January 6, 2012

વિશ્વનાં ટોપ 30 મેનેજમેન્ટ ગુરુઓમાં, ગુજરાતનાં ડૉ. શૈલેષ ઠાકર 19માં સ્થાને

મેનેજમેન્ટની સારી સમજ ધરાવતાં, નૉલેજ પ્લસ ગ્રુપનાં ચીફ મેન્ટર, ડૉ. શૈલેષ ઠાકરને વૈશ્વીક સ્તર પર મેનેજમેન્ટ ગુરુ, લીડરશીપ ટ્રેનર, ઓર્ગેનાઇઝેશન ડેવેલોપમેન્ટ ઓથૉરિટી અને લેખકના રૂપમાં પ્રખ્યાત છે. એમનાં માર્ગદર્શને, ઘણાંય લોકોને વ્યક્તિગત તથા કાર્યક્ષેત્રે સફળતાં મેળવવામાં મદદ કરી છે. લીડરશીપનાં ચાર ‘આઇ’ (I) ના એમના નવીનતમ વિચારે, વિશ્વભરનાં બિઝનેસ કોરપોરેશન લીડરોના હૃદય જીતી લીધા છે. ભારતના પ્રથમ અને ખાસ કરીને રાજ્ય અને શહેરના પ્રથમ, ડૉ. ઠાકરને, વર્ષ 2011નાં દુનિયાનાં ટોપ 30 મેનેજમેન્ટ ગુરુઓમાં, 19નું સ્થાન પ્રાપ્ત થયું છે.

એવાં સમયે, કે જ્યારે દેશભરમાં લીડરશીપની ઉણપ છે ત્યારે, આજનાં લીડરની નવી વ્યાખ્યા આપવાનો, ડૉ. ઠાકરનો આ એક નવચેતન આપનારો પ્રયાસ છે. જી.એન.એસ સાથેની ખાસ વાતચીત દરમ્યાન, ડૉ. ઠાકર જણાવે છે કે, ઍકડેમિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વચ્ચે માટું અંતર હોવા છતાંય, યુવાન અને ઉત્સાહી લીડરો બનાવવાની જરૂર છે.

જેયારે એમને  કહેવામાં આવ્યું કે, જેક વેલ્ક, ટોમ પીટર્સ, માઇકલ પોર્ટર અને જીમ કૉલિન્સ જેવાં વિશ્વ-વિખ્યાત એક્સપર્ટ્સ સાથે, દુનિયાના ટોપ 30માં તમે 19મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે એમણે જણાવ્યું કે, ગુજરાત, ભારત અને એશિયા માટે આ એક ગર્વ અને સન્માનનો વિષય છે. હું મારા શહેર અને દેશ માટે હંમેશા સમર્પિત રહીશ.

ભારતીયોના વિશ્વભરની મલ્ટી-નેશનલ કંપનીઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા બદલ, તેઓ કહે છે કે, આવનારા ત્રણ દાયકાઓ સ્પર્ધાત્મક, ગુણવત્તા, સર્વિસ અને ટેલેન્ટ માટેના દાયકા હશે. કોઇ પણ દેશ અથવા સમૂહ જાત-પાત, ધર્મ અથવા પંથને જ મહત્વ આપતાં રહેશે તો, તેમનો વિકાસ શક્ય નથી.

મુંબઇના ‘ડબ્બાવાળા’ અને આઇ.આઇ.એમના ‘ચ્હાવાળાઓ’ પાસેથી વિદ્યાર્થીઓ શું શીખી શકે છે, તેનાં જવાબમાં, ડૉ. ઠાકરનું કહેવું છે કે, જેઓ એક રૂઢીચૂસ્ત કરિયર બનાવવાં માંગે છે, તેઓ જ માર્કેટમાં પોતાની એક જગ્યા બનાવી શકશે. આઇ.આઇ. એમ, આઇ.આઇ.ટી કે પછી કોઇ અન્ય શૈક્ષણિક સંસ્થાનો હોય, તમે એક યોગ્ય રીતે આગળ વધશો, તો જ તમે એક રૂઢીચૂસ્ત કરિયરમાં બનાવી શકશો. તમારું જે પણ સ્થાન હોય, તમારી પાસે સર્ટિફિકેશન હોવા જરૂરી છે.

લીડરશીપને લઇને, ભારતે દુનિયા પાસે ઘણું શીખવું પડશે. એક લીડરે, એના પછીનાં લીડર પણ તૈયાર કરવાનાં હોય છે. એક કંપનીમાં લીડરશીપની કેળવણી કરવી હોય, તો એ જવાબદારી કંપનીના સી.ઇ.ઓની હોય છે. લીડરશીપ માત્ર તમારા જ્ઞાન, કુશળતા અને આઇ.ક્યૂ પર જ નિર્ભર નથી હોતું. ચતૂરાઇ, યોગ્યતા, સદાચાર અને ઇ.ક્યુ (ઇમોશનલ ક્વોશન્ટ) છે, જે એક મહાન લીડરને સામાન્ય લીડરથી અલગ કરે છે.

એમનું કહેવું છે કે, લીડરશીપ ચાર ‘આઇ’ (I) પર નિર્ભર છે. ઇન્ટેન્શન, ઇન્ટ્યૂટીવ, ઇનોવેટીવ અને ઇમ્પેક્ટ. લીડરશીપ ઇન્ટેન્શનથી ઇમ્પેક્ટ સુધી હોય છે. ભારતમાં એક સારા લીડરની ઉણપ છે.

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, વર્ષ 2012, કૉર્પરટ લીડર અને મેનેજર માટે શું સૂચન કરે છે, તો એમણે કહ્યું કે, ભારતે હજી ઘણું કરવાનું બાકી છે. આપણો દેશ ડોક્યુમેન્ટેશન, કોમ્યુનિકેશન અને કાર્યક્ષેત્રની ટેક્નોલોજીમાં પાછળ છે. આપણાં દેશે આ તમામ ક્ષેત્રોમાં સુધાર કરવાની જરૂર છે. તેઓ હાલમાં, ‘ફાઇવ સ્ટેપ્સ ઓફ લીડરશીપ’ નામનું એક પુસ્તક લખી રહ્યાં છે.

No comments:

Post a Comment