વિશ્વનું સૌથી શક્તિશાળી દેશ તરીકે અમેરિકા આજે પીછે હઠ કરી રહ્યું છે. જાણવા મળતા અહેવાલ મુજબ અમેરિકાની સરકારે કબુલ કર્યું છે કે જમ્મુ અને કાશ્મીર એ પાકિસ્તાનનો ભાગ છે તે અમોએ અમારા વેબ પોર્ટલ ઉપર દર્શાવ્યું છે જે અમારી એક ભૂલ છે.
અમેરિકાની સરકાર વતી વિક્ટોરિયા નુલંદ એ જણાવ્યું છે કે અમારી અમેરિકન સરકારની અને પ્રવાસન વિભાગની વેબસાઈટ ઉપરથી આ નકશામાં રહેલી ભૂલ અમોએ નવેમ્બર મહિનામાં સુધારી લીધી છે. આ વિવાદ પહેલા પણ અમેરિકાએ એક ક્ષતિ ભરેલું વાક્ય આપતા જણાવ્યું હતું કે "જમ્મુ અને કાશ્મીર એ પાકિસ્તાનનો એક ભાગ છે".
જયારે ભારત ઘણા સમયથી કહે છે કે જમ્મુ અને કાશ્મીર એ ભારત દેશનું જ એક સીમિત રાજ્ય છે.
No comments:
Post a Comment