October 10, 2011

ઈફ્કો કંડલા નજીક મધદરિયે જેટીનું નિર્માણ કરશે

 ખાતરનું ઉત્પાદન કરતી કંપની ઇફ્કો ખાતરનું મોટા વહાણમાંથી નાનાં વહાણોમાં વહન કરવા માટે કંડલા નજીક મધ દરિયે એક જેટ્ટીનું નિર્માણ કરશે.

કંપનીને આ રૂ. 30 કરોડનો પ્રોજેક્ટ પ્રક્રિયા ઝડપી બનાવવામાં અને નુકસાન ઘટાડવામાં મદદ કરશે કારણ કે વિદેશમાંથી ખાતરની વધેલી માંગને પહોંચી વળવા માટે સજ્જ થઈ રહી છે. પ્રોજેક્ટ કંડલા ખાતે કેટલોક ટ્રાફિક પણ હળવો કરશે.

આ જેટ્ટી ઇફ્કોની કેપ્ટિવ લિક્વિડ જેટ્ટી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની લિક્વિડ કાર્ગો જેટ્ટીની વચ્ચે 36,000 ચોરસ મીટર જમીન પર બનશે. આ જમીન પહેલેથી ઇફ્કોના કબજામાં છે. મધ્ય દરિયે લાંગરતાં મોટાં વહાણોમાંથી ખાતર ઉદ્યોગ માટેનો કાચો માલસામાન જેટ્ટી પર ઉતારવામાં આવશે અને બાદમાં ટ્રકો દ્વારા ટૂંકા અંતર દ્વારા કંપનીના પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવશે.

પ્લાન્ટ નાઇટ્રોજન , ફોસ્ફરસ અને પોટેશિયમનો વિવિધ પ્રમાણમાં ઉપયોગ કરીને ખાતરનું ઉત્પાદન કરે છે. આયાતી ખાતરનો સંગ્રહ કરવામાં આવશે બાદમાં તેને પેક કરીને રેલવે વેગન દ્વારા મોકલવામાં આવશે. ઇફ્કોના ચેરમેન નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે , અમને કંડલા પોર્ટ ટ્રસ્ટની મંજૂરી મળી છે અમે ટૂંક સમયમાં પ્રોજેક્ટ પર કામ શરૂ કરીશું.

આ જેટ્ટી પિક સિઝનમાં ઘણી ઉપયોગી બનશે કે જ્યારે વહાણોને દસ દિવસ સુધી રાહ જોવી પડતી હોય છે. આવા વિલંબને કારણે અધિકારીઓને પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. આ જેટ્ટી કંપનીને અત્યંત જરૂરી એવી નિશ્ચિતતા પૂરી પાડશે.

તેનાથી ઇફ્કો કોઈ પણ પ્રકારની ડ્રાફ્ટ મર્યાદા વગર મોટા વહાણમાં કાર્ગો શિપમેન્ટ માટે વ્યવસ્થા કરવામાં મદદ કરશે. કાર્ગોનું સૂચિત જેટ્ટી પર ડાઇવર્ઝન કંડલા પોર્ટને વધુ કાર્ગો સમાવવામાં અને ટ્રાફિકને હળવો કરવામાં મદદ કરશે.

ઇફ્કો લિક્વિડ કાર્ગો માટે પહેલેથી કેપ્ટિવ જેટ્ટી ધરાવે છે જ્યારે ડાઇએમોનિયમ ફોસ્ફેટ , મોનો એમોનિયમ ફોસ્ટેફ અને પોટાશ જેવા ઘન કાર્ગોને કંડલા પોર્ટ પર ઉતારવામાં આવે છે. બાદમાં આ કાર્ગોને ટ્રક્સ અને ડમ્પર દ્વારા કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ વિસ્તારમાં લઈ જવામાં આવે છે જે 12 કિલોમીટર દૂર આવેલો છે.

હજારો ટ્રકોની હેરફેરને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા ઊભી થઈ છે. તેમાં પણ કંડલાના વધેલા ઔદ્યોગિકીકરણે સમસ્યા વધુ વિકટ બનાવી છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ તેની ક્ષમતા વધારી રહી છે ત્યારે વેપારમાં વધારો ક્ષમતા વિસ્તરણ કરતાં વધી ગયો છે. વધુમાં ખાતરની માંગ વધતાં પણ ઇફ્કોએ આ પગલું ભરવાની ફરજ પડી છે.

No comments:

Post a Comment