August 20, 2010

પોઝિટિવ થિંકિંગ

પોઝિટિવ થિંકિંગ (સફલતા કા સૂત્ર)

લે.: જોગિન્દરસિંહ
પ્રકાશક : ફ્યૂઝન બૂકસ
કિં. : ૧૧૦/-

વિચારો બદલવાની વાત તો ઘણાના મોંએથી સાંભળવા મળતી હોય છે પણ સીબીઆઈના ભૂતપૂર્વ ડાયરેક્ટર દ્ધારા અપાતી જિંદગીની દિશા બદલી નાખનારી શિખામણનું જરા જુદું મહત્વ હોય છે. પાણીનો પ્યાલો અડધો ભરેલો હોય ત્યારે એ અડધો ખાલી હોવાની કાગારોળ મચાવવાને બદલે એમાંના પાણીનો સદુપયોગ કરવાનું વિચારે એની તરસ છીપાઈ શકે છે અને કાગારોળ કરનારા તરસે મરતા હોય છે.

જિંદગીનું પણ કંઈક આવું જ છે. સકારાત્મક વિચારો ઘણી અધૂરપોમાંથી રસ્તો કાઢીને આપણને આગળ લઈ જાય છે. સફળતાનાં શિખરો સર કરવા માટે પોઝિટિવ થિંકિંગના માર્ગે કઈ રીતે આગળ વધવું એનો માર્ગ આ પુસ્તક બતાવે છે. તેમાં સફળતાની ફોર્મ્યૂલા, સફળતા માટે કેન્દ્રિતતા, નાનાં ડગલાં, મોટી સફળતા, વ્યક્તિત્વવિકાસ, વિચારો પર કાબૂ, આત્મસન્માન, લક્ષ્યાંકો, પ્રસન્નાતા, સાચો નિર્ણય, સાચો વિચાર વગેરે જેવા અનેક વિષયોની સચોટ અને રસપ્રદ છણાવટ કરાઈ છે.

સીબીઆઈમાં પોતાની કામગીરી અને એ સિવાય જિંદગીના અનુભવોને ટાંકીને લેખકે પુસ્તકને વધુ વિશ્વસનીય પણ બનાવી જાણ્યું છે. આ પુસ્તકનો પૈગામ છે કે વિચારો, યોજના બનાવો, તેના કામમાં લાગી જાવ અને સફળ થાવ

No comments:

Post a Comment