November 29, 2011

ગુજરાત ઇ-કચરાના નિકાલ માટે ટૂંક સમયમાં નીતિ ઘડશે

ગુજરાત સરકાર ઇલેક્ટ્રોનિક્સ કચરાના પ્રબંધન અને નિકાલ માટે ટૂંક સમયમાં નીતિ ઘડશે , એમ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

સરકારે ઇ-વેસ્ટના નિકાલ માટે છ કંપની સાથે રૂ. 550 કરોડના કરાર કરેલા છે. સરકાર વ્યક્તિગત ગ્રાહકોમાં ઇલેક્ટ્રોનિક્સ માલસામાનના પર્યાવરણ મૈત્રી નિકાલ માટે જાગૃતિ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓને એમ્બેસેડર પણ બનાવશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ રવિ સક્સેનાએ જણાવ્યું હતું કે , ઇલેક્ટ્રોનિક હાર્ડવેરનો નિકાલ વૈજ્ઞાનિક અને પર્યાવરણ મૈત્રી રીતે થવો જોઈએ અને રાજ્ય સરકાર ઇ-વેસ્ટના યોગ્ય ચેનલાઇઝેશન અને હેન્ડલિંગ સુનિશ્ચિત કરવા નીતિ ઘડવા પર કામ કરી રહી છે.

ભારતમાં 2012 સુધીમાં 8,00,000 ટન ઇ-વેસ્ટ પેદા થવાની ધારણા છે. મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (એમએઆઇટી) અને જીટીઝેડે હાથ ધરેલા અભ્યાસ મુજબ ભારતમાં પેદા થતા મોટા ભાગના ઇ-કચરાનો નિકાલ શહેરી વિસ્તારના પરીઘવર્તી વિસ્તારોમાં નાનાં સાહસો દ્વારા થાય છે.

મોડેથી , સ્પેશિયલાઇઝ્ડ કંપનીઓ પણ આ ક્ષેત્રે પ્રવેશી છે. મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (એમએઆઇટી) અને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ગેશિયા)ના સંયુક્ત ઉપક્રમે ' નેશનલ વર્કશોપ ઓન અવેરનેસ એન્ડ કન્સલ્ટેશન ઓન ડિમિસ્ટિફાઇંગ એક્સ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ' વિષય પર યોજાયેલા એક સેમિનાર દરમિયાન ગેશિયાના પ્રેસિડન્ટ સુનિલ કક્કડે જણાવ્યું હતું કે , 2020 સુધીમાં ભારતમાં આઉટડેટેડ કમ્પ્યુટરની સંખ્યા છ ગણી વધશે.

તે અરસામાં નકામા મોબાઇલ ફોનમાંથી ઇ-કચરો 2007 માં ચીન અને ભારતમાં ઇ-કચરના સ્તર કરતાં અનુક્રમે 7 ગણો અને 18 ગણો વધુ હશે. ભારત અને ચીનમાં ટેલિવિઝનમાંથી ઇ-કચરો 1.5 થી 2 ગણો વધુ હશે જ્યારે નકામા રેફ્રિજરેટરમાંથી ઇ-કચરો બમણો કે ત્રણ ગણો હશે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ફંડ અને ટેક્નોલોજીના અભાવે આવા કચરાના રિસાઇક્લિંગ માટે યોગ્ય પ્રેક્ટિસ નથી.

રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ સત્તાએ ઇ-કચરાના યોગ્ય નિકાલની જરૂરિયાત અંગે બલ્ક ગ્રાહક (કંપનીઓ , આઇટી , બીપીઓ કંપનીઓ) અને નાના ગ્રાહકો (ઘરેલુ વપરાશકારો)માં જાગૃતિ લાવવા એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. સત્તાવાળાઓ માટે બલ્ક ગ્રાહકોમાં જાગૃતિ લાવવાની સમસ્યા નથી તે અત્યારે વ્યક્તિગત વપરાશકાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 7,600 શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે જેઓ બાદમાં પર્યાવરણ મૈત્રી પ્રેક્ટિસનો તેમના વિસ્તારમાં સંદેશો ફેલાવશે. શાળાની ઇકો ક્લબ એક શિક્ષક અને પાંચ વિદ્યાર્થી ધરાવે છે જેઓ બાદમાં તેમના સાથીઓને સમાજમાં પર્યાવરણ મૈત્રી પ્રેક્ટિસના પ્રસારણ માટે તાલીમ આપશે.

No comments:

Post a Comment