November 30, 2011

ગંભીર આર્થિક સંકટમાં ફસાશે ભારત, પ્રધાનમંત્રીની ચેતવણી

ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહે ચેતવણી આપી છે કે જો અર્થવ્યવસ્થાને સંભાળવા માટે તાબડતોડ કોઈ પગલા ભરવામાં ના આવ્યા તો ભારત ગંભીર આર્થિક સંકટમાં પણ ફસાઈ શકે છે.

પ્રધાનમંત્રી મનમોહનસિંહે અર્થવ્યવસ્થા માટે અસરકારક પગલાઓ ભરવા માટે સંસદને ચાલવા દેવા અને નિર્ણય લેવામાં સરકારની મદદ કરવાની અપીલ કરી છે.

નાણામંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું કે રૂપિયામાં ભારે ઘટાડાના પરિણામે ગ્લોબલ અનિશ્ચિત્તાઓ છે. આ અનિશ્ચિત્તાઓ અને એફઆઈઆઈથી પૈસા નીકાળવાનું દબાણ રૂપિયા ઉપર પણ પડી શકે છે અને આ કારણે રૂપિયો પણ ઝડપથી તૂટી શકે છે.

નાણામંત્રીએ એમ પણ કહ્યું છે કે આ ઘટાડા ઉપર રિઝર્વબેન્કની નજરો બનેલી છે. જોકે વર્તમાન સ્થિતિમાં આરબીઆઈ દ્વારા પગલાઓ ભરવાથી રૂપિયાને સપોર્ટ નહીં મળે.

રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએઃ

આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે કહ્યું છે કે સમય આવવા ઉપર આરબીઆઈ રૂપિયામાં ઘટાડો રોકવામાં હસ્તક્ષેપ કરશે. જોકે તેઓ નથી બતાવી શકતા કે આરબીઆઈ આ પગલું ક્યારે ભરશે. આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર સુબીર ગોકર્ણ પ્રમાણે રૂપિયાની કિંમત બજાર પ્રમાણે નક્કી થઈ રહી છે.

સુબિર ગોકર્ણે કહ્યું કે ચિંતા, રૂપિયામાં ઉતાર-ચઢાવથી નથી પરંતુ ભારે ઘટાડાના પરિણામે છે. રૂપિયામાં નબળાઈ ચિંતાજનક છે કેમ કે એનાથી ઇમ્પોર્ટ મોંઘું થઈ રહ્યું છે પરંતુ અત્યારે રૂપિયામાં કોઈ હસ્તક્ષેપ કરવાનો યોગ્ય સમય નથી.

રૂપિયો તૂટી રહ્યો છે પરંતુ સરકાર ઉતાવળમાં કોઈ પગલું નહીં ભરે. સુબીર ગોકર્ણે કહ્યું કે રૂપિયાની નબળાઈથી મોંઘવારી દર ઉપર પણ અસર પડી શકે છે પરંતુ સરકાર કોઈ પણ મધ્યમગાળાને ધ્યાનમાં રાખીને પગલા ભરશે.

તમને ક્યાં થશે અસરઃ-

રૂપિયામાં આટલા ભારે ઘટાડાની સીધી અસર પેટ્રોલની મોંઘી કિંમતો સ્વરૂપે તમારી ઉપર પડી શકે. લગભગ એક સપ્તાહ પછી પેટ્રોલની કિંમતો ઉપર ફરી સમિક્ષા થવાની છે. પેટ્રોલ ખરીદવા માટે વધારે રકમ ચુકવવી પડે છે એમ કહી ઑઇલ માર્કેટિંગ કંપનીઓ ફરી પેટ્રોલના ભાવ વધારી શકે છે. ડીઝલની કિંમતોમાં વૃદ્ધિ વધારે સમય સુધી નહીં ટાળવાનું દબાણ પણ બનાવી શકે છે. જો ડિઝલ મોંઘુ થયુ તો તેનો સીધો અર્થ એ છે કે ખાણી-પીણી અને જીવન જરૂરિયાતની રોજબરોજની ચીજ-વસ્તુઓના ભાવો પણ વધશે.

કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન:-

રૂપિયાની સરખામણીએ ડૉલરની મજબુતાઈથી તે લોકોના પરિવારોને ફાયદો મળે જેમના પરિવારજનો વિદેશોમાં વસવાટ કરે છે. તેઓને ડૉલરને બદલે અગાઉ કરતા વધારે રૂપિયા મળશે. બહારના નિકાસકારોને ડૉલરમાં એટલી જ કિંમત ઉપર વધારે રૂપિયો મળશે. પ્રવાશનને પણ થોડું પ્રોત્સાહન કેમ કે વિદેશી પ્રવાસીયોને ભારતમાં રજાઓ પસાર કરવા ઉપર ઑછો ડૉલર ખર્ચવો પડશે. આવામાં ભારત આવનારા પ્રવાસિયોની સંખ્યા વધી શકે છે. નિકાસ માટે ચીજવસ્તુઓ બનાવનારી કંપનીઓને સસ્તા નિકાસના કારણે સુરક્ષા મળશે.

પરંતુ વિદેશોમાં રહીને અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓને અગાઉની સરખામણીએ વધારે ચુકવણી કરવી પડશે. મેડિકેર સુવિધાઓ પણ મોંઘી થશે. વિદેશોમાં ટૂર કરવા ઉપર પણ અગાઉ કરતા વધારે પૈસા ચુકવવા પડશે. ભારતીય આયાતકારોને નુકસાનીનો સામનો કરવો પડશે, ઓઇલ એન્ડ રોજબરોજની ચીજવસ્તુઓ મોંઘી થશે.

ખાદ્ય તેલ બનાવનારી કંપની અદાણી વિલ્મરે આ તેલની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. ડૉલર મજબુત થવાથી વિદેશી દેવાની પણ ભરપાઈ કરતા સમયે અગાઉની સરખામણીએ વધારે રૂપિયો ચુકવવો પડશે. આયાતની સરખામણીએ મોંઘવારી રોકવાના પ્રયત્નમાં લાગેલી ભારત સરકારના પ્રયત્નોમાં અવરોધ આવશે. ક્રૂડ ઑઇલ આયાત કરવા માટે ભારતીય કંપનીઓએ અગાઉની સરખામણીએ વધારે રૂપિયા ચુકવવા પડશે.

શા માટે તૂટ્યો રૂપિયોઃ-

ક્રૂડ ઑઇલ આયાતકારો અને સ્થાનીક બેન્કો તરફથી ડૉલરની ભારે માંગ રહેવાથી આ સ્થિતિ ઊભી થઈ છે. ભારતના શેર બજારોમાં ઘટાડાનું વલણ બનેલુ રહેવાથી અને યુરોપ ઋણ સંકટ વધારે વિકટ બનવાથી આ ઘટાડાને જોર મળ્યુ છે. સોમવારે તો ભારતીય ચલણ રૂપિયાને ખાસ્સો ઝાટકો વાગી ગયો હતો. અમેરિકન ચલણનું મૂલ્ય 81 પૈસાની મજબુતાઈથી 52 રૂપિયા પ્રતિ 1 ડૉલરના સ્તરે પહોંચી ગયું.

No comments:

Post a Comment