સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુરૂવારથી ત્રણ દિવસના ગુણોત્સવનો આરંભ વિવાદ સાથે થયો છે. ગુણોત્સવના પ્રારંભ અગાઉ યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર જે. બી. વોરા અને ડી.ડી.ઓ. બી. જે. ભટ્ટ ઘૂટણભેર નમી પડ્યા હતા. સનદી અધિકારી એવા કલેક્ટર અને ડીડીઓને મોદી સામે હાથ જોડેલી મુદ્રામાં બેઠેલા જોવા મળતા વિવાદ સર્જાયો છે.
નોંધનીય છે પોતાની મોદીભક્તિ માટે જાણીતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પરિમલ ત્રિવેદીએ પણ અમદાવાદમાં યોજાયેલા કે.કા. શાસ્ત્રી કોલેજના જાહેર કાર્યક્રમમાં મોદી સમક્ષ 'નમોઆસન' કરી તેમની સામે 'પાયલાગણ' કર્યું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર ખાતે આયોજિત સરકારી કાર્યક્રમ દરમિયાન તત્કાલિન કલેક્ટર ઝાલાવાડિયા પણ જાહેરમંચ પર મુખ્યમંત્રીને પગે લાગ્યા તે ઘટનાથી પણ વિવાદ સર્જાયો હતો.
No comments:
Post a Comment