર પુરુષ અને પુરુષમાંથી બહાર હોવાને કારણે તેઓ મહેશ્વર છે. પ્રકૃતિ અને પુરુષ એ બંને શિવથી વશીભૂત છે. દુઃખ તથા દુઃખનાં કારણોને દૂર કરવાને લીધે તેઓ રુદ્ર કહેવાય છે. જગતના ર્મૂતમાન પિતા હોવાને કારણે તેઓ પિતામહ,સર્વવ્યાપી હોવાને કારણે વિષ્ણુ, માનવીના ભવ રોગ દૂર કરવાને કારણે સંસાર વૈદ્ય અને સંસારના સમસ્ત કાર્ય જાણવાને કારણે તેઓ સર્વજ્ઞા કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે સૃષ્ટિના આદિમાં મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ શિવનું બ્રહ્મથી રુદ્ર સ્વરૃપમાં અવતરણ થયું. આ જ દિવસે પ્રલયના સમયે પ્રદોષ સ્થિતિમાં શિવજીએ તાંડવ નૃત્ય કરતાં કરતાં સંપૂર્ણ બ્રહ્માંડને પોતાના ત્રીજા નેત્રની જ્વાળાઓથી નષ્ટ કરી દીધું. આથી મહાશિવરાત્રી અથવા કાલરાત્રિને પર્વના રૃપમાં મનાવવાની પ્રથાનું પ્રચલન છે.

ભોળાનાથનું વિરાટ સ્વરૃપ
ભગવાન શિવને આપણે જગત પિતાના નામથી બોલાવીએ છીએ. ભગવાન શિવને સર્વવ્યાપી તથા લોકકલ્યાણના પ્રતીક માનવામાં આવે છે જે પૂર્ણ બ્રહ્મ છે. ધર્મશાસ્ત્રોના જ્ઞાતાઓ એવું માને છે કે શિવ શબ્દની ઉત્પત્તિ જોતાં તેનો એક અર્થ થાય છે બધાંને પ્રેમ કરનાર અને જેને બધાં જ પ્રેમ કરે છે. શિવ શબ્દનું ધ્યાનમાત્ર પણ સૌને અખંડ આનંદ, પરમ મંગળ, પરમ કલ્યાણ આપે છે.શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં ભગવાન શિવના અનેક જ્યોર્તિંલગ સોમનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર વગેરે છે. તે દેશના જુદા જુદા ભોગોમાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં સ્થિત છે. શિવને ઉદાર હૃદય અર્થાત્ ભોલે ભંડારી કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચન કરતાં પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણીમાત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ, સુખ પ્રદાન કરે છે. માનવજાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે. આથી ભગવાન શિવના સ્વરૃપને જાણવું દરેક વ્યક્તિ માટે જરૃરી છે. તેમનું સ્વરૃપ અદ્ભુત છે.

