આજે અકિલાના ન્યુઝપેપરમાં વાંચતો હતો કે અમેરિકામાં ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. મોટી સંખ્યામાં માણસોએ કોર્પોરેટ કંપનીમાંથી પોતાના બેંક ખાતા બંધ કરી દીધા છે. અને આ બધું માત્ર એ લોકો પર્યાવરણને બચાવવા માટે જ કરે છે. ચોક્ખું પાણી અને હવા મળી રહે તે માટે લોકો જાગૃત થયા છીએ જયારે અહિયાં આપને જેવું હોય તેવું રાખવામાં અને જીવવામાં મજા આવે છે. કારણ કે મને નડતું નથી તો હું શા માટે બોલું? બીજા લોકો બોલશે અને કામ કરશે એવી મનોવૃત્તિ રાખનારા માણસોને એ વાતની ખબર નથી કે ભવિષ્યમાં એમના બાળકોને જ આ તકલીફ થશે.
કોર્પોરેસન આજે કામ કરે છે કે નહિ, મારા ઘર પાસે કચરો નીકળી ગયો છે કે નહિ તેની ચિંતા કરવાને બદલે આજે આપને પૈસા કમાવામાં અને તેને સાચવવામાં પડી ગયા છીએ. સાચું જ કહ્યું છે કે જે બીજો ઉપર આધારિત છે, એના પર આપને સંપૂર્ણ આધાર કેવી રીતે રાખી શકીએ? જે બીજાની સહાય માંગે છે, એ કોઈક વખતે આપણને અસહાય અવસ્થામાં મૂકી શકે. પણ જે પોતે સ્વતંત્ર હોય, બીજા બધાનો આધાર હોય, સર્વગુણ હોય, અનંત શક્તિશાળી હોય, જ્ઞાન અને સંપતિનો સાગર હોય એવા પર આધાર રાખવાથી આપને અસીમ સહાય મેળવી શકીએ. મૂળ શક્તિના ઉદગમ સાથે જ જો મારો સંપર્ક થઇ જાય, પછી મારે શા માટે ચિંતા કરવાની?
એકમાં એકનો ઉમેરો કરવામાં આવે તો સંખ્યા બે થાય. પણ એકની બાજુમાં એક મુકવામાં આવે તો અગિયાર થાય. તેવી જ રીતે અનંત શક્તિમાન પરમેશ્વરને સાથે રાખીને પ્રયત્નો કરવામાં આવે તો તે અનંત થઇ જાય છે.
No comments:
Post a Comment