એક બાજુ સતત એમ કહેવામાં આવી રહ્યું છે કે યુરોપ તથા અમેરિકામાં મંદી છતાંય ભારતીય આઇટી કંપનીઓ મજબૂતી સાથે ઉભી છે. તો બીજીબાજુ આઇટી કંપનીઓને લઇને જે ખુલાસો થયો છે, તેનાથી તેમની છબી પર ખરાબ અસર પડી શકે છે. જો કે વાત એમ છે કે નોકરી, પેશા અને પગાર સાથે જોડાયેલા આ મામલાઓ પર નજર રાખનાર કંપની માઇહાઇરિંગક્લબ ડોટ કોમે પોતાના તાજા રિપોર્ટમાં એ વાતનો ખુલાસો કર્યો છે કે ભારતીય આઇટી કંપનીઓ વિશ્વમાં સૌથી ઓછા પગાર આપનાર નિયોક્તાઓમાં સામેલ છે.
રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે તેના મધ્યમથી વરિષ્ઠ સ્તરના કર્મચારીઓનો પગાર 36120 ડોલર (18.5 લાખ રૂપિયા)નો પગાર મળે છે, જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ પગાર આપનાર સ્વિટ્ઝરલેન્ડની કંપનીઓની સરખામણીમાં ચોથો ભાગ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ આઇટી ક્ષેત્રનો પગાર સ્વિટ્ઝલેન્ડમાં મળે છે, જ્યાં સરેરાશ 167890 ડોલર (અંદાજે 87 લાખ રૂપિયા) વાર્ષિક પગાર મળે છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતને વિશ્વમાં 10 સૌથી ઓછા પગાર આપનાર દેશોમાં સાતમું સ્થાન આપવામાં આવ્યું છે. તમને બતાવી દઇએકે રિપોર્ટની તૈયારી કરવા માટે 41 અલગ-અલગ દેશોની 6000 કંપનીઓનું વિશ્લેષ્ણ કરવામાં આવ્યું છે. તેમાં જાણવા મળ્યું કે પશ્ચિમી યુરોપમાં સૌથી વધુ પગાર મળે છે.
No comments:
Post a Comment