જટાઓઃ શિવને અંતરિક્ષના દેવતા કહેવામાં આવે છે. આથી આકાશ તેમની જટાસ્વરૃપ છે. જટાઓ વાયુમંડળનું પ્રતીક છે.
ચંદ્રઃ ચંદ્રમા મનનું પ્રતીક છે. શિવનું મન ભોળું, નિર્મળ, પવિત્ર, સશક્ત છે, તેમનો વિવેક હંમેશાં જાગૃત રહે છે. શિવજીનો ચંદ્રમા ઉજ્જવળ છે.
ત્રિનેત્રઃ શિવજીને ત્રિલોચન પણ કહેવામાં આવે છે. શિવના આ ત્રણ નેત્ર સત્ત્વ, રજ, તમ ત્રણ ગુણો ભૂત, વર્તમાન, ભવિષ્ય, ત્રણ લોકો સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોકનું પ્રતીક છે.
સર્પઃ ગળામાં સર્પનો હાર સર્પ દેવ ક્રૂર તથા હિંસક જીવ મહાકાલને આધીન છે. સર્પ તમોગુણી તથા સંહારક વૃત્તિના જીવ છે, જેને શિવે પોતાના આધીન રાખ્યો છે.
ત્રિશૂળઃ શિવના હાથમાં એક મારક શસ્ત્ર છે. ત્રિશુળ સૃષ્ટિના માનવીઓનાં ભૌતિક, દૈવિક,આધ્યાત્મિક એમ ત્રણે પ્રકારનાં પાપોને નષ્ટ કરે છે.
ડમરુઃ શિવજીના એક હાથમાં ડમરુ છે, જેને તેઓ તાંડવ નૃત્ય કરતી વખતે વગાડે છે. ડમરુમો નાદ જ બ્રહ્મરૃપ છે.
મુંડમાળા : શિવજીના ગળામાં મુડમાળા છે જે એ વાતનું પ્રતીક છે કે શિવે મૃત્યુને પણ પોતાના વશમાં કરી રાખ્યું છે.
ચર્મ : ભોળાનાથના શરીર પર વ્યાઘ્ર (વાઘ) ચર્મ છે. વાઘ હિંસા તથા અહંકારનું પ્રતીક માનવામાં આવે છે. તેનો અર્થ છે કે શિવજીએ હિંસા તથા અહંકારનું દમન કરીને પોતાની નીચે દબાવી દીધું છે.
ભસ્મઃ શંકરના શરીર પર ભસ્મ લગાવેલી છે. શિવલિંગનો અભિષેક પણ ભસ્મ દ્વારા કરવામાં આવે છે. ભસ્મનો લેપ દર્શાવે છે કે આ સંસાર નશ્વર છે અને શરીર નશ્વરતાનું પ્રતીક છે.
નંદી : ભગવાન આષુતોષનું વાહન નંદી છે. જે હંમેશાં શિવજીની સાથે રહે છે. મહાદેવ ચાર પગવાળા બળદની-નંદીની સવારી કરે છે. તે સૂચવે છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ તેમને આધીન છે. સાર રૃપમાં શિવનું સ્વરૃપ વિરાટ અને અનંત છે. શિવની મહિમા અપરંપાર છે. તેમના ઓમકારમા જ સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે.
મહામૃત્યુંજય
ભગવાન મૃત્યુંજય પોતાના ઉપર બે હાથમાં સ્થિત બે કળશો દ્વારા પોતાના શીશ પર અમૃત જળ સીંચી રહ્યા છે. પોતાના બે હાથોમાં ક્રમશઃ મૃગમુદ્રા અને રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. બે હાથમાં અમૃત કળશ ધારણ કરેલા છે અને બાકીના હાથ દ્વારા અમૃત કળશને ઢાંકેલો છે. આ પ્રમાણે આઠ હાથોથી યુક્ત, કૈલાસ પર્વત પર સ્થિત, સ્વચ્છ કમળ પર બિરાજમાન, લલાટ પર બાળચંદ્રનો મુકુટ ધારણ કરેલ ત્રિનેત્ર, મૃત્યુંજય મહાદેવનું ધ્યાન કરવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિને મૃત્યુનો ભય રહેતો નથી.

પંચમુખી શિવ
જે ભગવાન શંકરની ઉપરની બાજુ ગજમુક્તા સમાન કિંચિત શ્વેત-પીત વર્ણ, પૂર્વની તરફ સુવર્ણ સમાન પીતવર્ણ, દક્ષિણ તરફ સજળ મેઘ સમાન સઘન નીલવર્ણ, પશ્ચિમ તરફ સ્ફટિક સમાન શુભ્ર ઉજ્જવળ વર્ણ તથા ઉત્તર તરફ જપાપુષ્પ અથવા પ્રવાલ સમાન રક્ત વર્ણના પાંચ મુખ છે.

હરિહર શિવ
એક વાર બધા જ દેવતાઓ મળીને સંપૂર્ણ જગતના અશાંત હોવાનું કારણ જાણવા માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર તો માત્ર ભોળાનાથ જ આપી શકે છે. બધા જ દેવતા વિષ્ણુ ભગવાનને સાથે લઇને શિવજીને શોધવા માટે મંદર પર્વત પર ગયા. ત્યાં ભગવાન ભોળાનાથ હોવાં છતાં પણ દેવતાઓને તેમનાં દર્શન થતા ન હતાં. પાર્વતીજીનો ગર્ભ નષ્ટ કરવાને કારણે દેવતાઓને મહાપાપ લાગ્યું હતું અને આ જ કારણસર તેવું થઇ રહ્યું હતું. આથી વિષ્ણુ ભગવાને બધા જ દેવતાઓને શિવજીને પ્રસન્ન કરવા માટે તત્પકૃચ્છ વ્રત કરવા કહ્યું. તેની વિધિ પણ ભગવાન વિષ્ણુએ જણાવી. બધા જ દેવતાઓએ આ વ્રત કર્યું. તેના ફળસ્વરૃપ બધા જ દેવતાઓ પાપમુક્ત થઇ ગયા. ફરીથી દેવતાઓને ભગવાન શંકરનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. દેવતાઓની ઇચ્છા જાણીને વિષ્ણુ ભગવાને પોતાના હૃદયકમળમાં વિશ્રામ કરનારા ભગવાન શંકરના લિંગનાં દર્શન કરાવ્યાં. હવે બધા જ દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે સત્ત્વગુણી વિષ્ણુ અને તમોગુણી શંકર વચ્ચે આ એકતા કેવી રીતે થઇ. દેવતાઓને આ વિચાર જાણીને વિષ્ણુજીએ તેમને પોતાના હરિહરાત્મક રૃપનાં દર્શન કરાવ્યાં. દેવતાઓએ એક જ શરીરમાં ભગવાન વિષ્ણુ અને ભોળાનાથ શંકર અર્થાત્ હરિ અને હરના એકસાથે દર્શન કરીને તેમની સ્તુતિ કરી

No comments:

Post a Comment