October 4, 2011

દુનિયાની અગ્રણી સર્ચ એન્જિન કંપની ગૂગલને એક વખત ફરીથી ખાસ ઓળખ મળી ગઇ છે. જો કે વાત એમ છે કે એક સર્વેમાં કંપનીને વર્ષ 2011 માટે પણ નોકરીની દ્રષ્ટિથી દુનિયાની સૌથી શ્રેષ્ઠ કંપનીનો ખિતાબ આપવામાં આવ્યો છે. ગ્લોબલ એમ્પલોયર બ્રાન્ડિંગ ફર્મ 'યૂનિવર્સમ'ના સર્વે પ્રમાણે ગૂગલને નોકરી માટે શ્રેષ્ઠ 50 વૈશ્વિક ઉદ્યોગ અને એન્જિનિયરિંગ કંપનીઓમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

આ સર્વેમાં સામેલ બ્રાઝીલ, કેનેડા, ફ્રાન્સ, ચીન, જર્મની, ભારત, ઇટલી, જાપાન, રૂસ, સ્પેન, બ્રિટેન તથા અમેરિકાની 160000થી વધુ લોકોએ ગૂગલને સૌથી આકર્ષક નોકરી આપનાર માન્યું છે. તમને એ પણ બતાવી દઇએ કે ગૂગલ કંપની આ મામલામાં છેલ્લાં વર્ષથી સતત ટોપ પોઝિશન પર છે. યાદીમાં ગૂગલ બાદ બીજા નંબર પર કેપીએમજી અને ત્રીજા નંબર પર આઇબીએમ કંપનીને જગ્યા મળી છે.

No comments:

Post a Comment