અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્બ્સે "આવતીકાલના પ્રતિભાશાળી સ્ટાર્સ"ની એક યાદી બહાર પાડી છે તેમાં ફેસબુકના ઝુરકબર્ગની સાથો સાથ પોપ સ્ટાર લેડી ગાગા અને જસ્ટિન બાઇબરની સાથો સાથ દસ ભારતીયોમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે. તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે 10 ભારતીયોમાં 29 વર્ષના ગુજરાતી કુનાલ શાહનો પણ સમાવેશ થયો છે, જે હાલ ગોલ્ડમેન સાશના ડાયરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ફોર્બ્સે '30 અંડર 30' એવી યાદી તૈયાર કરી છે, તેમાં અંદાજે 360 એવા યુવાનોની પ્રોફાઇલ ધ્યાનમાં લેવાઇ હતી કે જેમનો પોતાની કંપનીને ઉપર ઉઠાવામાં મહત્વનો ફાળો હોય અને ભવિષ્યમાં તેમનું નામ દુનિયાભરમાં ગાજતું થશે.
પાવર, ફાઇનાન્સ, માડિયા, લૉ, એન્ટરટેઇનમેન્ટ, સાયન્સ, ડિઝાઇન અને ટેક્નોલોજી સહિતના બાર અલગ-અલગ ફિલ્ડમાં જોડાયેલા ભારતીયોનો સમાવેશ કરાયો છે. જેમાં ગોલ્ડમેન સાશના યંગ એમડી એવા 29 વર્ષના કુનાલ શાહનો પણ સમાવેશ કરાયો છે. જે આપણા માટે ગૌરવની વાત છે.
આ સિવાય યાદીમાં સૌથી ઓછી ઉંમરના ભારતીય પરમ જગ્ગી છે. તેઓ ફક્ત 17 વર્ષના છે. તેઓ ઑસ્ટિન કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. તદઉપરાંત યાદીમાં ડેમાસ્ક્યૂ ફોર્ચ્યુનના 23 વર્ષીય ચીફ એક્ઝિક્યુટિવ વિવેક નાયરનો સમાવેશ કરાયો છે. તેમણે કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં બદલી નાંખવાની ટેકનોલોજી ડેવલપ કરી છે.
તેમજ બેંક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના 25 વર્ષીય ફાઇનાન્સિયલ એડવાઇઝર વિકાસ મોહિન્દર, સીટી ગ્રૂપના 28 વર્ષીય યુરોપિયન ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેલ્સના કો-હેડ માનવીર નિજહારનો પણ સમાવેશ થયો છે.
બાયોલોજિકલ ડાયનેમિકના 29 વર્ષીય ચીફ એક્ઝિક્યુટિવ રાજ ક્રિશ્ના, 27 વર્ષના સિદ્ધાંત ગુપ્તા કે જેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે. જ્યારે 27 વર્ષના માનિત આહુજા કે જેઓ સીએનબીસીના પ્રોડ્યુસર છે.
કુનાલ શાહ બાયોડેટા

એમડી - ગોલ્ડમેન સાશ
ભૂતકાળ - સ્ટેનફોર્ડ લિનેર એસ્સિલેરેટર સેન્ટર
હિન્દુસ્તાન યુનિલિવરમાં એનાલિસ્ટ
અભ્યાસ - સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બે (આઇઆઇટીબી)
No comments:
Post a Comment