March 28, 2013

સંજયદતને માફી એટલે દેશદ્રોહનો અમલ


કદાચ મિત્રો તમને લેખ વાંચીને આજે ગમશે નહિ પરંતુ એક વખત આપણા દેશનાં કાનુનનો વિચાર કરીને કહેજો કે શા માટે આજે આપણા દેશના નેતાઓ અને પ્રજા સંજયદતને સજામાંથી માફી મળે તેવા પ્રયત્નો કરે છે? જે દેશ માટે ખોટા કર્મો કરે છે તેને આપણા દેશના સંવિધાનમાં દેશદ્રોહી કરીકે ઓળખાવે છે. થોડા સમય પહેલા, ન્યુઝ ચેનલોએ દર્શાવ્યું કે સંજય દતે માફી માગવાની ના પાડી અને કહ્યું કે હું મારી સજા સાંભળીને તૂટી ગયો છું. મારા બાળકો, પત્ની અને પરિવારજનો આજે ખુબ દુઃખી અને શોકગ્રસ્ત છે

જે લોકો સંજયદત માટે માફીની અપીલ રાષ્ટ્રપતિને, સુપ્રીમ કોર્ટના જજને કે રાજ્યપાલને કરે છે તે લોકો સંજયદતની ફિલ્મો વધારે પડતી જોતા હશે અને ભવિષ્યમાં પણ જોવા ઇચ્છતા હશે તેવું લાગે છે. કેસને એક માર્કેટિંગ કે પબ્લિક એટ્રેક્શનના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે.

સંજયદત પોતે સજાની માફી માટે અપીલ કરતો નથી અને તેના વતી નેતાઓ અને મોટા અભિનેતાઓ અપીલ કરે છે. અરે ભાઈ, કોઈ પણ આરોપીને સજા તો થાય ને ! અને એના માટે કોઈ માફી હોય, નહીંતર તો આ દેશમાં તો કોઈ પણ વ્યક્તિ ગુન્હો કરીને માફી માંગશે અને તરત પબ્લિક અને નેતાઓ પાસે માફીની અરજી કરશે અને કાનુનનું અપમાન કરશે. ભારતના કાનુનમાં કોઈ પણ જગ્યાએ એવું લખેલ નથી કે આરોપી ગમે તેવો પ્રખ્યાત હોય, જો તેના ચાહકો અરજી કરશે તો તે આરોપી સજાથી બચી શકશે.

ન્યુઝ ચેનલો, અખબારો અને મેગેઝીનો આજે જે રીતે સમાચાર બતાવે છે તેને એક પેઈડ ન્યુઝ તરીકે ગણાવી શકો ખરા કેમ કે આજે સૌરાષ્ટ્રમાં લોકો પાસે પીવા માટે પાણી નથી, કુપોષણ અને ભૂખમરાથી ગરીબ બાળકો મૃત્યુ પામે છે. ખેડૂતો વિચારે છે કે વખતે પાણી વગર ખેતી કઈ રીતે થશે, એસ.ટી.બસના ભાડા વધે છે, ગેસમાં, પેટ્રોલમાં, ખાદ્ય અનાજોના ભાવ વધે છે, પ્રકારના સમાચાર બતાવવાને બદલે સંજય દાતના કેસને એક મજબુત સમાચાર તરીકે બતાવે છે અને પછી કહેશે કે અમારી ચેનલને દેશની સર્વ શ્રેષ્ઠ ચેનલનો એવાર્ડ મળેલો છે.

અને આટલા માટે જ અમુક દેશોમાં આવી સજા માટે ફાંસીની કે જાહેરમાં માંચડે લટકાવી દેવામાં આવે છે જેથી કરીને કોઈ પણ મોટો વ્યક્તિ કે પ્રજા તેના માટે ગમે તેવી લાગણી હોવા છતાં પણ માફીની વાત કરે નહિ ! જયારે જયારે આપણા દેશમાં સમસ્યા સર્જાય છે ત્યારે ત્યારે દરેક રાજ્ય પોતે પોતાની રીતે અલગ થઇ જાય છે અને કહે છે કે અમારે ત્યાં તો કોઈ તકલીફ જ નથી અમે તો દરેક વખતે વાયબ્રેન્ટ છીએ. એવું નથી કે સંજય દતની ફિલ્મો મને ગમતી નથી પણ માટે કાનુનને તોડી શકાય નહિ. ફિલ્મ કલાકારની એક્ટિંગના વખાણ કરવાના હોય, તેને તોડેલા કાનુન અને સજાની માફી માટે અપીલ કરવાની હોય

No comments:

Post a Comment