March 30, 2013

સફળતાના સોપાન તમારા હાથમાં


સફળ વ્યક્તિઓને એવી કંઈ વસ્તુ ચડિયાતી બનાવે છે ? શા માટે અમુક લોકો રોકેટની ગતિથી આગળ વધતા હોય છે ? સામાન્ય માનવી એને નસીબ, તક કે ભગવાનના આશીર્વાદ તરીકે ગણાવી શકે પણ શાણો માણસ તેને અનુભવ અને પ્લાનિંગનું નામ આપી શકે. પોતાના વ્યક્તિત્વને એક લીડરની હરોળમાં મુકવી સહેલું કામ નથીમૂળભૂત સ્વભાવ બદલવો અઘરું, વધારે સમય લેનારું અને ક્યારેક ગમતું કામ છે. પરંતુ તમારા સ્વભાવમાં અમુક બદલાવ લાવીને તમે એક સફળ નેતા તરીકે કંપનીમાં અનેરું સ્થાન જમાવી શકો છો.

જવાબદારી સ્વીકારો: જો તમે વિચારશો કે હું કરી શકીશ નહિ તો તમે ચોક્કસપણે નહિ કરી શકો. તમારી આવડત અને કાર્યક્ષમતાને પારખો અને જવાબદારીયુક્ત નેતૃત્વ સ્વીકારતા શીખો.  તાજેતરમાં રતન ટાટાએ પોતાના અનુગામીની પસંદગી તરીકે સાયરસ મિસ્ત્રીને વાત કરી તો તેમણે રતન ટાટાની વાતને એકદમ જવાબદારીપૂર્વક સ્વીકારી લીધી અને આજે તે આખા ટાટા સમૂહના વડા છે.

ધીરજ રાખો: હકારાત્મક, જવાબ હંમેશા સમય માંગે છે. યોગ્ય નિર્ણય, યોગ્ય સમયે લેવામાં આવતો હોય છે તેમ છતાં અમુક લોકો નકામી ઉતાવળ કરીને કામને બગાડી દેતા હોય છે. જેમ કે, કોઈ વ્યક્તિને કંપની દ્વારા જણાવવામાં આવે કે તમારું ઇન્ટરવ્યુ તારીખે લેવામાં આવશે અને જો એક - બે દિવસ મોડું થાય તો ઘણી વખત ઉમેદવાર ફોન ઉપર ફોન કરીને કંપનીએ પરેશાન કરે છે અને તેના પરિણામે કદાચ વ્યક્તિની બાજી બગડવાની સંભાવના વધુ પ્રમાણમાં રહે છે.

અઘરા કામોને પ્રથમ સ્વીકારો: આજના લોકોની કાર્યક્ષમતા અને વિચારવાની દ્રષ્ટિમાં પરિવર્તનશીલતા જોવા મળે છે. વાસ્તવિક પરિવર્તન હંમેશા સાચું કામ હાથમાં લે છે. જયારે પણ કામની ગોઠવણ કરો ત્યારે અઘરામાં અઘરું કામ મને મળશે તેવી ધારણા પહેલેથી જ રાખો જેથી કરીને જો કામ યોગ્ય રીતે પૂર્ણ કરી શકો તો તમને અફસોસ રહે.  હિન્દી ફિલ્મના એક્ટર રણબીર કપૂરને એક મેગેઝીનના ઈન્ટરવ્યું માં પૂછવામાં આવ્યું હતું કે, તમે કરેલી ફિલ્મોમાંથી કઈ ફિલ્મમાં તમારો અભિનય સૌથી વધારે અઘરો લાગ્યોરણબીર કપૂરે જવાબ આપ્યો કે હજુ સુધી હું પ્રકારના રોલની શોધમાં છું.

વિચલિત કરી મુકે તેવા કામ પડતા મુકો: ઘણી વખત કોઈ અગત્યનું કામ કરતી વખતે તમને એવો અનુભવ થતો હશે કે અચાનક કોઈ કામ આવી પડે અને તમારું આખું ધ્યાન બીજી જગ્યાએ જતું રહે અને પછી એવું બને કે તમે બાજુના રહો કે પેલી બાજુના. આવા સંજોગોમાં તમારા કામને ક્રમ આપતા શીખો. મહાભારતનો અર્જુન જો ધારેત તો એક સાથે બંને આંખ વીંધી શકે તેમ હતો તેમ છતાં તેમને જયારે પૂછવામાં આવ્યું કે તને શું દેખાય છે ત્યારે તેમણે કહ્યું કે મને પક્ષીની માત્ર એક આંખ દેખાય છે. ઘણા મેનેજમેન્ટ ગુરુઓ એમ કહે છે કે મલ્ટીપલ (એક કરતા વધારે) કામ એક સાથે કરવાની આદત પાડો જેથી તમારી કામની સ્પીડમાં વધારો થાય પરંતુ એનાથી તમે ક્યારેક મુશેક્લીમાં મુકાઈ શકો. માટે  એક સમયે એક કામ કરો

જાળવી રાખો : મોટાભાગના લોકોની સમસ્યા કામ શરુ કંઈ રીતે કરવું તે નહિ પણ કામને કેમ જાળવી રાખવું તે હોય છે અને આમાંના ઘણા ખરા લોકો નવું કામ આવવાની સાથે પહેલું કામ અધૂરું મુકીને નિષ્ફળતાને આમંત્રણ આપે છે અને જયારે ટેવ વધારે પડતી થઇ જાય છે ત્યારે તેણે નોકરીમાંથી અલગ થઇ જવાનો વારો આવે છે. આનું ઉત્તમ ઉદાહરણ છે ફિલ્મ એક્ટર આમીર ખાન જે હંમેશા પોતાની ચોકસાઈ અને સંપૂર્ણતાને યોગ્ય ક્રમ આપે છે. જે લોકો પોતાનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી એને જાળવી રાખે છે તેને યોગ્ય સમયમાં નિશ્ચિત ફળ મળે છે.

અહિયાં પ્રસ્તુત વિચારો લેખકના પોતાના છે. ફોટોગ્રાફ માટે ગૂગલ ઈમેજનો આભાર માનવામાં આવે છે.
પોતાના કેરિયરનું મેનેજમેન્ટ અથવા માર્ગદર્શન લેવા માટે કરવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર : 94262-29429, અથવા આપ એમને ઈ-મેઈલ પણ કરી શકો છો... deepak@managementthinker.com. 

No comments:

Post a Comment