January 13, 2012

દેશના બધા CEO મળીને કમાઇ ન શકે એટલો આમનો પગાર

- આ છે અમેરિકન ટેક્નોલોજી કંપની એપ્પલના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કુક

- તેમને 2011માં 38 કરોડ ડોલર એટલે કે 2000 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે

જી હા, આ મહાનુભવોને એટલો પગાર મળ્યો છે કે તમે સાંભળીને હેરાન થઇ જશો. કારણ કે આટલી રકમ ભારતના તમામ સીઇઓ મળીને પણ કમાઇ ન શકે.

આવો અમે તમને બતાવીએ છીએ કે કોણ છે આ સજ્જન અને શું કરે છે. આ છે અમેરિકન ટેક્નોલોજી કંપની એપ્પલના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કુક. જેમને સ્ટીવ જોબ્સના મૃત્યુ પર આ પોઝીશન આપવામાં આવી હતી. તેમને 2011માં 38 કરોડ ડોલર એટલે કે 2000 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. આ પગારને કોઇપણ સીઇઓને મળનારા પગારમાં સૌથી વધુ બતાવામાં આવી રહ્યો છે.

એપ્પલે અમેરિકન સરકારના જમા કરેલા દસ્તાવેજમાં આ માહિતી આપી દીધી છે. કંપનીએ દસ્તાવેજમાં કુકની પ્રશંસા પણ કરી છે અને કહ્યું છે કે તેમનું આ પદ પર બની રહેવું જ કંપની માટે અગત્યનું છે.
દિલચસ્પ વાત એ છે કે કુકના પૂર્વવર્તી જોબ્સ ફક્ત એક ડોલર પગાર જ લેતા હતા. મરતા પહેલાં તેઓ છેલ્લાં ત્રણ વર્ષ સુધી આ પગાર પર કામ કરતાં રહ્યા.
Courtesy: Divya Bhaskar

No comments:

Post a Comment