- લોકોએ બગીચાઓમાં જ રાત વિતાવી, આર્થિક અસમાનતા વિરૂદ્ધ બુલંદ થઈ રહેલો અવાજ
- ઓક્યુપાય વોલસ્ટ્રિટ નામના કેમ્પેઈન હેઠળ થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન
- રવિવારે પોલીસે પ્રદર્શન કરી રહેલા 700 લોકોની ધરપકડ કરી હતી
સામાજીક અને આર્થિક અસામનતા અને કોર્પોરેટ જગતના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સમસ્ત અમેરિકામાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને પોતપોતાના શહેરો પર કબ્જો કરવાનો નારો બૂલંદ કરી રહ્યા છે. અમેરિકાના બાલ્ટીમોર, લોસ એન્જેલસ, મિયામી, બોસ્ટન, શિકાગો અને મેસાચુસેટ્સમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓએ ફેડરલ રિઝર્વ બેંક સુધી માર્ચ કરી હતી અને લોસ એન્જેલસ, પોર્ટલેન્ડમાં પણ લોકોએ પાર્કમાં રાત ગુજારી હતી.
ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ પર 700 પ્રદર્શનકારીઓની ધરપકડ બાદ સમસ્ત અમેરિકામાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. પોતાની નોકરીઓને લઈને ચિંતિત કોલેજમાં ભણી રહેલા યુવકો, નોકરી ગુમાવનારા આધેડો પણ આ આંદોલનના સમર્થનમાં શેરીઓમાં ઉતરી ચુક્યા છે.
No comments:
Post a Comment