December 5, 2011

નેશનલ ઇન્સ્યુરન્સ કંપની અને હોસ્પિટલો વચ્ચેના ગોટાળાઓ

જાણવા મળતી વિગત પ્રમાણે નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીના અમુક ખાનગી હોસ્પિટલો સાથે મતભેદ જાણવા મળ્યા છે. મીનાબેન (નામ બદલ્યું છે) કે જે અમદાવાદની એક પ્રખ્યાત હોસ્પિટલમાં પોતાના પગના ઘુટણની સારવાર માટે દાખલ થયા હતા તેની શસ્ત્ર ક્રિયા સફળતાપુર્વક કરવામાં આવી પરંતુ જયારે તેમને કેસલેસ માટે અરજી કરી ત્યારે હોસ્પિટલ સતાવાળાઓએ ના પાડી દીધી કારણ કે નેશનલ ઇન્સ્યુરન્સ કંપની અને આ હોસ્પિટલને કેસલેસ મુદ્દા ઉપર ઘણા સમયથી ઉગ્ર વાતચીત ચાલે છે અને નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીએ આ હોસ્પિટલને બ્લેક લીસ્ટ કરી નાખી છે.

જયારે અમારી ગ્લોબલ ન્યુઝ સર્વિસની ટીમે આ બાબતે હોસ્પિટલ સતાવાળાઓ સાથે ચર્ચા કરી તો એમને જણાવ્યું કે નેશનલ ઇન્સ્યુરન્સ કંપની તરફથી કોઈ પ્રત્યુતર નથી મળ્યો.

નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીના અધિકારીઓ સાથે વાત કરી તો એમને કહ્યું કે અમોએ આ હોસ્પિટલને બ્લેક લીસ્ટ કરી નાખી છે કારણકે આ હોસ્પિટલ તેના નીતિ નિયમો ઇન્સ્યુરન્સ નિયમો અને ધારા પ્રમાણે કામ નથી કરતા. કેસલેસ વિભાગમાં પૂછવામાં આવતા તેઓએ કશી જ માહિતી આપવાનો ઇનકાર કરેલો હતો તેના પરથી એવું માનવામાં આવે છે કે જયારે કોઈ વ્યક્તિ ઇન્સ્યુરન્સ લે છે ત્યારે આ કંપનીઓ રાજી રાજી થઈને લોકો પાસેથી હપ્તાની રકમો લે છે અને જયારે તેમને કોઈ દર્દીને કલેઈમ આપવાનો થાય ત્યારે તેઓ હાથ ઉચા કરી લે છે.

No comments:

Post a Comment