December 20, 2011

'ડર્ટી' ફિલ્મ હીટ જતાં વિદ્યાએ પોતાની ફીમાં કર્યો અધધ.. વધારો

- કરીનાને આપવામાં આવતી રકમ કરતા એક કરોડ વધારે માંગ્યા

- લોકોને એવું લાગે છે કે મને સાત કરોડ મળવા જોઈએ તો હું તે રકમ સ્વીકારવા તૈયાર છું: વિદ્યા


ફિલ્મ ડર્ટીને મળેલી સફળતા બાદ અભીનેત્રી વિદ્યા બાલન હવે બહુ ભાવ ખાઈ રહી હોય તેવું લાગે છે. તેણે ફિલ્મમાં કામ કરવાની તેની ફીમાં પણ અધધ... વધારો કરી દીધો છે. તેણે ફિલ્મમાં કામ કરવા માટે હવે રૂપિયા સાત કરોડની માગણી કરી છે. ફિલ્મ ડર્ટીમાં તેની ભૂમિકા લોકોને ખુબ પસંદ પડી રહી છે, જેને લઈને વિદ્યાએ પોતાના ભાવ વધારી દીધા છે.

નોંધનિય છે કે વિદ્યાએ માંગલી રકમ ફિલ્મ 'હિરોઈન' માટે કરીનાને આપવામાં આવેલી રકમ કરતા એક કરોડ વધારે છે. જો વિદ્યાને આ રકમ મળી જશે તો તે બોલિવુડમાં સૌથી વધારે ફી લેનાર અભિનેત્રી બની જશે.

વિદ્યાએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આનાથી ઓછી રકમમાં તે નવી ફિલ્મ સાઈન  નહીં કરે. જોકે આ અંગે વિદ્યાનો સંપર્ક કરવામાં આવ્યો તો તે હસવા લાગી અને કહેવા લાગી કે તેણે આવી કોઈ ડીમાન્ડ કરીનથી પરંતુ, લોકોને એવું લાગે છે કે મને સાત કરોડ મળવા જોઈએ તો હું તે રકમ સ્વીકારવા તૈયાર છું.

Courtesy: Divya Bhaskar

No comments:

Post a Comment