November 7, 2011

ભેંસ કરતા ખાતર મોંઘુ

ખંભાલિયાથી રાજકોટ ૧૯૨ કિલોમીટર જવાનું ટ્રેનનું ભાડું ૨૧ રૂપિયા અને કાંકરિયા લેકમાં ૪ કિલોમીટર ફરવાનું ભાડું ૨૫ રૂપિયા !

આ વાત સામાન્ય માનવી માટે છે. જનતાને જાણીને નવાઈ લાગશે કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ભારતીય રેલ નું ભાડું અને ગુજરાત સરકાર દ્વારા વચ્ચે ચલાવવામાં આવતી રમકડાની ટ્રેનમાં શું ફરક છે.

અમદાવાદમાં આવેલા કાંકરિયા ફ્રન્ટ લેક પ્રોજેક્ટમાં દોડાવામાં આવતી રમકડાની ટ્રેનનું ભાડું સાંભળીને તમારા કાનમાં બહેરાશ આવી જશે.

માત્ર ૪ કિલોમીટર ફરવાના ૨૫ રૂપિયા !

આ વાત સામાન્ય જનતાને જ પચે એમ છે. કારણ કે આપને ૨૫ રૂપિયા આપવા માટે બંધાયેલા છીએ. આ ગુજરાત સરકાર આપણને છેતરે છે અને આપને છેતરવા ટેવાયેલા છીએ. આજનો મધ્યમ વર્ગ જો રવિવારે પરિવાર સાથે ફરવા જશે તો ઓછામાં ઓછુ એમણે ૧૦૦૦ રૂપિયાની વ્યવસ્થા રાખવી પડશે કારણકે કાંકરિયામાં અંદર જવાની ફી ૧૦ રૂપિયા, ટ્રેન માં મુસાફરી કરવી હોય તો ૨૫ રૂપિયા વ્યક્તિદીઠ, હોડીમાં ફરવું હોય તો ૧૦ રૂપિયા અને નાસ્તો કરવો હોય તો ૨૦ રૂપિયાની સેન્ડવીચ ખાવી જ પડશે અને આ બધું માત્ર વ્યક્તિદીઠ ભાવ છે. સંપૂર્ણ પરીવાર લઈને જો સામાન્ય માનવી જાય તો થોડા જ દિવસમાં એમણે માગવાનો વખત આવે. 
 
થોડું હવે જોઈએ કે ટ્રેન ચલાવનાર સરકારને કાંકરિયામાં રોજના કેટલા રૂપિયા મળતા હશે. રોજના ૧૦૦ રાઉન્ડ લગાવનારી ટ્રેન ૨૫૦ માણસોની ક્ષમતા ધરાવે છે. અને તેવી બે ટ્રેન છે. અટલ એક્ષ્પ્રેસ્સ અને સ્વર્ણિમ જયંતી એક્ષ્પ્રેસ્સ. આપને જો વિચારીએ કે ૨૫ રૂપિયા એક વ્યક્તિના તો ૨૫૦ માણસોના ૬૨૫૦ રૂપિયા થાય અને તેવા ૧૦૦ રાઉન્ડ એટલે કે ૬, ૨૫,૦૦૦ રૂપિયા એક ટ્રેનના થાય. તેવી બે ટ્રેન છે માટે ૧૨, ૫૦,૦૦૦ રૂપિયા એક દિવસના.

સોમવાર સિવાયના દિવસોમાં ટ્રેન દરરોજના ૧૦૦ રાઉન્ડ લગાવે તો મહિનાના ૨૯૦૦ રાઉન્ડ થાય અને તેના પૈસા ૪,૨૦,૫૦,૦૦૦ (ચાર કરોડ વીસ લાખ પચાસ હજાર રૂપિયા) માત્ર એક મહિનાના!!!

અને ટ્રેન ને સાફ સુફી રાખવાનું ખર્ચો આપને જો ૫૦,૦૦,૦૦૦ લાખ રૂપિયા પણ ગણીએ તો બાકીના ગુજરાત સરકાર પોતાના ખીસામાં નાખે છે.

No comments:

Post a Comment