‘ડેડી, સારી બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ થયેલાઓને સારા પેકેજની જોબ સરળતાથી મળી જાય છે, તે સારી વાત છે, પણ જો તેઓ એમબીએ મતલબ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે, તો તેઓ ‘બિઝનેસ’ કેમ નથી કરતા? ભારતના મોટા ભાગના ઉદ્યોગપતિઓ એમબીએ નથી, છતાં તેઓ સફળ બિઝનેસમેન છે. લાગે છે કે ભણવું એ એક વાત છે, અને ગણવું અલગ.’
‘સાવ એવું નથી, નારાયણમૂર્તિ આઇઆઇટી- કાનપુરમાંથી એમ.ટેક. થયેલા અને પટણી કમ્પ્યુટર્સમાં સારી જોબ ધરાવતા હતા, છતાં ૧૯૮૧માં ‘ઇન્ફોસિસ’ નામે સોફ્ટવેર કંપની શરૂ કરી હતી.’
‘સાંભળ્યું છે કે તેમણે ખૂબ જ સ્ટ્રગલ કરેલી.’‘સફળતાનો કોઇ શોર્ટકટ હોતો નથી, સ્ટ્રગલ તો કરવી જ પડે. નારાયણમૂર્તિનો જન્મ એક ગરીબ બ્રાહ્નણ કુટુંબમાં થયેલો. પિતા ‘બાયોલોજી’ના શિક્ષક હતા, પણ તેઓને નારાયણમૂર્તિ સહિત ૮ સંતાનો (૫ દીકરી + ૩ દીકરા) હતાં. ફફઈ બોર્ડમાં સમગ્ર રાજ્યમાં ૪થા સ્થાને આવેલા, કકરની એન્ટ્રન્સ પાસ હોવા છતાં, ‘ફી’ ભરવાની ક્ષમતા ન હોવાથી ‘એન્જિનિયરિંગ’માં એડમિશન લીધું.
ત્યાર બાદ ‘સ્કોલરશિપ’ મળતાં આઇઆઇટી કાનપુરમાંથી એમ.ટેક. કર્યું.’ ‘ઇટ્સ ગ્રેટ!’‘અમદાવાદની R ૮૦૦ની નોકરીમાં ૧૮થી ૨૦ કલાક કામ કરતા, તેમાંથી તેમને ‘પેરિસ’ જવાની તક મળી. ત્યાંના રોકાણ દરમિયાન ‘ફ્રેન્ચ’ ભાષા શીખી લીધી. તેમના વિચારો પહેલેથી જ સમાજવાદી હતા, આથી ત્યાંથી કમાયેલું ધન ત્યાં જ જરૂરિયાતમંદોમાં વહેંચી દીધું અને પૈસાની બચત કરવા હવાઇમાર્ગને બદલે જમીનમાર્ગે પરત આવ્યા! વચ્ચે યુગોસ્લાવિયામાં એક યુવતી સાથે પોતાના સમાજવાદી વિચારો શેર કરતા હતા, ત્યારે તે યુવતીના પુરુષમિત્રે ‘પોલીસ’ બોલાવીને તેમના પર ‘જાસૂસ’ હોવાનો આરોપ મૂક્યો, પરિણામે ૩ દિવસ જેલની હવા પણ ખાવી પડેલી!’‘મતલબ જરૂરિયાતમંદોને મદદ કરવાની તેમની સમાજવાદી નીતિએ તેમને ‘જેલયાત્રા’ કરાવી ખરું ને?’
‘પોતાના ભાવિ ડોક્ટર સસરાને મળવા પહેલી વાર ગયા, ત્યારે તેમણે પૂછ્યું, ‘લાઇફમાં શું કરવા માગો છો?’ જવાબમાં તેમણે અનાથાશ્રમ ખોલવાની વાત કરી. પરિણામે સસરાએ તેમને જમાઇ તરીકે ‘રિજેક્ટ’ કર્યા, પરંતુ તેમણે અને સુધા કુલકર્ણીએ તેમની ઇચ્છા વિરુદ્ધ કોઇ પગલું ન ભર્યું. પરિણામે ત્રણ વર્ષે ધીરજનાં મીઠાં ફળરૂપે ‘સંમતિ’ મળી.
‘નારાયણમૂર્તિ તેમની સાદગી માટે બહુ ફેમસ છે, નહીં?’‘હાસ્તો, પણ આ ‘સાદગી’ પહેલાં તેમના માટે મજબૂરી હતી. પટણી કમ્પ્યુટર્સ છોડીને જ્યારે ‘ઇન્ફોસિસ’ શરૂ કરી, ત્યારે તેઓ સાઇકલ પર ફરતા. એક વર્ષ પછી ફોન આવ્યો, ત્યાં સુધી પબ્લિક બૂથ પરથી ફોન કરતા.
ઇવન પાંચ એન્જિનિયરોને પોતાની કંપનીમાં નોકરી આપ્યા બાદ, તેમને ક્યાં બેસાડવા તેની સમસ્યા હતી. નાનામોટા ઓર્ડર બાદ જ્યારે ઝકઈઠ-બેંગલૂરુનો એકાદ કરોડનો ઓર્ડર મળ્યો ત્યારે કોન્ટ્રેકટ સાઇન કરવા ફ્રેન્ડના ઉછીના સ્કૂટર પર ગયેલા. આજે જ્યારે સવા લાખથી વધુ લોકોનો સ્ટાફ છે, કંપનીનું બિલ્ડિંગ સોફ્ટવેર કંપનીઓમાં વિશ્વમાં સૌથી મોટું હોવા છતાં બેંગલૂરુના જયનગર વિસ્તારના સામાન્ય ફ્લેટમાં રહે છે.’‘
કરિયર ર૨૦: નારાયણમૂર્તિનો સમગ્ર રાજ્યમાં ફફઈ બોર્ડમાં ૪થો નંબર આવેલો, પણ શિક્ષક પિતાને હજુ આ સિદ્ધિ ઓછી લાગી, ત્યારે મૂર્તિનું પ્રેરક કવોટેશન: ‘હું પહેલા સ્થાને રહેવા માગું છું- એની નીચેનાં સ્થાનો બીજા લોકો માટે છે.’

No comments:
Post a Comment