વિદેશી રોકાણને લઇને સરકાર આજે એક મહત્વનો નિર્ણય લેવા જઇ રહી છે. દેશમાં બહુ જલ્દીથી વિદેશ રિટેલ સ્ટોર્સ માટે દરવાજા ખૂલી જશે. કેન્દ્ર વોલમાર્ટ જેવી મોટી કંપનીઓને રિટેલ માર્કેટમાં કારોબાર કરવાની મંજૂરી આપવા માટે આ ક્ષેત્રમાં વિદેશી રોકાણને લીલી ઝંડી આપી શકે છે.
કેબિનેટની બેઠકમાં રિટેલ મલ્ટીબ્રાંડમાં 51 ટકા એફડીઆઇને મંજૂરી આપી શકે છે. ત્યારબાદ વિદેશી કંપનીઓ 10 લાખથી વધુ આબાદીવાળા શહેરોમાં પોતાના મલ્ટીબ્રાંડ સ્ટોર ખોલી શકશે. આ સિવાય સરકાર સિંગલ બ્રાંડમાં વિદેશી રોકાણને 51થી વધારીને 100 કરવાની પણ તૈયારી કરી રહી છે.
સરકારે 2006માં સિંગલ બ્રાંડમાં 51 ટકા એફડીઆઇની મંજૂરી આપી હતી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિટેલ મલ્ટીબ્રાંડમાં 10 કરોડ ડોલરનું રોકાણ કરતી કંપનીઓને જ મંજૂરી આપવામાં આવશે. તેમાંથી 50 ટકા રકમ કંપનીઓને પાયાની સુવિધાઓ પર ખર્ચ કરવી પડશે. જો કે શરૂઆતથી રિટેલમાં વિદેશી રોકાણનો વિરોધ થઇ રહ્યો છે. પરંતુ સરકારે તેને નજરઅંદાજ કરતા આગળ વધવાનું મન બનાવી લીધું છે. આ નિર્ણયથી ફ્યુચર ગ્રુપ, ટાટા ગ્રુપ અને રિલાયન્સ જેવી દેશી કંપનીઓને વિદેશી કંપનીઓના પડકારનો સામનો કરવો પડશે.
No comments:
Post a Comment