December 2, 2011

વિજય માલ્યાની ઇન્કમટેક્સ સાથે રાસલીલા

ભારતના જાણીતા ઉદ્યોગપતિ વિજય માલ્યાની એરલાઇન્સ કિંગફિશર ઉપર ખાસ્સા ગંભિર આરોપો લાગ્યા છે.

આ એરલાઇન્સના કેટલાક કર્મચારીઓ તરફથી એવો આરોપ લગાવામાં આવ્યો છે કે કંપનીએ તેમના પગારમાંથી ઈનકમ ટેક્સની રકમ કાપી તો લીધી છે, પરંતુ આ રકમને ઇનકમ ટેક્સ વિભાગ પાસે નથી પહોંચાડવામાં આવી.

- ઇન્કમટેક્સ વિભાગ તરફથી કિંગફિશરના કેટલાક કર્મચારીઓને ઇનકમ ટેક્સ જમા કરવા અંગેની નોટિસ
- ઇન્કમટેક્સ વિભાગે તેઓને 2 લાખ 88 હજાર રૂપિયા વધારે ટેક્સ ભરવાનું કહ્યું છે
- ઇનકમટેક્સ સ્વરૂપે કર્મચારીઓના પગારમાંથી લગભગ 422 કરોડ રૂપિયા કાપી લીધા છે
- કર્મચારીઓને ઇનકમ ટેક્સ જમા કરવા અંગેની નોટિસ મોકલવામાં આવી
 
આ વાતનો ખુલાસો ત્યારે થયો, જ્યારે ઇન્કમટેક્સ વિભાગ તરફથી કિંગફિશરના કેટલાક કર્મચારીઓને ઇનકમ ટેક્સ જમા કરવા અંગેની નોટિસ મોકલવામાં આવી.

વર્ષ 2009થી કિંગફિશરમાં કામ કરી રહેલા દિલ્હીના એક એન્જીનિઅર પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગે તેઓને 2 લાખ 88 હજાર રૂપિયા વધારે ટેક્સ ભરવાનું કહ્યું છે. હવે આ મુદ્દે કર્મચારી તરફથી ઇનકમટેક્સ વિભાગ પાસે એક લેખિત ફરિયાદ પણ મોકલવામાં આવી છે.

કહેવામાં આવે છે કે કંપનીએ ઇનકમટેક્સ સ્વરૂપે કર્મચારીઓના પગારમાંથી લગભગ 422 કરોડ રૂપિયા કાપી લીધા છે, પરંતુ તેને ઇનકમ ટેક્સ વિભાગમાં જમા નથી કરાવ્યા.

No comments:

Post a Comment