November 28, 2011

ગુજરાતમાં વિદેશી મોલ્સ નહીં ખૂલી શકે? મોદીએ કરી જાહેરાત

વોલમાર્ટ જેવા વિદેશી મોલ્સ ગુજરાતમાં જોવા નહીં મળે. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ એફડીઆઇ મામલે આજે ટ્વીટર પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. એક અગ્રણી અખબારમાં એ પ્રકારના અહેવાલ છાપવામાં આવ્યો હતો જેમાં નરેન્દ્ર મોદીએ રીટેઇલ ક્ષેત્રે એફડીઆઇને આવકાર આપ્યો હોવાની વાત જણાવવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે એફડીઆઇ મામલે નરેન્દ્ર મોદીએ પક્ષથી સ્વતંત્ર વલણ અપનાવ્યું છે.

જો કે આજે સવારે મોદીએ ઉપરોક્ત અહેવાલને રદીયો આપતાં પોતાનું તે અંગે વલણ સ્પષ્ટ કરી દીધું હતું. મુખ્યપ્રધાને આ મામલે ટ્વીટર પર ખુલાસો કરતા જણાવ્યું છે કે આ અખબારના અહેવાલમાં એફડીઆઇ મામલે મારુ જે વલણ રજૂ કરવામાં આવ્યું છે તે ખોટું છે. તેમણે ઉમેર્યું છે કે મારો નિર્ણય એ જ રહેશે જે નિર્ણય મારી પાર્ટીનો હશે અને દેશના હિતમાં હશે.

આમ ટ્વીટરના માધ્યમથી મુખ્યપ્રધાન મોદીએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે ભાજપ શાસિત અન્ય રાજ્યોની સાથે જયલલિતા, મમતા બેનર્જી અને નિતીશકુમારે એફડીઆઇ મામલે જે વલણ અપનાવ્યું છે તે જ વલણ તેમનું પણ રહેશે. હાલ સંસદના બન્ને ગૃહો કેન્દ્ર સરકાર અપનાવેલી નીતિના કારણે ભારે હંગામાના ભેટ ચઢ્યાં છે.

No comments:

Post a Comment